પર્વ-પ્રસંગ

[આજે કબીર જયંતી અને વટ સાવિત્રી વ્રત નિમિત્તે શ્રી કબીર સાહેબના કેટલાક ચિંતનીય દોહાઓ તેમજ કવિ શ્રી રમેશ પારેખનું ‘ગોરમાને પાંચે આંગળીએ’ કાવ્ય. આ બંને કૃતિઓ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રીમતી નીલાબહેન કડકિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર ]

ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકે લાગુ પાય
બલિહારી ગુરૂ આપકી ગોવિંદ દિયો બતાય

ગુરુ અને ગોવિંદ બંને હોય ત્યારે મનમાં સંશય થાય કે કોને પ્રથમ પ્રણામ કરવા? તો વિચાર કરી નિર્ણય લેવો કે ગુરુની બલિહારી છે કે જેમણે પોતાની તથા પ્રભુની પ્રતિતી કરાવી.

દુ:ખમેં સુમિરન સબ કરે, સુખમેં કરે ન કોય
જો સુખમેં સુમિરન કરેં, દુ:ખ કહે કો હોય

દુ:ખમાં તો સૌ પ્રભુને યાદ કરે છે પરંતુ સુખમાં જો પ્રભુનું ધ્યાન ધરવામાં આવે તો જનમ મરણનાં ફેરા માંથી છૂટકારો મળે છે તો દુ:ખ આવેજ ક્યાંથી?

રાત ગંવાઈ સોયકે, દિવસ ગંવાયા ખાય કે
હીરા જનમ અનમોલ થા કૌડી બદલે જાય

જે મનુષ્યો રાત દિવસ ખવા પીવા અને સુવામાં વિતાવે છે તેનું જીવન કોડી સમાન છે. પ્રભુએ અર્પેલું આ અનમોલ જીવનને પ્રભુ સ્મરણમાં વિતાવવાથી સાર્થક્ય બને છે.

પોથી પઢિ પઢિ જગ મૂઆ પંદિત ભયા ન કોય
ઢાઈ અક્ષર પ્રેમકા, પઢૈ સો પંડિત હોય

સંસારમાં પુસ્તકીય જ્ઞાનથી પંડિત નથી થઈ શકાતું. પરંતુ ૐકારનાં અઢી અક્ષર અ, ઉ, મ ની અનુભૂતિ જ ખરેખર પંડિત બનાવી શકે છે.

જાકો રાખૈ સાઈયાં માર સકે ના કોય
બાલ ન બાંકા કર સકૈ, જો જગ વૈરી હોય

આખો સંસાર ભલે જેનો વેરી હોય પરંતુ જો પ્રભુની કૃપા હોય તો કોઈ વાળ પણ વાંકો વાળી ન શકે. અર્થાત જેની પર પ્રભુની કૃપા હોય તો તેનુ કોઈ બુરૂ નહી શકે.
********************

ગોરમાને પાંચે આંગળીએ – રમેશ પારેખ

ગોરમાને પાંચે આંગળીયે પૂજ્યાં
ને નાગલાં ઓછા પડ્યાં રે લોલ
કમખે દોથો ભરીને કાંઈ ટાંક્યા,
ને આભલા ઓછા પડ્યાં રે લોલ. ગોરમાને….

માંડવે મ્હેક મ્હેક જૂઈની વે,
કે જૂઈનાં રેલાં દડે રે લોલ
સઈ મારે નેવાનું હાર્બંધ ટોળું
કે સામટું મોભે ચઢે રે લોલ. ગોરમાને…..

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી,
હું છનકી વાત્યું કરું રે લોલ
લોલ મારે મોભા રે કાગડો બોલે
ને અમથી લાજી મરું રે લોલ. ગોરમાને….

મેંદીએ મેલું હું મનની ભાત્ય
ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશ પાડોશ ધમકે વેલ્યું
ને લાપસી ચુલે ચઢે રે લોલ. ગોરમાને…..

Advertisements

3 responses to “પર્વ-પ્રસંગ

 1. Mrugeshbhai
  There are no words to describe how good this site is.
  Hu niyamit readgujarati vachu chhu.
  Office ma recess ni ek kalak ma lekho vachi lav chhhu.
  Khu khub dhanyavad.

 2. નિંદક નિયરે રાખીયે,આંગન કુટિ છવાય ;
  બિન પાની સાબુન બિના ,નિર્મલ કરૈ સુભાય !

  પ્રેમ છિપાયા ના છિપે,જા ઘટ પરઘટ હોય !
  જો મુખપે બોલે નહીં, નૈન દેત હૈં રોય !

  કબીરનું પુસ્તક :”બીજક” વાંચવા જેવું છે.
  નીલાબહેન અને એસ .વી ને શુભેચ્છાઓ !

 3. ભાઇશ્રી મૃગેશભાઇને તો ના જ ભુલાયને ?તેમનો પણ આભાર !રીડ ગુજરાતીને હવે કોણ નથી ઓળખતું ?

 4. મુકેશ પંડ્યા

  એક બે જોડણી સુધારી ને મોકલું છું.

  ગોરમાને પાંચે આંગળીએ – રમેશ પારેખ

  ગોરમાને પાંચે આંગળીયે પૂજ્યાં
  ને નાગલાં ઓછા પડ્યાં રે લોલ
  કમખે દોથો ભરીને કાંઈ ટાંક્યા,
  ને આભલા ઓછા પડ્યાં રે લોલ. ગોરમાને….
  માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ,
  કે જૂઈનાં રેલાં દડે રે લોલ
  સઈ મારે નેવાનું હારબંધ ટોળું
  કે સામટું મોભે ચઢે રે લોલ. ગોરમાને…..
  ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી,
  હું છનકી વાત્યું કરું રે લોલ
  લોલ મારે મોભારે કાગડો બોલે
  ને અમથી લાજી મરું રે લોલ. ગોરમાને….
  મેંદીએ મેલું હું મનની ભાત્ય
  ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
  આડોશ પાડોશ ધમકે વેલ્યું
  ને લાપસી ચુલે ચઢે રે લોલ. ગોરમાને…..