સમીસાંજે – દિગંબર સ્વાદિયા

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી દિગંબરભાઈ સ્વાદિયાનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર]

એ થાકી ગયો હતો. તેને ખાંસી આવી. હાંફીને થોડીવાર ઊભો રહ્યો. પગ નીચેની રેતી દઝાડતી હતી. તેના જીવનમાં જાણે કે સંતાપ અને વેદના સિવાય બીજું ક્યાં કંઈ બચ્યું હતું. તેણે થાક નીતરતી આંખે પાછળ કિનારા તરફ નજર નાંખી.

સામેની ગલીનું પેલું ખખડધજ મકાન.. તેના પોતાના જેવું જ સાવ જર્જરિત… ખંડેર… કોણ જાણે કેટકેટલાં સંભારણાં સંગોપીને ઊભેલું… કાળની થપાટોની ઝીંક ઝીલતું…. મકાનનું નામ પણ કેવું સાર્થક ? ‘જીવન સંધ્યા’. તેનાથી જરાક અમથું સ્મિતનું ડૂસકું મૂકાઈ ગયું. તેનું મન અતીતમાં ખોવાઈ ગયું.

જીવનમાં સંધ્યા આવતી જ શું કામ હશે ? તેણે જમણી હથેળીનું નેજવું કરીને ઉપર નીલ ગગનમાં નજર કરી…. બે ચાર પંખી આખા દિવસના રઝડપાટ પછી પોતાના માળામાં પાછાં ફરી રહ્યાં હતાં….. પણ પોતાને ક્યાં માળો હતો ? ના, ના, એમ તો કેમ કહેવાય ? પોતે એમ કાંઈ પાણી વિનાનો થોડો હતો ? માળો હતો…. માળામાં પોતે અને જયા – ચકો-ચકી અને બે બચ્ચાં ય હતાં ને ? ….. અને એવો હર્યોભર્યો માળો યાદ આવતાં વિજયની આંખ ચૂઈ પડી. તે નજીકના પથ્થર ઉપર બેસી ગયો. સામે દરિયાનો ઘૂઘવાટ પણ તેની જેમ થાકી ગયો હોય એમ ફીણ વેરતો હતો. તેનાં પાણી કિનારે હાથતાળી દઈને પાછાં દોડી જતાં હતાં. પેલું ગામડિયણ જેવું લાવતું દંપતી પોતાના દોઢ બે વર્ષના બાબાને બાવડેથી ઝાલી, ઝૂલાવતું પાણીમાં તેના પગ પલાળીને હસે છે… ત્રણેક દાયકા પહેલા પોતે અને જયા પણ ગટુને લઈને ગામની નદીને કિનારે આમ જ ફરવા જતાં ને ? ગટુ ઝાલ્યો રે’તો નહિ. તે પોતાની મમ્મીનો હાથ છોડાવીને આગળ દોડી જતો અને અમે બંન્ને ‘ઊભો રહે, બેટા…’ બોલતાં પાછળ દોડતાં અને તેને પકડી લેતાં…. આ ઉંમરે પણ એવું કરી શકાતું હોત તો ?
‘બિલકુલ તમારા જેવો નટખટ છે….’ વિજયની સામું જોઈને જયા હસીને કહેતી. વિજય તેને ગાલે ચૂંટી લેતો. તે ગિન્નાતી, ‘અરે આ શું કરો છો ? કોઈ જોઈ જશે તો ?’
‘તો ? હું મારી જયુને રમાડું છું. બીજું શું ?’ જ્યા શરમાઈ ગઈ. તે ગટુ સામે જોઈ રહી.
‘મને ક્યારેક તો એવા વિચારો આવે છે….’ તે બોલતાં બોલતાં અટકી ગયો.
‘કેમ અટકી ગયા ?’ જ્યાએ ગટુના વાળ પસરાવતાં પૂછ્યું.
વિજયથી નિ:સાસો મૂકાઈ ગયો. ‘મહિનો માંડ ખેંચાય એટલો મારો પગાર…. કાલ સુધી હું એકલો હતો…. આજે એકમાંથી બે… બે ના અઢી… અઢીના…’ પતિના મોઢા ઉપર હથેળી મૂકતાં જ્યા બોલી, ‘બસ, બસ આ શું સરવાળા ગુણાકાર માંડ્યા છે ?’
‘જ્યુ, જીવનભર સરવાળા બાદબાકી જ ચાલતાં હોય છે ને ?’
‘અરે, તમ તમારે જોતા રે’જો ને…. આપણો ગીતેશ.. કાલે સવારે તમારી હારોહાર ઊભો રે’શે ને પછી તો આપણે બેય સા..વ.. નફિકરાં થઈને સુખનો રોટલો ખાશું.’ જ્યા સુખદ ભવિષ્યનાં સ્વપ્નમાં ખોવાઈ જતી અને વિજય વિચારોમાં ડૂબી જતો.

યુનિવર્સિટીમાં સારા માર્કે ગીતેશને નસીબે યારી આપી હોય તેમ ન્યુયોર્કની એક કંપનીમાં નોકરી મળી અને મા-બાપના સજળ આંખે આશીર્વાદ લઈને એ ત્યાં પહોંચી ગયો. નવી દુનિયા… નવો દેશ…. નવું વાતાવરણ.. શરૂઆતમાં તેને થોડો સંકોચ થતો હતો પણ ધીમે ધીમે બધું ફાવી ગયું. વિદેશ વસતાં સંતાનોની જેમ ‘ઈન્ડિયા’ વસતાં મા-બાપને મહિને એકાદ બે ફોન કરીને રાજી કરી લેતો. ધીમે ધીમે એ પણ ભૂલાતાં ગયાં અને અમુક નઠારા મિત્રોની સોબતની અસર થવા લાગી. ન્યુયોર્કની ઝગમગતી નાઈટ કલબ અને સુરા અને સુંદરીના રવાડે ચઢી ગયેલા ગીતેશની તબિયત એકદમ કથળવા લાગી. મા-બાપેને ખબર પણ પડવા દીધી નહિ. કંપનીની નોકરી છૂટી ગઈ. ગીતેશ ફૂટપાથ ઉપર રખડી આથડીને દિવસો વીતાવવા લાગ્યો. સ્વદેશ પાછા ફરવાના પૈસા નહોતા. – હિંમત પણ નહોતી. મા-બાપે બનતા પ્રયાસ કરી જોયાં…. ગટુની ક્યાંય ભાળ મળી નહિ. કોઈક પરિચિત મારફત વિજયને જાણવા મળ્યું કે ગીતેશ હવે સરકારી પાગલખાનામાં છે.

…. અને ગટુના નામની માળા જપતી જ્યાએ જ્યારે દેહ છોડ્યો ત્યારે વિજય ઉપર આભ તૂટી પડ્યું. તેને નદીનાળાંમાં કૂદીને જીવન ટૂંકાવવાની ઈચ્છા થઈ પણ જ્યાનો આત્મા અંતરિક્ષમાંથી તેને વારતો હતો… ‘તમે હિંમત ન હારશો.. ન કરે નારાયણ ને ગટુ કાલે સવારે પાછો આવે તો તમારી ઓથ તેને મળવી જોઈએ ને?’

આજે તો એ ઘટનાને ય વર્ષોના વહાણાં વીતી ગયા. જ્યારે સધિયારો આપ્યા પછી તે જીવનની વરવી વાસ્તવિકતાઓ વિશે વિચારતો થયો. કોઈક શુભેચ્છકે તો તેને પુનર્લગ્ન કરી લેવા પણ સમજાવી જોયો પણ વિજયે એ વિચાર જ ફગાવી દીધો. ત્યારબાદ અનેક પ્રસંગોએ તેને પોતાની એકલતા સતાવતી હતી. આજે તો જુવાની છે પણ શરીરનો શો ભરોસો ? પોતાનું કહી શકાય એવું કોઈક તો હોવું જોઈએ ને ? એવામાં તેને એક અનાથાશ્રમની મુલાકાત લેવાની તક મળી.

સંસ્થાના વાર્ષિકોત્સવ નિમિત્તે આમંત્રિત અનેક મહેમાનોની જેમ વિજય પણ ત્યાંના કાર્યક્રમમાં હાજરી આપવા ગયો હતો. સંસ્થામાં બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જોઈ તે ખુશ થયો. તેઓએ જાતે બનાવેલી કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન સરસ હતું. છેવટે એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભજવાયેલી બાળનાટિકામાં શ્રવણનું મુખ્યપાત્ર ભજવનાર પાંચ વર્ષના કલાકાર રૂદ્ર નો અભિનય ખૂબ અસરકારક લાગ્યો. કાર્યક્રમ પૂરો થયા પછી વિજય સંસ્થાના મૅનેજરને મળ્યો અને પોતે રૂદ્ર ને દત્તક લેવા માગે છે એમ કહ્યું. મૅનેજરે એ માટેના નિયમો તેને સમજાવ્યા અને અરજીપત્રક ભરવા આપ્યું. અરજીપત્રકની વિગતોની ઝીણવટપૂર્વક ચકાસણી થઈ જાય અને બધું બરાબર લાગે તો જ બાળકનો કબજો સોંપાય. વિજયને એમાં વાંધો નહોતો. તેણે પત્રક ભરી દીધું અને નિયમાનુસાર ડિપોઝીટ પેટે થોડી રકમ પણ જમા કરાવી. ત્રણેક અઠવાડિયા પછી મૅનેજરે બધી વિધિ પતી ગઈ હોવાની વિજયને જાણ કરી.

વિજયનો હરખ સમાતો નહોતો. તેણે સરસ કપડાં, રમકડાં અને મીઠાઈ લીધાં અને ગાડી લઈને રૂદ્રને તેડવા પહોંચી ગયો. સંસ્થાનાં સેવાભાવી બહેનોએ રૂદ્રને નવડાવીને તૈયાર કરી દીધો હતો. મૅનેજરની ઑફિસમાં વિજય બેઠો હતો. બહેનો અને મૅનેજરની સૂચના પ્રમાણે રૂદ્ર વિજયને પગે લાગ્યો. વિજ્યે તેને મીઠાઈ ખવડાવી. છેવટે બધાની વિદાય લઈને તેઓ ઘરે આવ્યા…. રૂદ્ર નવી દુનિયામાં ગોઠવાતો ગયો. તેને માટે ઘરમાં કોઈ મમ્મી નહોતી. પપ્પા રોજિંદા કામકાજમાં વ્યસ્ત રહેતા… સ્કુલમાં તેને અમુક મિત્રોની સાથે રમવાની મજા પડી. આમ જોતજોતાંમાં બે દસકાં વીતી ગયાં. વિજયનું શરીર હવે લથડતું હતું. અવારનવાર તેને સારવાર માટે હૉસ્પિટલમાં જવું પડતું હતું. તેના અમુક સ્વાર્થી સગાંઓની કાનભંભેરણીથી રૂદ્ર ધીમે ધીમે ઘર પર અને નાણાંની લેવડદેવડ પર પકડ જમાવતો થઈ ગયો હતો. એવામાં તેને પણ વિદેશમાં વસવાની તક સામે ચાલીને આવી.

વિદેશમાં વસતા ગુલાબચંદ શેઠ પોતાની એકની એક સ્વછંદી પુત્રી રશ્મિનું માગું લઈને રૂદ્રને મળ્યા. રૂદ્ર અને રશ્મિ તો એકબીજાને ગમી ગયાં પણ રશ્મિએ રૂદ્રને ઘરજમાઈ તરીકે રહેવાનો જ આગ્રહ કર્યો. વિજયને એ સૂચન અવ્યવહારુ લાગ્યું. તેણે રૂદ્રને સમજાવી જોયો, ‘બેટા, મારી અવસ્થા થઈ. તું પરદેશ રહે તો અહીં મારી દેખભાળ કોણ કરે ?’
‘પપ્પા, નર્સ રાખી લેવી. ખર્ચ અમે આપી દેશું…. બાકી તમારે માટે મારે ભવિષ્યનાં સુખનો ભોગ આપવો એ વળી ક્યાંનો ન્યાય ? રૂદ્રએ જવાબ આપ્યો.
‘ના બેટા, હું એમ ક્યાં કહું છું?’ પણ તું રશ્મિની સાથે અહીં રહે તો મારીય આંખ ઠરે ને ?’
‘એટલે અમારે તમારા ગમા-અણગમાની જ ચિંતા કર્યે રાખવાની, એમ જ કહોને…. રશ્મિ પરદેશમાં જ ઊછરી છે એટલે તેને અહીં ન ફાવે. હા, તમે અમારી સાથે આવી શકો અથવા અમે વરસે બે વરસે આવીને મળી જઈશું.’

વિજયની આંખે અંધારાં આવી ગયાં. પોતે રૂદ્ર માટે સેવેલાં સપનાંનો મહેલ કડડભૂસ થતો લાગ્યો. પોતે તો હવે આ ઢળતી ઉંમરે પરદેશ જઈને રહી શકે એમ નહોતું. છેવટે મનને મારીને તેણે રૂદ્રને રજા આપી. એ ગયો. એકાદ બે વર્ષ તો રૂદ્ર-રશ્મિએ ઔપચારિક સંબંધ જાળવ્યો પણ ધીમે ધીમે એ પણ આથમી ગયો. વિજયની દુનિયા ઉજડી ગઈ.

આ વાતને ય એકાદ દસકો વીતી ગયો. તેણે પોતાના જેવા સમદુખિયાઓ વચ્ચે શેષ જીવન ગાળવા ‘જીવનસંધ્યા’ ના સંચાલકોને જ તેની દેખભાળ કરવાનું સોંપીને તે ચિંતામુક્ત થઈ ગયો.

રોજ સવાર સાંજ આ રીતે તે સામેના દરિયાકાંઠે ટહેલવા જતો. ત્યાં આનંદકિલ્લોલ કરતા પરિવારોને અને તેઓનાં બાળકોને જોઈ રહેતો. તેઓની મસ્તીમાં તેને જય દેખાતી… ગટુ દેખાતો… અને રૂદ્ર પણ દેખાતો… સમય થયે દૂરની ક્ષિતિજમાં સૂર્ય અસ્ત થયો. તેને થતું કે એક દિવસ પોતે પણ….

…. વળતે દિવસે હૉસ્પિટલના મૉર્ગમાં વધુ એક બિનવારસ લાશ ખડકાઈ ગઈ.

Advertisements

11 responses to “સમીસાંજે – દિગંબર સ્વાદિયા

 1. O My God!!
  Tears jsut ran out of my eyes… very heart-touching story… from this children should learn something, all the kids of Vijay Bhai, left him, what a shame! And at the end, He dies without feeling like he lived his life with his family.

  thanks for such a great story.

 2. Aaj ni pedhi mate aa ek sachot story che. Koi potana dur thava thi ketlu dard thay che teno ehsas aa story karavi jay che. Good Story.

 3. A heart touching stroy. hope this is true for nobody.

 4. સ્મિતનું ડૂસકું સ્વાભાવિક ખેદનું બન્યું ! કહેવાયું છે કે :
  ખુશ્બૂ આ નહીં સકતી કભી કાગઝ કે ફૂલોં સે !..ઈશ્વર કોઇને જિંદગી આવી ન
  આપે !

 5. omg. that was very sad… i hopw this never happens to anyone. but how can a person be so heartless!!!

 6. Dear Digamberbhai,
  Very nice story! Keep it up. Thank you for this and I am able to get this new web site from you.
  Thank you.
  anil

 7. DEAR DIGAMBARBHAI,
  READ UR STORY, IT’S REALLY TOUCHY.
  PALLAVI[WRITER IN GUJARATI HUMOUR]

 8. tamari vvrta vvnchi ne lagiyu ke satya hakikat per aadharit che.khubaj sari rite express kariue che.abhinanden.

 9. Dear Readers,

  To set long term goals & achieving it is the essence of life. Knowledge of duties & actions of “Sanyasashram” leads to “MOKSHA” is the forgotten essence of life, needs to be surfaced.

  “Jeevan sungarshmay bhale hoy, anandmay hovoo jaroori chee”

  Along the journey, the struggle of survival also generates “HAPPINESS”, discharging duties through the journey also is “MOKSH” while leaving.

  Story is window of life to look beyond time , that effects everyone.

  Greetings to Shri Digamber Swadia for such wonderful creation.

  S.P Mehta
  Tel: + 971 50 657 2834

 10. પિંગબેક: Madhpudo » Blog Archive » સમીસાંજે- દિગંબર સ્વાદિયા

 11. Really, heart touching story !!!

  Thanks.