મણિયારો – લોકગીત

હાં……..મણિયારો તે મણિયારો તે,
        હલુ હલુ થઈ રે વિયો રે…. (2)

        મુઝા દલડાં ઉદાસીમાં હોય રે,
        છેલ મુઝો, વરગાણી મણિયારો,
        હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો તે કળાયેલ મોરલો રે (2)
        કાંઈ હું રે ઢળકતી ઢેલ રે,
        છેલ મુઝો, વરગાણી મણિયારો…. મણિયારો.

હાં……..મણિયારો તે મહેરામણ મીઠડો (2)
        કંઈ હું તો સમદરિયાની લહેર રે,
        હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો જી અષાઢી મેહુલો રે (2)
        કાંઈ હું તો વાદળ કેરી વીજ રે,
        હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..અણિયાળી રે ગોરી તારી આંખડી રે,
        હાં રે આંજેલ એમાં મેશ રે,
        હેલ મુઝો, વરણાગી મણિયારો,
        હેલ મુઝો, હાલારી મણિયારો… મણિયારો.

હાં……..મણિયારો તે અડાબીડ આંબલો ને,
        કાંઈ હું રે કોયલડીનો કંઠ રે,
        છેલ મુઝો, હાલારી મણિયારો,
        હે છેલ મુઝો, પરદેશી મણિયારો… મણિયારો.

હાં……..પનિહારીનું ઢળકતું બેડલું રે (2)
        કાંઈ હું રે, છલકતું એમાં નીર રે,
        છેલ મુઝો, વરણાગી મણિયારો,
        છેલ મુઝો, હાલારી મણિયારો…. મણિયારો.

Advertisements

3 responses to “મણિયારો – લોકગીત

 1. Need more Lokgeeto. This is Kachhi Lokgeet. v.good.

  Neela

 2. khub gamyu. avi j rite vadhu gujrati geeto ane lokgeeto j lamba samay thi vachya k samblya nathi te apta raho to anand thashe

 3. Dear Mr. Mrugesh Shah,
  I came to know from Chitralekha about this website, and now I am a regular visitor of the same. Being a lover of Gujarati language and literature, I am enjoying each part of the website. It is realy an innovative method to make available rich gujarati literature to the people.
  Lokgeet are gradually becoming unknown to people. So please keep on puting them on the site.
  Prof.(Dr)Pankaj Trivedi