સંવેદિતા – દિનેશ ગજ્જર

[રીડગુજરાતીને આવી સુંદર કૃતિઓ રચી મોકલવા બદલ શ્રી દિનેશભાઈ ગજ્જરનો (બૅંગલોર) ખૂબ ખૂબ આભાર. ]

….ત્યારે કહેજો.

વાદળા સાથે મોકલ્યો છે સંદેશો મળી જાય ત્યારે કહેજો
ચમકતી વિજળી જ્યારે મન તમારું કળી જાય ત્યારે કહેજો.

આ ચાંદ-તારા જોઈ રહ્યાં છે રાહ આપણા મિલનની
બસ આ નઠારો સૂરજ ઢળી જાય ત્યારે કહેજો

પાંપણ પર પડ્યો છે પથરાયેલો સપનાનો કાફલો
રખેને તણાઈ જાય એ બધું, આંખ ઝળહળી જાય ત્યારે કહેજો

વસંતનું વાવેતર મેં કરી દીધું તમારા દીલમાં, મંઝીલમાં
બસ ઉદાસીની પાનખર એના દેશ વળી જાય ત્યારે કહેજો

એવી સંવેદિતા છે આપણી વચ્ચે કે આંખ મારી પલકારા તમારા
મારું આકાશ વરસે અને ત્યાં પ્રેમ પલળી જાય ત્યારે કહેજો

હું ચાહીશ તમને મન મૂકીને અનંત યુગોના અંત સુધી
તમે પણ કોઈ અદમ્ય ઝંખના મનમાં સળવળી જાય ત્યારે કહેજો

વ્યાપી ગયા….

આંખોએ ઈચ્છ્યું કંઈક કહેવું અને ઈશારાઓ ક્ષણ બની વ્યાપી ગયા
ન પહોંચી શક્યા જે મંઝીલે તે સઘળા રણ બની વ્યાપી ગયા

એક પળ જો રહ્યો ગાફેલ તમારા સ્મરણ કરવા માત્રથી
તૂટી પડી ફરિયાદો અને તમારી યાદોના કણ ઘણ બની વ્યાપી ગયા

મનનો માહોલ ફિક્કો હતો જ્યારે તમારી ઉપસ્થિતિ નહતી.
આવ્યા તમે તો સર્વત્ર સુગંધના સ્ત્રોત વળગણ બની વ્યાપી ગયા

સર્જન થયું સૃષ્ટિનું અનંત યુગો બંધાયા એકબીજાથી
તમે બન્યા પ્રેમકથા અમે અવતરણ બની વ્યાપી ગયા.

Advertisements

22 responses to “સંવેદિતા – દિનેશ ગજ્જર

 1. Bahuj Sundar!!!!!!
  Great!!!!!

 2. Dharmendra

  it is really very good.

 3. Dharmendra S Patel

  waah!!!!!! Dinesh ……..waah!!
  Aflatoon

 4. Chintan Patel

  Very Coooooool Boss, Keep it up.
  “Saru Chhe”!!!

 5. khubaj sundar kavya chhe

 6. Manish B Patel

  hi DBG,
  it’s really great.keep it up.

 7. Manish B Patel

  hi DBG,
  it’s fantastic. i didn’t know that you write poem. keep going on.

 8. કાવ્યો વાંચી પ્રેમ પલળ્યો !…આભાર કવિ !

 9. સાત્વિક શાહ

  ભાવો માં ઉત્તમ એવો પ્રેમ જ્યારે સુકી નદી થઇ ગયો, ત્યારે દુષ્કાળ બાદના પ્રથમ વરસાદ બની વરસેલી તમારી ભાવભીની પ્રેમ ભાવના ને હું હૃદયના ઉંડાણથી હું અભિનંદન પાઠવું છું.

 10. Mukesh Lahori

  Wha kavi saheb …..
  did’nt knew about this talent of urs …

 11. વાહ! દિનેશ વાહ!
  કેટલી સુન્દર કવિતાની પંકતિઓ લખી છે.
  ધન્યવાદ.

 12. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

  સુંદર પંક્તિ ઓ વાંચી ને આનંદ થયો….. અભિનંદન..

 13. Mehul Khatri

  Hi Dinesh,

  Great !!! I was not knowing your this talent

 14. great creation from the great person.
  It is dammmmm goooooooooooood.
  Keep it up.

 15. Pingback: Hardik Tank’s Blog » Blog Archive » વ્યાપી ગયા….

 16. Pingback: Hardik Tank’s Blog » Blog Archive » ….ત્યારે કહેજો

 17. પૂર્વી ગજ્જર

  દિનેશભાઇ,

  શબ્દોને તમે સર કરી ગયા,
  ક્ષણમાં જ મનને મ્હાત કરી ગયા,
  સમયે જે શીખવ્યું તમને,તેમાં જ ઘર કરી ગયા.

 18. હું ચાહીશ તમને મન મૂકીને અનંત યુગોના અંત સુધી
  તમે પણ કોઈ અદમ્ય ઝંખના મનમાં સળવળી જાય ત્યારે કહેજો….ketli strong feelings darshavi chhe?…really its great..!..akhu kavy ekdam sundar chhe..

 19. Very nice!!!
  After long time …i read that kind of kavita…

  Keep it up…

 20. Wow ! Hats off to you Dajjar

 21. Pingback: Hardik’s Blog » Blog Archive » ….ત્યારે કહેજો

 22. Pingback: Hardik’s Blog » Blog Archive » વ્યાપી ગયા….