પહેલો વરસાદ – સંકલન

rain

[સમગ્ર દક્ષિણ ભારત, ગોવા, પૂના, એ પછી મુંબઈ અને આજે વડોદરામાં વર્ષારાણીના આગમન થયાં છે તો આપણે એમને વધાવવા તો પડશે જ ને ! મોસમના પહેલા વરસાદે ધરતીને મઘમઘતી કરી મૂકી છે. બુધવારની સાંજે આ લખાય છે ત્યારે સોસાયટીમાં બાળકો વરસાદમાં નાહી રહ્યા છે, વૃક્ષો આનંદમાં ડોલી રહ્યા છે, બધાએ ડિનરના મેનુને બદલીને ગરમાગરમ ભજિયાં અને ગોટાનો પોગ્રામ ગોઠવી દીધો છે. સંપૂર્ણ પ્રકૃતિ નિખરી ઊઠી છે ત્યારે આપણે પણ ભીંજાયા વગર કેમ રહીએ ? – મૃગેશ શાહ (આ કાવ્યો ટાઈપ કરી મોકલવા બદલ મુંબઈના શ્રીમતી નીલાબહેન કડકિયાનો ખૂબ ખૂબ આભાર) ]

પહેલા વરસાદનો છાંટો – અનિલ જોષી

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….
વેંત વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને
જીવને ચઢી ગઈ ખાલી રે…

સાસ ને સસુરજી અબઘડી આવશે
કાશીની પૂરી કરી જાત
રોજીંદા ઘરકામે ખલેલ પહોંચાડે મુને
આંબલીની હેઠે પડ્યાં કાતરા રે….

પિયુજી છપરાને બદલે જો આભ હોત
બંધાતી હોત હું યે વાદળી રે…
માણસ કરતાં જો હોત મીઠાંની ગાંગડી
ચાંટો વાગ્યો ને જાત ઓગળી રે…

પહેલા વરસાદનો છાંટો મુને વાગીયો હું
પાટો બંધાવા હાલી રે….

ભીનું ભીનું અંધારું – વેણીભાઈ પુરોહિત

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભ
એની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમા
તું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાં
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

ભીની ભીની ઢેલડને, થનગનતો મોર
કેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમા
મોસમ છે મદઘેલી તરવરિયા તાલમાં
ગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાં

મચકાતી મસ્ત હવા લચકાતી લ્હેર
એનાં મુજરામાં રંગ છલોછલ – હો મારા વાલમા
વાંકી ચૂંકી વાંકી ચૂંકી રમતી રે વાલમા
મીઠું મીઠું ઘેન મારા ચિત્તડાની ચાલમાં

ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમા
સપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં

Advertisements

6 responses to “પહેલો વરસાદ – સંકલન

  1. The photograph conveys it all….the first rain lets us all connect with simple childlike pleasures of life.

  2. very nice poem with excellent narration of dream village.

  3. બંને કાવ્યો ખૂબ જ સુન્દર છે.નીલાબહેનનો કાવ્ય સંગ્રહ દાદ માગે એવો છે !
    સાભાર આનંદ ! “મેહુલિયો” કાવ્ય પણ જોવા જેવું છે !

  4. પિંગબેક: મોરપિચ્છ » Blog Archive » આકાશનું ગીત - અનિલ જોશી

  5. પિંગબેક: આકાશનું ગીત - અનિલ જોશી « મોરપિચ્છ

  6. પિંગબેક: ટહુકો.કોમ » આકાશનું ગીત - અનિલ જોશી