તારો શું ખ્યાલ છે – ‘મરીઝ’

એક જ જવાબ દે મારો એક જ સવાલ છે;
આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે.

વર્તમાનમાંથી નીકળી ભાવિ તરફ જવું,
બાકી કશી જીવનની ગતિ છે ન ચાલ છે.

આ આજના ભરોસે મને માન આપ ના,
કોને ખબર કે શું મારી આગામી કાલ છે.

પૂરાં કરો વચન જે દીધાં આજકાલનાં,
મારીય જિંદગાની હવે આજકાલ છે.

બસ એક નજર સચેત – તો વૈભવ બધા મળે,
બસ એક નજર ચૂકો તો બધું પાયમાલ છે.

એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે.

Advertisements

3 responses to “તારો શું ખ્યાલ છે – ‘મરીઝ’

 1. ur website is simply excellent. i wud appriciate if u put more poems of other poets also..
  thanx.

 2. એવા કોઈ વિરાટની સંગત મળે તો વાહ,
  જે પોતે દીન હોવા છતાં પણ દયાલ છે
  Excellent ! Marizbhai Excellent!
  Marizbhai ni kai ketali Gazalo khoob sunder chhe. Antar na undaan nu dard ane philosophy pan chhe

 3. this reminded me of the Gujarati drama “MARIZ” that I saw a year back at mumbai. You could add, if practicable, the brief life sketch of the Shayar alongside or thru a link with his most popular and famous creations. A big thank you and good wishes for prosperous life and living.