શાનદાર – સૈફ પાલનપુરી

હોઠો હસી રહ્યા છે અને અશ્રુધાર છે;
મારા વિશે આ મારો અનોખો પ્રચાર છે.

અવકાશ જો મળે તો તમે આ વિચારજો,
યૌવનની ભૂલ એક સરસ યાદગાર છે.

ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.

બચપણ પછી યુવાની, યુવાની પછી ઉમંગ,
કેવો સરળ ને છાનો તમારો પ્રચાર છે.

વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.

પગલાંઓ મારાં મેં જ ભૂંસ્યા કે ભરમ રહે,
વાતાવરણ કહે કે કોઈ આવનાર છે.

ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે ?

કહેવું પડ્યું ઢળેલાં નયન જોઈને આ ‘સૈફ’
જે પ્યારમાં મળે એ પતન શાનદાર છે.

Advertisements

5 responses to “શાનદાર – સૈફ પાલનપુરી

 1. ઊજવી શકાય એવા પ્રસંગો નથી રહ્યા,
  મૃત્યુને માટે કેવો સરસ આવકાર છે.

  -શાનદાર વાત…

  -વિવેક

 2. mrugeshbhai aapno ghno ghno aabhar ane abhinandan aawnari gujrati pedhi tamne hamesha yad karshe ishwar tamne lambu aayushya aape tevi hadya purwak prathna
  khoodahafeez

 3. mrugeshbhai I think this is very nice way to provide such amazing and intersting sahitya online. I always try to find some good and nice gujarati kavita. Thanx for your try.

 4. Mughesh Bhai, Saif Palanpur ek sundar ghazalkaar. Aa temni Atishay sundar krutee chhey.

 5. વિશ્વાસ હું મૂકું છું બધા માનવી ઉપર,
  વર્ષોથી મારો પ્રિય વિષય અંધકાર છે.

  ઉપકાર પણ કરીને ઢળી જાય છે સદા,
  આંખો ઉપર ખુદાને ખબર શેનો ભાર છે ?

  Such souls should have the best happiness of the world. Thank u mrugeshbhai for giving Saif space on your site.