સાહિત્ય જનસમુદાય – હિમાંશી શેલત

[ હૈદ્રાબાદમાં 2005 દરમિયાન યોજાયેલ ભારતીય લેખિકાસંમેલનમાં થયેલ અનૌપચારિક ચર્ચાની લેખિકા શ્રીમતી હિમાંશીબહેન શેલતે કરેલી નોંધ ]

ટેલિવિઝન જેવા માધ્યમે સામાન્ય પ્રજાની સામે અવાસ્તવિક છતાં જોવા ગમે એવાં થોકબંધ સપનાંઓ ખડાં કરી દીધાં છે. સૌંદયના માપદંડો, જે નથી તે સર્જવામાં પ્રસાધનોનો ઉપયોગ, ભૈતિક સમૃદ્ધિનું પ્રદર્શન કરી શકે એવાં ઉપકરણો સતત આંખ સામે ઝૂલતાં રહીને એક આકર્ષક, તોયે આભાસી સૃષ્ટિ ઊભી કરે છે. આપણી ટીવી સિરિયલમાં જે દેખાડવામાં આવે છે એ જીવન સરેરાશ ભારતીય કુટુંબો જીવતાં નથી. રાતદિવસ લગ્નના રિસેપ્શનમાં હોય એવા ઠાઠવાળી વહુઓ અને દીકરીઓ, રંગેલા વાળવાળી, કરચલી વિનાના ચહેરા અને સાડીવાળી, મોંધાદાટ અલંકારો સજીને ધરમાં રાજ કરતી માતાઓ, સાસુઓ અને દાદીમાઓ જોઈ-જોઈને દર્શકોની આંખે પડ ચડી ગયાં છે. – રેશમી, બનાવટી, સુખની ઝંખનાનાં પડ. એમની આંખો હવે વાસ્તવિકતા જોવાની શક્તિ ખોઈ બેઠી છે. આ આંખો પાસે વાંચવાનું કામ કરાવવું બહુ કપરું છે.

સાહિત્યના પ્રભાવને ક્યાં શોધવા જઈશું ? એક નાનકડો વર્ગ છે, જેને શબ્દ સાથે હજી નિસ્બત છે. સામાજિક જીવનના પ્રચંડ ખળભળાટને પ્રતિબિંબિત કરતી રચનાઓ હવે ટીવીને પડદે ભાગ્યે જ મળશે. એવું સુક્ષ્મ અને ગહન કોઈને જોઈતું નથી. અને સિરિયલમાં સ્ત્રીઓને પુસ્તકમાં ડૂબેલી આપણે કેટલી વાર દીઠી ? એ પાત્રોનાં ચિત્ત તો સંપત્તિ અને વ્યક્તિ પર કાબૂ મેળવવાના પ્રપંચોમાં ગૂંથાયાં છે. આપણે શું આવું જીવીએ છીએ ? ઉત્તર નકારમાં આવવાનો, અને છતાં જે જીવનશૈલી આપણને પરિચિત નથી એનું આવું મજબૂત સમર્થન શા માટે થઈ રહ્યું છે ?

નવી પેઢીને એના સાહિત્યિક વારસાનો કશો જ ખ્યાલ નથી. બધી ભાષાઓ માટે ઓછેવધતે અંશે આવી સ્થિતિ પ્રવર્તે છે. પોતાની ભાષામાં રચાયેલ ઉત્તમોત્તમ કૃતિઓને આ પેઢી ઓળખતી નથી, અને વર્તમાનમાં રચાયેલ કૃતિઓને આ પેઢી અડકતી નથી. ટૂંકમાં લખાયેલા શબ્દ સાથે એનો સંબંધ મર્યાદિત છે.

આ તમામ પરિબળોનો સીધો સંબંધ વ્યાપાર અને બજાર સાથે છે. સમકાલીન રાજકીય અર્થકારણ (પૉલીટીકલ ઈકોનોમી) ઘણાં પરિબળોને ઘડે છે; સાહિત્યસર્જન એનાથી અલિપ્ત નથી. સપાટી પર રહેતું સુંવાળું લેખન પસંદ થાય છે એ હકીકતને પરિણામે નવી દિશાઓ શોધવાને બદલે સ્વીકૃત અને પરંપરાગત વિષયો તેમ જ અભિવ્યક્તિઓનો આધાર લેવાય છે. રાજકીય ચળવળો, ઊંઘ હરામ કરી દે એવી સાંપ્રત ઘટનાઓ કે માનવઅસ્તિત્વને સ્પર્શતા વૈશ્વિક પ્રશ્નોને હાથ પર લેવાનું નારીસર્જકો ભાગ્યે જ પસંદ કરશે. આ પ્રકારનું સાહિત્ય સર્જવા માટે જે પરિભ્રમણ, અભ્યાસ અને સ્વતંત્રતા જોઈએ તે મેળવવાનું કામ એમને માટે મુશ્કેલ છે. કાળને ઓળંગી જતી, જનસમુદાયને સ્પર્શતી, હૃદયને આરપાર વીંધતી સાહિત્યકૃતિની રચના માટે જે ભોંય અને હવાપાણી અનિવાર્ય છે તે આજકાલ મળે છે ખરાં ?

Advertisements

5 responses to “સાહિત્ય જનસમુદાય – હિમાંશી શેલત

 1. hello mrugesh we really enjoy it.
  alaways reads

 2. સુરેશ જાની

  પ્રશ્ન યોગ્ય જ છે.
  પણ તેનો જવાબ શો? આપણે આ વિષે એક ચર્ચા શરુ કરીએ તો કેવું? ભાષાનું વાંચન યુવકોમાં વધારવાનો એક અભિગમ મૃગેશભાઇ અને સૌ બ્લોગરોનો છે.
  બીજા કોઇ વિકલ્પો વિચારીશું?
  મૃગેશભાઇને વિનંતિ કે અહીં એક ચર્ચા ચોરા જેવું પ્લેટફોર્મ મળે તેવું કંઇક કરો, જે તરત ખોલી શકાય અને કોઇ લેખ સાથેની કોમેંટની જેમ તે મર્યાદિત ન હોય.
  ફોર એસ.વી એ આવું કંઇક ‘વાતચીત’ વિભાગ દ્વારા શરુ કર્યું છે. તમે પણ આવું કરો તેવી નમ્ર વિનંતિ. જેથી અમે વાંચકો આવી બાબતોમાં વિચારતા થઇએ અને કંઇક પોતાનું પ્રદાન કરતા થઇએ .

 3. very true. we don’t see TV. here in USA no one can stay without watching news. but me and my husband like to see “Chanakya”, “Mahabharat”. we most of time reads swadhyay’s books and tatvagyan that tells us about our vedic culture, our “Utasavo”, ved, Geeta, upnishad, smruti, shruti etc. this reading gives me new look at the life. There is only violence news in news papers and on channels, which only spoils life.

 4. હિમાંશીબેન,

  આ સવાલ થવો પણ આશાની નિશાની છે.
  ટી.વી, મોબાઇલ અને કમ્પ્યુટર જોર સામે આપણે ત્યાં વાસ્તવિક્તા, વાંચન, વિચાર અને વ્યક્તિગત ગુણવત્તાનું જોર ઘટતું જાય છે. આ ઘસારો પરદેશમાં પણ તેટલો જ સક્રિય છે કદાચ ઘણો વધારે. નવું લખાય તો ઉત્તમ પરંતુ અગાઉ લખાયેલું ગાંઘી કે કાકાસાહેબ કાલેલકરનું રોજ બરોજની જિદગીને સ્પર્શતું સાહિત્ય પણ વંચાતું નથી.આ પરિસ્થિતી માત્ર આપણે ત્યાંની નથી પણ પરદેશમાં પણ આ જ હાલ છે. ફરક એટલો કે અહીં રોજની ટ્રેનની મુસાફરી દરમિયાન ફાંફા મારવાને બદલે લોકો નવલકથા કે ગોસિપ વાંચતા હોય છે એટલે વાંચન તો છે પણ નાં કરવા જેવું. આપણે ત્યાંની સ્થિતી આપણને વધુ ગંભીર લાગે કારણ આપણું માનવધન વેડફઇ જવા જેટલું મામુલી નથી. વિશ્ર્વની સરખામણીમાં આપણાં દેશનાં માણસોની શક્તિ, સાહસ અને સહન કરવાની તાકાતનો સરવાળો તેની અદમ્ય ક્ષમતા છે. જો આપણી આંખો સામે ટીવીને કે માત્ર સપનાઓનાં બદલે ધ્યેય અને દિશા હોય તો આપણે ક્યાંનાં ક્યાં પહોંચી શકીએ તેનો આપણને ખુદને અંદાઝ નથી. પરંતું આધુનિક યુગની સગવડો વચ્ચે આપણી નવી-જૂની દરેક પેઢી માનસિક પ્રદુષણથી પિડાય છે. તમારા જેવા સક્રિય સાહિત્યકારો અને સિધ્ધાંતવાદી લેખક – પત્રકારો આનો ઇલાજ થાક્યા હાર્યા વગર કરતાં રહે તો શક્ય છે કે પરિસ્થિતી બદલાય અથવા તો બગડતી અટકે.

 5. Mrugeshbhai,
  The question is really serious. Gujarati Literature is no doubt very potential but youngsters don’t read that-may be because of a generation gap, books are least attractive as publishers neither spend much for the books nor the authors as well . In U.S, children do able to speak Gujarati but they can’t read. It is something like DIVA TALE ANDHARU. I will be very happy if we will make them interested to read Gujarati Literature.