તમે જ તમારું અજવાળું – સુધા મૂર્તિ

sudha murty[ ‘મનની વાત’ અને ‘સંભારણાની સફર’ નાં લોકપ્રિય લેખિકા શ્રી સુધાબહેન મૂર્તિની કલમે તાજેતરમાં લખાયેલ અંગ્રેજી પુસ્તક ‘The Old Man and his God’ ને અમદાવાદના શ્રીમતી સોનલબહેન મોદીએ ‘તમે જ તમારું અજવાળું’ સ્વરૂપે ગુજરાતી વાચકો સમક્ષ હંમેશની જેમ મુક્યું છે. સુધાબહેનના જ જીવનમાં બનેલ પ્રસંગોનો આ પુસ્તકમાં ભાવાનુવાદ આપવામાં આવ્યો છે. ‘ગુજરાત સમાચાર’ માં આ કોલમ રવિપૂર્તિમાં પ્રકાશિત થઈને લાખો ગુજરાતી વાચકોના હૃદયમાં સ્થાન પામી છે. ખુબ સુંદર જીવનપ્રેરક પ્રસંગો ધરાવતું આ પુસ્તક ખરેખર બધા ગુજરાતીઓએ વાંચવા અને વસાવવા જેવું છે. શ્રીમતી મૂર્તિના આ તમામ પુસ્તકોની રૉયલ્ટીમાંથી પ્રાપ્ત થતી રકમ કિડની હૉસ્પિટલ તેમજ અન્ય જરૂરિયાતવાળી સંસ્થાઓને આપવામાં આવે છે. અત્યાર સુધી 15 લાખથી વધુ રકમની મદદ આ રીતે પહોંચાડી શકાઈ છે. આ ગંગા અવિરત વહે જ જાય છે. આ પુસ્તક મંગાવવા માટે પ્રકાશન કંપનીને સંપર્ક કરો. ફોન : +91-79-25506573 ]

[નોંધ : રીડગુજરાતીને આ લેખ પ્રકાશિત કરવા માટેની વિશેષ પરવાનગી આપવા બદલ શ્રીમતી સુધાબહેન મૂર્તિ, શ્રીમતી સોનલબહેન મોદી તેમજ પ્રકાશન કંપની ‘આર.આર. શેઠ’ નો હૃદયપૂર્વક આભાર.]

****************

( ભારતના સોફટવેર ક્ષેત્રે ઈતિહાસ સર્જનાર, મારા પતિ શ્રી નારાયણ મૂર્તિના વિચારોમાં આમૂલ પરિવર્તન લાવનાર આ પ્રસંગથી ‘તમે જ તમારું અજવાળું’ ના શ્રીગણેશ કરું છું )

શ્રી મૂર્તિની ઉંમર ત્યારે પચીસેક વર્ષની હશે. ખૂબ જ શરમાળ અને આદર્શવાદી યુવાન ! ફ્રાંસમાં ‘સેસા’ નામની કંપનીમાં તેઓ નોકરી કરતા હતા. પેરિસના નવાનકોર ‘ચાર્લ્સ-દ-ગોલ’ ઍરપૉર્ટ પર વિમાનોમાં આવતા સામાન અંગેના સોફટવેર બનાવવાનું તેમનું કાર્ય. તે જમાના પ્રમાણે પગાર ઘણો સારો હતો. અત્યંત આદર્શવાદી હોવાને કારણે, જરૂરિયાત પૂરતાં નાણાં પોતાની પાસે રાખીને શ્રી મૂર્તિ અન્ય પૈસા પછાત દેશો માટે કાર્યરત હોય તેવી વિવિધ સંસ્થાઓને દાનમાં મોકલી દેતા. આવી જ સામ્યવાદી વિચારસરણીએ તેમને ભારત પરત આવવા પ્રેર્યા.

તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે પેરિસથી મૈસુર (પોતાને વતન) પાછા આવતાં, કાબૂલ સુધી તેઓ મોટે ભાગે ચાલતા અથવા કોઈ અજાણ્યા પ્રવાસીઓની ગાડીઓમાં લિફ્ટ લઈને તથા ભાગ્યે જ ટ્રેનમાં આવ્યા હતા. તે વખતે તેમને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે આ પ્રવાસ તેમના વિચારોમાં આમૂલ પરિવર્તન લાવશે !

શિયાળાની વહેલી સવાર હતી. યુરોપના બે સામ્યવાદી દેશો – યુગોસ્લાવિયા અને બલ્ગેરિયાની સરહદે ‘નીસ’ નામના ગામમાં તેઓ પહોંચ્યા. ઈટાલીથી વિવિધ પ્રવાસીઓની ગાડીમાં તથા ઘણુંખરું ચાલતા જ તેઓ અહીં આવી પહોંચ્યા હતા. રસ્તામાં જ તેમને ખ્યાલ આવી ગયો હતો, કે સામ્યવાદી દેશમાં ઠેરઠેર ચેકિંગ, પૂછપરછ થતાં હોવાથી નીસની બલ્ગેરિયાની રાજધાની ‘સોફિયા’ શહેર સુધી પહોંચવા માટે ટ્રેનની ટિકિટ કઢાવવી જ બહેતર રહેશે. તે સ્ટેશન પહોંચ્યા. ટ્રેન આવ્યા પછી બે કલાકે તો ઊપડી, કારણ એટલું જ કે એકેક પ્રવાસીઓના ઈમીગ્રેશન કાગળો – પાસપોર્ટ વગેરેનું લંબાણપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું – સામ્યવાદની બલિહારી ! શ્રી મૂર્તિ પોતાના કંપાર્ટમેન્ટમાં એકલા જ હતા. તેમની જેવી શાંત, શરમાળ તથા અંતર્મુખી વ્યક્તિને તો ભાવતું’તું ને વૈદે કીધું’ જેવો ઘાટ થયો. શાંતિથી ખૂણામાં બેસીને પોતાનું પુસ્તક કાઢીને તેમણે વાંચવા માંડ્યું.

ટ્રેન ઊપડવાની તૈયારી હતી ત્યારે જ એક પાતળી, ઊંચી, સોનેરી ઝૂલફાંવાળી રૂપાળી લલના તેમના કંપાર્ટમેન્ટમાં પ્રવેશીને તેમની બાજુમાં બેસી ગઈ. પણ મૂર્તિ જેનું નામ ! પુસ્તકમાંથી ઊંચું પણ ન જોયું. પેલી છોકરી પણ ગાંજી જાય તેવી ન હતી. સ્ત્રી માટે તો કહેવાય જ છે ને, ‘સ્ત્રીણાં અશિક્ષિતં પટુત્વં |’ કોઈ પણ દેશની સ્ત્રીને ચૂપ રહેવું પડે તે તો સજા લાગે ! ખરું ને બહેનો ? તે રૂપાળી છોકરીએ સામેથી જ વાતો કરવાની ચાલુ કરી. વાતવાતમાં તેને ખબર પડી કે શ્રી મૂર્તિ ભારતીય છે. તે જમાનામાં ભારતમાં પણ સામ્યવાદના લાલ વાવટા ફરકતા હતા, તેથી બંને વચ્ચે ગરમાગરમ રાજકીય ચર્ચા ચાલુ થઈ ગઈ. ધીમે ધીમે ચર્ચાનું સ્થાન અંગત વાતોએ લીધું.

છોકરી કહે, ‘હું બલ્ગેરિયાની રાજધાની ‘સોફિયા’ શહેરની છું. અમારી સરકાર તરફથી ‘કીવ યુનિવર્સિટી’માં પી.એચ.ડી કરવા માટે મને સ્કોલરશીપ મળી હતી. ત્યાં ભણતાં ભણતાં હું પૂર્વ જર્મનીના એક છોકરાના પ્રેમમાં પડી. અમે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.’

મૂર્તિને પણ વાતમાં હવે રસ પડ્યો. ‘તો પછી શું થયું ?’ સરકારે વાંધો લીધો ?’

છોકરી કહે, ‘અરે, લગ્ન કર્યાં એ જ પ્રોબ્લેમ થયો. અમારા દેશમાં લગ્ન કરવા હોય તો સરકારની પરમિશન લેવી પડે. એ પણ લીધી. પછી સરકારે એવો ફતવો બહાર પાડ્યો, કે મારે પી.એચ.ડી પતાવ્યા પછી બલ્ગેરિયામાં જ અમુક વર્ષ કાઢવાં પડે. મારા પતિને હજુ તો ભણવાનું બાકી છે. પૂર્વ જર્મનીમાં નોકરી પણ છે. તેથી કેટલાય વખતથી તે ત્યાં રહે છે અને હું અહીં. દર છ મહિને ફક્ત એક જ વાર તેમને મળી શકું છું. છ મહિને તે એકવાર આવે. સોહામણા લગ્નજીવનનું અમારું સ્વપ્ન, આ કઠોર સામ્યવાદી સરકારના નિષ્ઠુર કાયદાએ વેરવિખેર કરી કાઢ્યું છે ! મૂર્તિ જેવા એક અજાણ્યાની સાથે વાત કરતાંય છોકરી લાગણીશીલ બની ગઈ. તેની આંખમાં ઝળઝળિયાં જણાયાં.

છોકરીની આ વિકટ પરિસ્થિતિ જાણીને મૂર્તિને પણ લાગી આવ્યું. તેમનાથી બોલ્યા વગર ન રહેવાયું. ‘આ તે કેવી સરકાર ! મૂડીવાદ હોય કે સામ્યવાદ – લગ્ન, નોકરી તથા લાગણીની અભિવ્યક્તિ જેવી અંગત બાબતો પર તો માણસનો પોતાનો જ અધિકાર હોય ને ?!’

એ છોકરીની બાજુમાં ક્યારનોય એક છોકરો આવીને બેઠો હતો. બે-ત્રણ વખત તેણે પણ આ ચર્ચામાં ભાગ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાતો ફ્રેંચમાં ચાલતી હતી તેથી તેને ખાસ સમજણ પડતી નહોતી. થોડી જ વારમાં તે છોકરો બે યુનિફોર્મધારી, હટ્ટાકટ્ટા પોલીસમેનને લઈ આવ્યો. બેમાંથી એક ઑફિસરે મૂર્તિને કોલરમાંથી પકડીને રીતસર ખેંચ્યા. બીજો પોલીસ પેલી છોકરીને બાવડેથી ઝાલીને ચાલતો થયો. સ્ટેશન આવ્યું એટલે મૂર્તિને ટ્રેનમાંથી પરાણે ઉતારીને પ્લૅટફોર્મ પર એક નાનકડી કોટડીમાં લોક કરી દીધા. કોટડીય કેવી ! નામ પૂરતી બારી તથા ખૂણે એક ગંધાતી ચોકડી ! સંડાસ ગણો કે બાથરૂમ – ઠંડી તો કહે મારું નામ…. આ પરિસ્થિતિમાં પણ મૂર્તિને પેલી છોકરીની ચિંતા થઈ. તેમને તરત જ ખ્યાલ આવ્યો, કે આ જડ સામ્યવાદી દેશમાં નાગરિકોના હક્ક તથા ફરજોની ચર્ચાને જ તેમને આ પરિસ્થિતિમાં મૂકી દીધાં હતાં.

‘મારી ભૂલ ક્યાં થઈ ? ક્યાં સુધી મને આ લોકો આમ ગોંધી રાખશે ? મારા ભવિષ્યનું શું ? આ લોકો આ કાળકોટડીમાં મને મારી નાખશે તો મારા કુટુંબીજનોને ક્યારેય ખબરેય નહીં પડે !’ મૂર્તિને મૈસૂરનું પોતાનું ઘર યાદ આવ્યું. બાપુજી હમણાં જ રિટાયર થયા હતા. તેમને લકવાનો ઍટેક આવ્યો હતો. ત્રણ બહેનો પરણાવવી બાકી હતી. ગાત્રો થીજી જાય તેવી ઠંડીમાંય તેમને શરીરે પરસેવો થઈ ગયો. મિનિટોના કલાકો થયા. પાસપૉર્ટ સાથે ઘડિયાળ પણ પેલા ઑફિસર ખેંચી ગયા હતા. નેવુ કલાકથી પેટમાં અન્નનો દાણો ગયો ન હતો ! યુગયુગ જેટલો સમય વીત્યા પછી એક ઑફિસર એ કોટડીમાં આવ્યા. ફરીથી મૂર્તિને ઘસડીને પ્લૅટફૉર્મ પર લાવવામાં આવ્યા. જોડે એક સિક્યુરિટિ ગાર્ડને બેસાડવામાં આવ્યો. ટ્રેન આવી. મૂર્તિની સાથે એ સિક્યુરિટિ ગાર્ડ પણ ચઢ્યો !

‘તમારો પાસપૉર્ટ તમને ઈસ્તમ્બૂલ પહોંચ્યા પછી જ આપવામાં આવશે –’ ભારેખમ અવાજે પેલો ઑફિસર બોલ્યો.
‘પણ મારી ભૂલ શી હતી ?’
‘તમે સરકાર વિરુદ્ધ એક હરફ પણ કેમ ઉચ્ચાર્યો ? એ જ તમારી ભૂલ. અને હા…… પેલી છોકરી કોણ હતી ?’ ઑફિસરે પૂછયું. ‘એ તો મારી જેમ પ્રવાસી જ હતી.’
‘તો તેણે આ બધું ડહાપણ ડહોળવાની શી જરૂર ?’
‘સર, અમે તો ફક્ત ચર્ચા કરતાં હતાં. એમાં શો વાંધો ?’
‘અમારા દેશમાં એ બધી ચર્ચાઓને કોઈ સ્થાન નથી, સમજ્યા ? ઈટ ઈઝ અગેઈન્સ્ટ અવર રૂલ’
‘સાહેબ, પેલી છોકરીનું શું થયું ?’
‘એ માથાકૂટમાં તમે ન પડતા. અમે તમારો પાસપૉર્ટ ચેક કર્યો. તમે ભારતના છો એટલે જ બચી ગયા છો. ભારત મિત્ર દેશ છે. ( એ જમાનામાં ભારતમાંય સામ્યવાદી વિચારસરણી જોરમાં હતી) હવે શાંતિથી ચાલતી પકડો.’ આટલું કહીને ઑફિસરે શ્રી મૂર્તિના કંપાર્ટમેન્ટનું બારણું સજ્જ્ડ બંધ કરી દીધું.

ટ્રેન ઊપડી. નેવું કલાકથી મૂર્તિએ કાંઈ ખાધું ન હતું. સખ્ખત થાક અને ઊંધ ભેગાં થયા હતાં, પરંતુ મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ ચાલુ જ હતું. આજ સુધી મૂર્તિ પાકા સામ્યવાદી હતા. કાર્લ માર્ક્સ, લેનિન, માઓ અને હો ચીન મીનના વિચારોના પુરસ્કર્તા હતા. પેરિસની રોડ સાઈડ કેફેમાં બેસીને, કૉફીની ચુસ્કીઓ લેતાં લેતાં, ભરેલા પેટે તેમણે સામ્યવાદની અગણિત ચર્ચાઓ કરી હતી. છેલ્લા ચાર દિવસના અનુભવે તેમના વિચારોમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. બીજાની વિચારસરણીને જ્યાં સ્થાન જ ન હોય તેવી આ જડ વ્યવસ્થા પર તેમને ભયંકર નફરત થઈ ગઈ. અરે, વાણીસ્વાતંત્રય જેવા મૂળભૂત માનવઅધિકાર પર તરાપ મારે એવા સામ્યવાદને શું કરવાનો ? મૂર્તિને એ વખતે જ સમજાઈ ગયું કે લાલ ઝંડાવાળા ઝૂલુસો અને યુનિયનોના લીડરોના ભાષણોથી ભારતની ગરીબી કદીયે દૂર નહીં થાય. તે માટે તો વધુ ને વધુ નોકરીની તકો ઊભી કરવી પડે.

શ્રી મૂર્તિએ એ મિનિટે જ મગજમાંથી સામ્યવાદને કાયમ માટે ખંખેરી કાઢ્યો. મનોમન નક્કી કર્યું કે મૂડીવાદી રસ્તે જ, પરંતુ નીતિમત્તાથી ભારતની ગરીબી હટાવવામાં મારો નાનોશો ફાળો આપીશ.

ભારત પરત આવ્યા પછી તેમણે બે-ત્રણ નોકરીઓ બદલી. પોતાની સોફ્ટટ્રોનિક નામની કંપની પણ સ્થાપી. પટણી કૉમ્પ્યુટર્સમાં સોફ્ટવેર ડિપાર્ટમેન્ટના હેટ બન્યા, પરંતુ દિલમાં સોફ્ટવેર એક્સપોર્ટની કંપની સ્થાપવાનું અને હજારોને નોકરી આપવાનું સ્વપ્ન ભંડારાયેલું જ હતું.

અંતે એ સ્વપ્નું સાકાર કરવા થોડા મિત્રો સાથે મળીને ‘ઈન્ફોસીસ’ નામની કંપની ચાલુ કરી.

પાક્કા સામ્યવાદી મૂર્તિ હવે સમાજવાદી-મૂડીવાદી બન્યા. સમયનાં વહેણ કોને નથી બદલતાં ? આગળની વાત તો આપ જાણો જ છો…. ‘ઈન્ફોસીસ’ ની વિકાસગાથા…. જગતભરમાં ભારતને સોફ્ટવેરને નકશે મૂકનાર તથા હજારો નોકરીની તક ઊભી કરનાર એ કંપની વિષે…..

Advertisements

35 responses to “તમે જ તમારું અજવાળું – સુધા મૂર્તિ

 1. અમિત પિસાવાડિયા (ઉપલેટા)

  શ્રી મૃગેશભાઇ , વાંચકો ને આવો સરસ લેખ આપવા બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભાર ,

 2. Wonderful and very inspiring

 3. Thanks a lot Mr. Mrugesh for this excellent article…

 4. Looks Good Article Mr. Mrugesh Shah visit my blog on http://blog.hitechinfosoft.com

 5. તમે જ તમારું અજવાળું

 6. સુરેશ જાની

  નારાયણ મૂર્તિના જીવનની આ વાત જાણવા મળી – અને તે પણ અમેરિકામાં બેઠા બેઠા- આભાર મૃગેશભાઇ.
  આ પરથી એક વાત યાદ આવી ગઇ – ‘જો તમે વીસ વર્ષની વયે સમાજવાદી વિચારો ન ધરાવતા હો તો તમારે હૃદય નથી , અને જો ચાલીસ વર્ષની ઉંમરે પણ તે ધરાવતા હો તો તમારે મગજ નથી!!’

 7. Thanks a lot for brining such excellent article…

 8. Realy ,excellent article…
  Thanks for publish another face of Mr.Narayan Murti.

 9. Dear Mrugeshbhai,
  Ultimate article,
  Keep it up.

 10. I like thought of Mr. Suresh jani in comment section, more than this article.

 11. I hope many more readers will read this article. Hope the readers of this website have seen Man ni Vaat and Sambharna ni Safar too. Both the books written by sudha Murty and trascreated by me. thanks Mrugeshbhai. good work…keep it up. It is useless to cry about Gujarat ni Asmita and bhasha nu mrutyu etc. It is more important to light a lamp like this and make gujarati Sahitya available to all and easily…sonal.

 12. really i am big fan of sudha krishnamurty. it’a reall amazing for me to read something about my idea krishnamurthy and sudha krishnamurthy. thanks

 13. Hi,
  Excellent artical,
  Thank you

 14. hello mrugeshbhai

  thank you for inform me about such a nice article . which gives good example in life.

  sanjeev

 15. Very good article. I want to read the book. Mrugesh bhai, If you can also give information about buying these type of books from USA, it would be great. FYI: I researched for buying “Thank you pappa”, it can be available by contacting rrsheth.com and Gujarat times office in NY.

 16. Generally I m not reading amytjing at night but today this article i read at 2:00 am so its unbelievable for me also..This article change me somewhat….Thank you very much

 17. Mrugeshbhai,
  Many many thanks for such a best artical..Sudhaji no hu pahele thi saro vachak chhu..
  AAva j bija articals ni apeksha sathe..
  Rajendra Patoliya
  Baroda.

 18. it is good moment in my life when i search this website.
  lot’s of thanks to murgeshbhai. his eforts we seen our good author in a one stage. right now i am in kuwait but when i come gujarat surely purchase and this book.

  many many thanks & reagrds,
  rajesh gajjar
  kuwait

 19. unable to download the text in Gujarati.
  unable to read without fonts

 20. nice article i like this and i thoght i m also doing this i have a powar of my soul really nice man …..

 21. Nice article, If there can be done something to improve spelling mistake. The problem can be of font also..

  -HP

 22. Very nice article mrugesh bahi. Really Inspiring.
  Thanks for posting.

  Amit

 23. honarable mrugeshbhai, heartly congrectulation for this web site. it is very use ful to all gujarati lovers. i read about this site from chitralekha yesterday evening. i feel very good after visit this site and lot of happyness. keep it up and congrectulation again. yours naresh chokshi. ahemedabad.

 24. shri mrs. sudha narayanmurti
  i have read the article about mr. narayanmurti from paris to banglore, i am really glad reading it. but i have also read novels written by you about starting the library and i think under your looking your organization has started about 8 to 9 thousand libraries. i will be really happy if you write about your stuggle too…..it’s just a request thank you
  khyati

 25. Hearty congrats to Mrugeshbhai!
  Just now I read about this website in Chitralekha,and was very excited to know about it. I am a regular reader of gujarati magazines and novels, and now will be able to read it through your site too. Thanks to you once again!
  Keep it up!!
  may god bless you
  -Rajeshri Jiwan,
  Baroda.

 26. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » તમે જ તમારું અજવાળું

 27. ખરેખર ખુબજ સુન્દર લેખ છૅ. I miss Gujarat.

  Ashish Joshi
  Rancho Cordova
  California.

 28. It’s really good artical…
  thank your very much rdgujarati.

 29. It’s a really good article. I have read all the books, written by Sudha Murti. All are very nice; I am very influence by her personality though I never meet her. I have done MBA though I like to read Gujarati books (all translated by Sonal Modi, thanks to you also).

 30. inpirable article very good article…will buy book

 31. પિંગબેક: दस्तक » Blog Archive » नारायण मूर्ति जब साम्यवादी थे!

 32. Thank you Mrugeshbhai for this article and heary congrats for your blog……….

 33. શ્રી સુધાબહેન મૂર્તિની કલમે લખાયેલ ‘મનની વાત’ કદાચ મારુ સૌ પ્રથમ ગુજરતી પુસ્તક હસે જે મેં ૨ થી ૩ વાર આખુ વાંચ્યુ હસે. એવુ નથી કે ૧ વાર મા સમજ ના પડી પરંતુ મને સૌ પ્રથમ વાંચવાનુ ગમ્યુ હતુ. સોનલબહેન મોદીએ ખુબજ સરસ અને સરળ રીતે અનુવાદીત હતુ.