ઝુરાપો – મીનલ દવે

[પરદેશ રહેતા વાચકમિત્રોને ગુજરાતના ગ્રામ્યજીવનની યાદ બરાબર તાજી કરાવી દે એવો એક સુંદર નિબંધ. ]

દસ વર્ષે પાછું ભારત જવાનું હતું. છેલ્લે ગયો ત્યારે તો પોતે ચૌદ, ના, કદાચ પંદર વર્ષનો હતો. હજી મૂછનો દોરો પણ ફૂટ્યો નહતો. દાદાએ મજાક પણ કરેલી, ‘ઊંચો તો તારા બાપ જેટલો થઈ ગયો ને હજી મૂછનો દોરો પણ નથી ફૂટ્યો ?’ મમ્મીએ અર્થ સમજાવેલો. એને એક્સાઈટમેન્ટ – ગુજરાતીમાં શું કહેવાય ? રોમાંચ થયેલો. આવા સરસ શબ્દો છે મારી ભાષામાં ! પછી તો જેટલો સમય ઘેર રહ્યો, તેટલો સમય ગુજરાતીમાં જ બોલવાનો એનો આગ્રહ રહ્યો. પાણિયારું, પનિહારી, સિંચણીયું, ધોરિયો, ગોરમટી વગેરે શબ્દો તો એને એટલા ગમી ગયેલા કે વારંવાર વાપરતો.

દાદાનું ઘર સાવ નાના ગામમાં. માંડ દસ-બાર ઘરનું ગામ. આગળ પેઢીઓ – પુરાણા લીમડાની હાર પછી લાકડાની થાંભલીઓને ટેકે ઊભેલાં પતરાંવાળી પરસાળ, પરસાળમાં પાંચ-સાત ગોખલાઓ. દાદી કહેતી, જ્યારે વીજળી નહોતી, ત્યારે સાંજે અહીં દીવા થતા. કેવું સરસ લાગતું હશે ? બધે અંધારું હોય અને પાંચ-સાત દીવા ઝગમગતા હોય ! પરસાળમાં એક હીંચકો બાંધેલો, લીમડા નીચે એક ખાટલો ઢાળેલો જ હોય. દાદી હીંચકે ઝૂલ્યા કરતી, દાદા ખાટલે તકિયે અઢેલીને બેઠા હોય, બીડી પર બીડી ફૂંકતા હોય, ધુમાડાની સેર ઊડતી હોય, દાદી કશી વાત કરતી હોય, તેમાં હાએ હા કરતા હોય. લીમડા નીચે બાંધેલી ભેંસ બેઠી બેઠી પૂંછડેથી માખો ઊડાડતી હોય, એકાદો બગલો એના શરીર પર ફરતો હોય. ભેંસને લીધે જુઆ પુષ્કળ રહેતા. પોતાને રોજ એકાદ તો કરડે જ. પછી લાલ લાલ ઢીમચાં થઈ જાય. દાદી દીવેલ લગાડતી જાય અને ભેંસ ને ગમાણ કાઢી નાખવાની ધમકી આપતી જાય ! એકવાર પોતે ભેંસની પાડી છોડી મૂકેલીને જે દોડાદોડી થઈ હતી ! દાદીએ વહાલથી ટપલી મારેલી, ‘અસલ એના બાપ પર જ ગયો છે, અટકચાળો !’

પરસાળમાંથી અંદર જઈએ એટલે આવે આગલો ઓરડો. ચારે તરફ કાચના કબાટો, અસલના વારાનાં કાચનાં વાસણો ને રમકડાંથી ભરેલા. ખૂણામાં લોખંડનો કબાટ, જેનો આયનો સાવ ઝાંખો થઈ ગયેલો પણ દાદા-દાદી તેમાં જોઈને જ માથું ઓળે. બાજુમાં ભાગ્યે જ ખૂલતો બીજો એક ઓરડો. નાના કાકા કહેતા કે એમાં ભૂત રહે છે. પોતે એ વાતને ખરી જ માની લીધેલી, એક પણ વખત એ ઓરડામાં ગયો જ નહીં. પણ આ વખતે તો જવું જ છે. પાસે જ ઉપરના ઓરડામાં જવાનો દાદર.

આગલા ઓરડામાંથી જ વચલા ઓરડામાં જવાય. ત્યાં એક તરફ ભગવાનનું સિંહાસન હતું. કાળું, સિસમનું, સરસ કોતરણીવાળું, ઝૂલતા રેશમી પડદાવાળું, સવારે પૂજા સમયે પડદા ખૂલે, સાંજે આરતી સમયે બંધ થઈ જાય. બાજુમાં જ તાકું હતું. તાકું એટલે ? બારણાં વિનાનો કબાટ. તેમાં દાદા-દાદીનાં કપડાં રહેતા. સતત તમાકુની વાસ ત્યાંથી આવ્યા કરે. દાદાનાં બીડીનાં પડીકાં પણ ત્યાં જ પડ્યાં રહેતાં. સામેની ભીંતે લાકડાના મોટા મોટા કબાટ હતા. જેમાં વાસણો, ગાદલાઓ, ખેતીનાં ઓજારો, દવાના મોટા મોટા બાટલાઓ પડ્યા હોય. ઉપરની અભરાઈ પર તપેલાઓ ને પવાલીઓ ગોઠવાય. વચલો ઓરડો દિવસે પણ અંધારિયો લાગે પણ કોઈ બત્તી કરે કે ચકચકતાં વાસણો પરથી ફેંકાતા અજવાળાથી ઓરડો ઝગમગી ઊઠે.

વચલા ઓરડાની બહાર નીકળીએ કે આવે મોટો ઓટલો. જેની જમણી તરફ રસોડું હતું. સામે નાહવાની ઓરડી. રસોડામાં અથાણાંની મોટીમસ બરણીઓ, મસાલા ને કઠોળના ડબ્બાઓ, મઠિયાં, પાપડ, પાપડી ભરેલી કોઠીઓ, શાકભાજીની ટોપલીઓ, પાકી કેરીના ટોપલાઓ, દૂધનાં બોઘરણાં, દહીં જમાવેલી કાળી ગોળીઓ, દાદીનો આખો સંસાર રસોડામાં જ સમાયેલો હતો. એક ચૂલો પણ હતો, જે ગોબરગેસને કારણે વપરાતો નહીં.

રસોડામાં બારીઓ અને જાળિયાં હોવા છતાં સતત અંધારું લાગ્યા કરતું. રસોડાની ત્રણ બાજુ પપૈયા, સીતાફળ, લીંબુડી અને મીઠા લીમડાથી ઘેરાયેલી હતી. પાસે જ ગુલાબ, રજનીગંધા, મોગરા ને તુલસીના ક્યારા હતા. રસોડાની નીક પાસે અળવી વાવેલી. બાજુમાં જ લીલી હળદર, આદુ અને લસણ રોપેલાં. ધાણાં ને મેથીના પાનની લીલાશ તો એવી સુંવાળી લાગે !

નહાવાની ઓરડી બહુ બિકાળવી. એકાદી ગરોળી, વંદો કે ઊંદર તો હોય જ ! નાના કાક બહુ મશ્કરા – ‘ત્યાં તો સાપ રહે છે. રાત્રે રીંછનાં બચ્ચાં સૂવા આવે છે. વીંછી તો સાબુના કટકામાં ચોંટેલો જ હોય !’ એવા ઠાવકે મોઢે વાત કરે કે પોતે નાહવાનું જ માંડી વાળે !

ઓટલા પરથી નીચે ઊતરીએ કે ક્યારાઓ પછી મોટો ચૂલો આવે. જ્યાં રોજ સવારે દેગડીમાં નહાવાનું પાણી ગરમ થાય. મગફળી, ચણાં ને મકાઈ પણ ત્યાં જ શેકાય. કાકી મોટા તપેલામાં હાંડવો પણ ત્યાં જ બનાવે ! તપેલા ઉપર થાળીમાં સળગતા કોલસા મુકાય ને પોતાની આંખો પહોળી થઈ જાય. ‘તપેલું બળી ન જાય ? હાંડવો દાઝી ન જાય ?’ કાકી કહે, ‘આ તો અમારું ઓવન છે.’

ચૂલાની પાછળ કૂવાની ઓરડીને કૂવા પાસે બે માળની ટાંકી. પાસે જ જામફળી, જેનાં પાંદડાં થાળામાં પડ્યાં જ કરે. નીચે કાચબો પડી રહે. ત્યાંથી વાડો શરૂ થઈ જાય. ચીકુડી, નાળિયેરી, આંબલી, સીતાફળી, જામફળી અને અનેક જાતની કેરીઓથી લૂમઝૂમ વાડો તો સદા ય આંખોમાં લહેરાતો રહે છે. રાજાપુરીના ભારથી નમી ગયેલો ખૂણાનો આંબો કે કાળી કેરીવાળો કુંડીયાળો આંબો, વચ્ચેથી ફાટી જવાને કારણે બે ભાગમાં ઊગેલો ફાચરો આંબો કે સહુથી મોટાં ફળવાળો સરદાર આંબો, ક્યાને યાદ કરે ને ક્યાને ભૂલે ?

રોજ સવારે મમ્મી ને કાકી બધાં છોકરાંને સદરા-ચડ્ડીભેર ઓટલા પર બેસાડે, વચ્ચે હોય પાકી કેરી ભરેલો ટોપલો. પહેલાં તો ચાખવા-ચખાડવાની સેશન ચાલે, પછી કેરી ખવાય અને પેટ ભરાય એટલે એકબીજા પર પિચકારીની જેમ રસની સેર છોડવાની રમત શરૂ થાય. પેટ, માથું, મોઢું રસથી તરબતર થઈ જાય. કોઈ મોટાનું ધ્યાન જાય એટલે બધાંને ધમકાવીને કૂવે ધકેલે. બંદુકાકા કૂવાનું એન્જિન ચાલુ કરે, પાઈપમાંથી પડતા પાણીના ધોધ નીચે નહાવાનું, રમવાનું, અરે, કાદવમાં આળોટી પણ લેવાનું. દાદીની વિનવણી, ધમકી અને ઊગમેલા હાથની બીકથી બહાર નીકળી, નીતરતે શરીરે જ ઘરમાં જવાનું. પણ કપડાં બદલવા નહાવાની ઓરડીમાં જવું પડે, તે આંખો કાઢતી મમ્મીથી પણ વધારે થથરાવે. જાણે ગરોળી, વંદા ને ઊંદરના ટોળાં રાહ જોઈને ઊભાં હશે, એવું થાય કે અંદર જવું જ નથી પણ જવું તો પડે જ. અર્ધા કપડાં પહેરી આંખો મીંચીને બહાર દોટ મૂકવાની પછી મજા જ મજા.

બપોરે ઘરની ઠંડી છોમાં આળોટવાનું. દાદીનો સાલ્લો ભીનો કરીને માથે ઓઢીને સૂઈ જવાનું. વાડામાંથી આવતી પવનની લહેરખી ભીના સાલ્લાની આરપાર મોં-માથાને સ્પર્શે ને એ.સી પણ ભુલાઈ જાય. સાંજ પડે ને આખી ટોળી ઊપડે દાદાની સાથે ખેતરે. મકાઈ કે લીલી મગફળી ત્યાં જ શેકીને ખાવાની. ઊંડા કૂવામાં ડોકિયું કરવાનું, મોટેથી બૂમો પાડી કબૂતરોને ગભરાવવાનાં. એકબીજા પર ગોખરું નાખવાનાં. દાદાની બૂમો તો ચાલુ જ હોય. ‘આ નઈડા પળવાર જપતા નથી.’ ક્યારેક ભાગીયાની ઓરડીએ ચૂલા પર શેકેલો મકાઈનો રોટલો ખાવાનો, કૂવાનું ટાઢુંબોળ પાણી ખોબે ખોબે પીવાનું અને અંધારું થાય ત્યારે મનમાં ડરતાં ડરતાં પાછા વળવાનું.

સૌથી વધારે મજા તો પડે રાત્રે. પરસાળનાં છાપરાં પર હારબંધ પથારીઓ થાય. છોકરાં ઊંઘમાં ગબડી ન પડે માટે પગ તરફ રજાઈના થપ્પા ગોઠવાય. સાત-આઠ-નવ જણની ટોળકી પથારી ખૂંદે, પત્તા રમે, જોરશોરથી આવડે તેવાં ગીતો ગાય. ગામ આખું તો સાત વાગ્યામાં જંપી ગયું હોય, તે બૂમાબૂમથી સળવળીને બેઠું થાય. કોઈ પથારીમાં પડ્યા પડ્યા દાદાને બૂમો પાડે, વાંદરાઓને છાપરેથી નીચે ઊતારવાની ને ધોકાવી નાખવાની ધમકી પણ આપે. એમાં ગામનાં કૂતરાં પણ સાથ આપે. બૂમાબૂમ અને ભસાભસ વચ્ચે દાદાનો ડારતો અવાજ સંભળાય ને ત્યારે બધાં છાનાં થાય. સામે ઊભેલા લીમડાનાં પાંદડાઓ ચંદ્ર પ્રકાશમાં જાતજાતના આકારો રચે. ક્યારેક દરિયાના મોજાંનો ઘુઘવાટ એમાં સંભળાય તો ક્યારેક વાદળાઓની દોડાદોડી. ઉપર તારાઓના ઢગલે ઢગલા જાણે પાંદડાંના હલનચલન સાથે હરીફાઈ કરતા હોય, તેમ સવાર સુધીમાં તો જગ્યા બદલી નાખે. રાત્રે ઊંઘમાં ચોકીદારની લાકડીનો અવાજ સંભળાય ને ચોરની બીકથી ગોદડામાં લપાઈ જવાય પણ એ તો જરીક વાર જ. પછી તો ઊંઘનો સ્વર્ગલોક લઈ જાય સુખની સફરે.

માંડ પંદર-વીસ દિવસો આવા ગાળ્યા હશે, પણ મનમાં તો અમિટ છાપ પાડી ગયેલા. એટલે જ ભારત એટલે દાદાનું ગામ. બધાં ભાઈ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી, એવી જ છાપ બંધાયેલી ને આટલાં વર્ષોથી, આ ગામ માટે, સુખના આ પ્રદેશ માટે એ ઝૂરતો હતો. પાણીની તૈયાર બોટલો પીતાં એની જીભે નવા માટલાની માટીવાળી સુગંધનો સ્વાદ ડોકાઈ જતો. ટેબલ પર ગોઠવાયેલાં અનેક જાતનાં સલાડ સામે કાચી કેરી ને મીઠું-મરચું સાંભરતાં ને મોમાં પાણી છૂટતું. એ હાંડવો ને એ પાપડીનો લોટ ને હિંચકે ઝૂલતાં ગાયેલાં ગીતો એને પરદેશમાં પણ હર્યોભર્યો રાખતાં હતાં. એટલે તો નક્કી કરેલું કે પોતે પરણશે તો ગુજરાતી અને તેમાંય ગામડાની છોકરીને. જેથી આ જમીન સાથેનો એનો સંબંધ જળવાઈ રહે. મમ્મીનું યા-યા કે પપ્પાનું ઓ-કે એને અકળાવતાં. એને તો પે’લી ફોરમ જોઈતી હતી. જે દાદા-દાદીની વાણીમાં સંભળાતી. આટલાં વર્ષોનો ઝુરાપો હવે તૂટવાનો હતો.

વિમાન ચાર કલાક મિલાન થોભવાનું હતું. ઍરપૉર્ટની બહાર જવાની રજા ન હતી. એણે સામેની ટેકરીઓને જોયા કરી. મન થયું કે વગર રજાએ બહાર જઈને એક વખત એ ટેકરીને અડી આવે, તો ? પણ મમ્મીએ ધમકાવી નાખ્યો, ‘ડૉક્ટર બન્યો પણ તારું ગાંડપણ ન ગયું. જોજે દેશમાં આવું કરતો.’ મમ્મીને કેમ સમજાવે કે ડૉક્ટર બનવા છતાં મારામાં તો ચૌદ વર્ષનો કિશોર મટ્યો નથી. એ તો આજે પણ પોતાની માટીને, પોતાના ખેતરને, પોતાના ઘર-આંગણે ઊભેલા લીમડાથી ઢોળાતા પવનને ઝંખે છે. વિમાનની ગતિ એને ધીરી લાગે છે. દસ વર્ષનો ગાળો એને દસ ક્ષણમાં જ કાપી નાખવો છે. પણ કોણ કોને સમજાવે પોતાની આ વાત ?

કાર હાઈવે પરથી ગામ જવાના રસ્તા પર વળી. હાઈ-વેથી બે કિ.મી અંદર હતું ગામ. પણ રસ્તો વર્ષોથી પાકો હતો. રસ્તાની બંને બાજુ કેસૂડાં પર ફૂલ ખીલેલાં હતાં. પહેલી જ વાર જોયાં. રંગ અને સ્પર્શ બંને બહુ સુંવાળાં હતાં. હજી ઘરને કેટલી વાર છે ? કાકા હસતા હતા. ‘અરે, તારે માટે ઘેર સરપ્રાઈઝ તૈયાર છે.’ રસ્તો બદલાયો. ઝાડ અદશ્ય થયાં. અગાશીબંધ ઘરોની હાર શરૂ થઈ. ઘરની સામે સ્કૂટર, ટ્રેક્ટર ને કાર પાર્ક કરેલાં હતાં. અગાશીમાં મુકાયેલાં કૂંડા બગીચાનો ભ્રમ જન્માવતાં હતાં. આ દસ વર્ષમાં ગામની વસ્તી વધી લાગે છે. કાકાએ એક ઘર પાસે કાર ઊભી રાખી. લોખંડની ગ્રીલથી ચોમેર ઢંકાયેલું એ ઘર કાકાના કોઈ મિત્રનું હશે, એમ માનીને અંદર જ બેસી રહ્યો. ત્યાં તો કાકાએ ખભા પર ધબ્બો માર્યો.

‘આખા રસ્તે ઘર ઘર કરતો હતો ને હવે ઘર આવ્યું ત્યારે ઊતરવું નથી ?’
‘આ ઘર ! આ આપણું ઘર છે ?’
‘હાસ્તો. તને કહ્યું તો હતું કે ઘેર તારે માટે સરપ્રાઈઝ છે. હજી અંદર તો આવ.’

ક્યાં ગયો લીમડો ? લીમડા નીચેનો ખાટલો ? ભેંસ ? એ પગથિયાં ચડ્યો. ડોરબેલની સ્વીચ પર જ ચળકતો ફ્લોરોસેન્ટ લેમ્પ હતો. સનમાઈકાનું બારણું ચકચકતું હતું. આ આગલો ઓરડો હતો ? ગાદીવાળા સોફાઓ, મસમોટું ટી.વી., મ્યુઝિક સિસ્ટમ, અને જે બારીમાં બેસીને પોતે દાદા પાસેથી વાર્તા સાંભળતો, ત્યાં લાગેલું એ.સી, આખા ઓરડામાં આરસ પાથરેલો. અંદરના ઓરડામાં કબાટો, કોઠીઓને સ્થાને ડાઈનિંગ ટેબલ, ફ્રીઝ ને સનમાઈકાવાળી કેબિનેટ હતાં. સિંહાસન ક્યાં ? ત્યાં પણ આરસનું મંદિર હતું અને પણિયારું ક્યાં ખોવાઈ ગયું ? વૉટર ફિલ્ટરની બાજુમાં જ માઈક્રોવેવ ઓવન હતું.

અને પે’લી ગરોળી, ઊંદરવાળી નહાવાની ઓરડી બાથરૂમ બની ગયેલી – બાથટબ સાથેની. ઓટલો છેક કૂવા સુધી લંબાઈને ટાઈલ્સવાળો બની ગયેલો. ને કૂવા પાછળ ડોકાતી નારિયેળીને બદલે ભીંત કેમ ? ‘હવે એ જમીન આપણી નથી ને ! વાડો વેચી દીધો. કોણ માથાકૂટ કરે ? વર્ષમાં માંડ બે-ચાર કેરી ખાવાની, એ માટે આખું વર્ષ કોણ લમણાં કૂટે ? તું વાડાની વાત છોડ. ઘર કેવું લાગે છે. તે કહે. લાગે છે તારા અમેરિકા જેવું જ ?’

એની જળજળ આંખમાં અમેરિકાની ચાડી ખાતું ઘર ચેરાઈ ગયું.

Advertisements

14 responses to “ઝુરાપો – મીનલ દવે

 1. saache j..maanas je vastu ni jhankhana karto hoi chhe, te kadi madti nathi ane je made chhe teni satat avganana karto avyo chhe!
  loko aaje sukh-samridhhi-paisa paachhad aandhadi dot muki ne je dode chhe, tyaare ghadi-be ghadi ewo vichaar awya vina rehto j nathi ke aa badhu shaa maate? aana thi anand nathi madvano,santosh praapt nathi thavano..to atli badhi hay-voy kona maate?

 2. very nice story by minal dave
  thanks to mrugeshbhai.

 3. Minalben bahuj aabhar

  tame to potana gam ni yadd aapavi didhi…
  ame pan varsh ma arkvar to gam jaiaej chhiae…

  mane maru gam bahuj yad aave …
  mane aa saher ma seje n fave…

  aabhar sah…

 4. Well set Ms Dave.
  Good thoughts…Nice to read…
  Thanks to make us remind our native…
  But this kind of thoughts are always fine to read and listen but hard to live.
  I am asking everybody living abroad like me, If India is so beautiful and feelingful as described in article, why we are leaving our native?
  I have found the answer, you can ask your self and find what is lacking in complete picture of India….

 5. What a sweet experience !!! Feel to read again and again, really live description. Each and every word is the sweet. The innocent village life touches the hearts of all those who lived or living in such places. It is said “Janani Janmabhumi Swargadiapi Gariyasi”

 6. Eventhough, I have been in Mumbai most of my life, I remember the days since then (1972). When I use to study in the morning and afternoon, so many sparrows use to come INSIDE the house. Try to make their nest. We use to get up with the noise of birds chirping…. Where is mother nature? We have driver her away out of our life…. its been such a pain to remember those days becuase I miss those days. I have to take my kids to zoo to see most animals!!!

  Are we progressing? Where is pure joy that use to exist on our heart and mind?

 7. હૃદયની અદભૂત લાગણીઓ દર્શાવતું ગ્રામ્ય જીવન દર્શાવવા બદલ લેખક અને તંત્રીને ખૂબ જ ધન્યવાદ!

 8. that hits the real truth of life !!!

 9. IT IS REALLY TOUCHED MY FEELING AFTER READING THIS GOOD STROY. I WAS BORN AND RAISED IN SMALL VILLAGE IN NORTH GUJARAT I STILL MISS THAT VILLAGE LIFE. BUT IT IS VERY HARD TO FIND THOSE KIND THING NOW A DAYS SINCE VILAGES ARE MORDENIZING. I STILL REMEMBER THAT I WALK EVERYDAY AROUND 6 KILOMETER FOR SCHOOL BUT NOW? THERE WERE NO ELECTRIC IN MY VILLAGE BUT NOW? THERE WAS NO ROAD BUT NOW MY VILLAGE IS MORDENIZED WITH ROADS AND CONNECTED WITH SURROUNDING CITIES. YES INDEED IT WAS GREAT AND UNFORGETABLE FEELINGS TO PLAY WITH FREINDS IN SMALL POND AND SMALL RIVER WHICH RUNS ONLY IN MONSOON.CLIMB THE TREES, STEAL MANGOS, PAPAYAS, BERRY FROM OTHER FARMERS AND EVEN IF YOU CAUGHT THEY LET YOU GO WITH LIGHT PUNISHMENT. YES IT WAS FUN, INDEED IT WAS FUN.HERE IN USA IT MAKE ME “SWEET CRY” AFTER READING OR LISTENING THIS KIND STORIES.
  PLEASE VISIT MY WEBSITE HTTP:ASHRAFAGAKHANI.NETFIRMS.COM AND READ POEM NAME
  ‘”GRAMYAJIVAN” this poem will tell the same things.

 10. Ghanu j sarash , juni yad avi gayi. juna divaso na samrano pacha chitt ma avya.

  apno abhar,a lagani jagadava mate

 11. mumbai ni aa jajjalbhari zindgi karta gamni zingi sidisadi zindgi jema ek tanavmukt vatavaran hoy chhe.varta vachine lagyu ke aa varta me j lakhi chhe potana gamni. andar thi thychhe ke gaamma thodi pragti thy chhe jemke light, paani, davakha chale. amara gaam pan riksha bike,bus light,nal,paka makan thaya chhe.pan aamto aakhu gaam dhuliu j chhe. chulo,wadi,datan baladgaada,mor,dhel,khavapivanu badhuj pahelanu.aaje pan varas ma 2/3 vakhat to jai.desh nu naam sambhalta deshni bus jota(je amara ghar pase thi nikle chhe)sherlohi chadhe chhe.forein java karta 2 vaar vadhre desh ma javu game chhe.

 12. અદભૂત. તૂટતાં જતાં ગામડાં અને ગ્રામ્ય જીવનનો બદલાતો જતો ચહેરો અને તેની સાથે જોડાયેલી લાગણીઓની વાત ખૂબ સુન્દર રીતે રજુ કરી છે.
  અભિનંદન્

 13. I was born and brought up in Ahmedabad. My paternal family has always lived in city and hence I never got a chance to see what “village” means! I now live in US, and this story makes me realize what I haven’t seen being an Indian! aa story vaachi ne gaamadu jovaani ne emaa thodo samay rahevaani bahu icchha thai gai chhe… but i don’t know if any such village exist in today’s world, which the author has described!…..