પથારી – કાજલ ઓઝા-વૈદ્ય

બે શરીર,
ને એક પથારી
અર્ધી તારી, અર્ધી મારી…
બધું વહેંચી લીધા પછી
જોઈએ તેટલી છટકબારી !
હોઠ ઉપરની સુક્કી છારી,
પાંપણ ખારી……
……. તારી કે મારી ?
સૂરજ ડૂબે – સૂરજ ઊગે
આંખો જાગે – આંખો ઊંઘે
વાતોનાં ફૂલોને સૂંધે !
ચાર દિશાથી આવે રસ્તા….
મનના ઘરને બત્રીસ બારી !
રોજ સવારે રાત પડે
ને, રાતે લાગે સવાર સારી.
અડધા-પડધા શબ્દો સાથે
અડધી-પડધી વાતો વાગે
વાતો બધી સારી સારી….
ઠંડી ઠંડી રાતો જાગે
હાથ અડે ને ચાબુક વાગે !
આંખ હવે આંખોને તાગે
બધાં સપનાં પાછાં માગે –
          બે શરીર ને એક પથારી
          આંખો કોરી – હૈયું ભારી
          એક શરીર ને બે પથારી
          બેઉ મારી – બેઉ તારી

Advertisements

4 responses to “પથારી – કાજલ ઓઝા-વૈદ્ય

 1. કાજલ,

  હ્ર્દયસ્પઁશી કવિતા – એમા પણ છેલ્લી ૪ લીટીઓ …
  વિરહની વેદના અનુભવી સિવાય કેટલા સમજી શકે?!

 2. કાજલ
  તમારુ કાવ્ય ગમ્યુ
  હજી વધુ લખશો તો આનાથી પણ ઉત્તમ કાવ્ય લખાશે

  વિજય શાહ

 3. very nice poem. really ramesh paresh was (“not was but is” because “Kavi kyare marta nathi”) a great poet of gujarat. We all gujarati will keep him in our heart forever and ever and ever.

 4. Awsome and spirit filled poem, expecting best of yours!