કાવ્યકુંજ

ક્યાં સુધી – પ્રજ્ઞાચક્ષુ શ્રી ઈશ્વરભાઈ બ્રહ્મભટ્ટ

રાખી મદાર અન્ય ઉપર જીવ્યા કરીશ ક્યાં સુધી ?
મિનાર ફક્ત રેતીના જ બાંધા કરીશ ક્યાં સુધી ?
જેના ભરોસે નીકળ્યો હતો તે રણ રાહુ બદલી ગયા
નથી લખ્યું જે ભાગ્યમાં તે મેળવવા માટે તું
મૃગજળ પાછળ આ રીતે દોડ્યા કરીશ ક્યાં સુધી ?
સદા લખી વિરહની વાતો શું જતાવવા ચાહે છે
હમદર્દી આ રીતે કોઈની મેળવ્યા કરીશ ક્યાં સુધી ?
જીવનનો અર્થ જાણ્યા વિના જીવ્યા કરીશ ક્યાં સુધી ?
લાચારી ખુદની દુનિયામાં જાહેર કરીશ ક્યાં સુધી ?

ક્યાંથી હોય – અજ્ઞાત

વસ્ત્રો થઈ ગયા ટુંકા, લાજ ક્યાંથી હોય ?
અનાજ થઈ ગયા હાઈબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?
નેતા થયા ખુરશીના, દેશ દાઝ ક્યાંથી હોય ?
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય ?
ચહેરા થયા મેકઅપનાં, રૂપ ક્યાંથી હોય ?
શિક્ષકો થયા ટ્યુશનીયાં, વિદ્યા ક્યાંથી હોય ?
ભોજન થયા ડાલડાનાં, તાકાત ક્યાંથી હોય ?
પ્રોગ્રામ થયા કેબલનાં, સંસ્કાર ક્યાંથી હોય ?
માણસ થઈ ગયો પૈસાનો, દયા ક્યાંથી હોય ?
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય ?

Advertisements

One response to “કાવ્યકુંજ