કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

ramesh parekh

આજે સવારે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ શ્રી રમેશ પારેખ નું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. સદગતની શ્રદ્ધાંજલિ સભા આજે રાજકોટ ખાતે સાંજે 7 વાગે રાખવામાં આવી છે. તેમના અવસાનથી ગુજરાતી સાહિત્ય ને ન પુરાય એવી ખોટ પડી છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી રીડગુજરાતી તરફથી પ્રાર્થના.

Advertisements

20 responses to “કવિ શ્રી રમેશ પારેખનું અવસાન

 1. હેતલકુમાર ભટ્ટ

  ગુજરાતી સાહિત્યના ઝળહળતા દીપ સમાન કવિશ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અંધકાર વ્યાપી ગયો છે. પ્રભુ સદગત આત્માને પરમ શાંતિ અર્પે તથા તેમના કુટંબીજનોને તેમજ સાહિત્ય રસિકોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

  રીડગુજરાતી.કોમ સ્વ. શ્રી રમેશ પારેખને શ્રધ્ધાંજલિરૂપે તેમની કેટલીક ઉત્કૃષ્ઠ રચનાઓ વાચકો માટે મુકી તેમના અક્ષરદેહને અમર રાખે તેવી આશા

  – હેતલકુમાર ભટ્ટ
  તંત્રી – બાજ સમાચાર …ઈ-પત્રિકા

 2. Deeply shocked. I can not describe my feelings of grief and shock. We have lost one of our most talented poets.

 3. ગુજરાતી સાહિત્યના આ પ્રખર કવિશ્રી રમેશ પારેખના અવસાનથી ગુજરાતી સાહિત્યને તેમજ તેમના કુટુંબીજનોને ન પૂરાય તેવી ખોટ પડી છે. ખરેખર દુ:ખદ સમાચાર છે.
  પ્રભુ તેમના કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ અર્પે. પ્રભુ આ સદગત આત્માને શાંતિ અર્પે.

  સ્વ.શ્રી રમેશભાઈની ઉત્કૃષ્ઠ રચનાઓ શ્રધ્ધાંજલિ રૂપે રજૂઆત થાય તેવી વાંચકોની વિનંતી છે.

  નીલા કડકિઆ

 4. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  ગુજરાતી સાહિત્ય મા કવિ શ્રી રમેશ પારેખ ના અવસાન થી ઘણી મોટી ખોટ પડશે ,, ઇશ્વર તેમના આત્મા ને પરમ શાંતી અર્પે ,,,,
  ઇશ્વર ઇચ્છા બળવાન ..
  ૐ શાંતી શાંતી શાંતી !!

 5. Late Shri Ramesh Parekh, the star of Gujarati literature is physically not among us but, he is immortal because of his arts. Arts and artist never die. So far as this world exists, Ramesh Parekh will be remembered by generations after generations. May god bless him and his family.

 6. Mrugesh bhai!

  Your web-site is very indeed very usedful for all of us. I just happened to read about Ramesh Parekh’s sudden demise at your site only.

  Let us all pray for the departed soul!

  May his soul rest in peace!

 7. Very sad. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.

 8. ગુજરાતી કવિતાનો મોભ આજે અચાનક તૂટી પડ્યો. રમેશ પારેખ ‘છે’માંથી ‘હતાં’ થઈ ગયાં. ‘છ અક્ષરનું નામ’ હવે નથી રહ્યું… લખતી વખતે જાણે લાગે છે કે હાથને લકવો થઈ ગયો છે….

  એમની થોડી કવિતાઓ આપ અહીં માની શકો છો:

  http://dhavalshah.com/layastaro/2006/03/blog-post_29.html
  http://dhavalshah.com/layastaro/2006/04/blog-post_07.html
  http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_08.html
  http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_05.html
  http://dhavalshah.com/layastaro/2006/01/blog-post_13.html
  http://dhavalshah.com/layastaro/2006/01/blog-post.html
  http://dhavalshah.com/layastaro/2005/10/blog-post_25.html
  http://dhavalshah.com/layastaro/2005/10/blog-post_13.html
  http://dhavalshah.com/layastaro/2005/09/blog-post_112715428646937560.html
  http://dhavalshah.com/layastaro/2005/09/blog-post_19.html
  http://dhavalshah.com/layastaro/2006/05/blog-post_17.html

  -વિવેક

 9. I just pray to God for his soul to be in a peace.
  It’s very sad.

 10. just got sad news of my favourite poet SHRI RAMSH PAREKH.shocked.6 akshar nu nam vilin thai gayu?he will be always remembered.and will live in our hearts. ijust pray to god for his soul .

 11. સુરેશ જાની

  મનપાંચમના મેળાનો જનક ચાલ્યો ગયો.
  કોનો ધબકારો કોણ અહીં અટકાવી દે……. છે?

 12. We will trully miss this talented poet.Gujarati sahitya ne ghani moti khot padashe.
  I particularly liked his this kruti-“saawariyon re maro, sawariyo..,hun to khobo mangu ne dai de dariyo..”
  May God rest his soul in peace.

  Jalashree Antani

 13. shabdo na aa maharathi na mruyu ni vat aa hruday manaya taiyar nathi.aena shabdo ehasas karave che ke aaje pan te har ek shwas ma vase che. aa mahan vyakti ne naman. ane param krupalu ne yachana ke aa dharati par temeani khub jagya aemana thaki j pure.

 14. પિંગબેક: રીડગુજરાતી : સાહિત્ય સમાચાર » Blog Archive » કવિ શ્રી રમેશ પારેખનું દુ:ખદ અવસાન

 15. રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

  સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.

  હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

  હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.

  -વિવેક

 16. શી હતી ઉતાવળ સપનાની આ પરબમાં
  જઈ મૃગજળ પીવાની

  શી ઉતાવળ હતી થીજેલાં આ માનસરોવરનાં
  હંસલા બનવાની

  શી ઉતાવળ હતી આ વિસ્તરેલા વિશ્વનાં
  રણમાં ભટકવાની

  શી ઉતાવળ હતી આ ભૂલભૂલામણીનાં
  મારગે ‘રમેશ’ તને પહોંચવાની

  શી ઉતાવળ હતી ‘રસીલા’નયનોને
  અશ્રુભીનાં કરવાની

  નીલા કડકિઆ
  મુંબઈ
  વાલકેશ્વર

 17. Khaaaliiipo !!!

 18. Ishwar temna aatma ne shanti aape.

  Om Shanti, Shanti, Shanti.

  Om Peace, Peace, Peace.

 19. પિંગબેક: રીડગુજરાતી : સાહિત્ય સમાચાર » Blog Archive » કવિ શ્રી રમેશ પારેખનું દુ:ખદ અવસાન