સુખ અને દુ:ખ

લુકમાન ખુદાપરસ્ત બંદા હતા. અલ્લા તરફની તેમની પ્રીતિ બહુ ગાઢ હતી. ધર્મનું પાલન તો એ કરતા જ હતા, પણ તે ઉપરાંત તેમના સંસ્કારો બહુ ઊંચા હતા. તેમનું નીતિ-સદાચારનું પાલન ચુસ્ત હતું. તેઓ એક ધનવાન શેઠને ત્યાં નોકરી કરતા હતા. શેઠ પર લુકમાનના ગુણોનો ભારે પ્રભાવ પડ્યો હતો. શેઠ લુકમાનને અંતરથી ચાહતા અને માન આપતા.

શેઠે એક નિયમ રાખ્યો હતો. તેમને માટે ખાવાનો કોઈ પ્રદાર્થ આવે ત્યારે શેઠ પહેલાં તે લુકમાનને આપતા. લુકમાન ધરાઈને ખાઈ લે પછી બાકી રહેલી ચીજ શેઠ ખાતા. એક દિવસ તરબૂચની સિઝનમાં શેઠ માટે તરબૂચ આવ્યું. લુકમાન ત્યારે નહોતા. તેથી લુકમાનને બોલાવવા શેઠે માણસ મોકલ્યો. લુકમાન આવ્યા પછી શેઠે તરબૂચની ચીરીઓ કાપવા માંડી અને એક પછી એક ચીરી પ્રેમથી લુકમાનને ખાવા માટે આપતા ગયા. શેઠ મનોમન રાજી થતા હતા કે મીઠું તરબૂચ ખાઈ લુકમાનને આનંદ ને સંતોષ થતો હશે. લુકમાન તરબૂચ ખાતા જતા હતા. અને આભાર માનતા જતા હતા.

છેલ્લે એક ચીરી રહી ત્યારે શેઠે એ ચીરી ચાખવા માટે લીધી. તેમને જાણવું હતું કે તરબૂચ કેટલું મીઠું હતું અને લુકમાનની આંતરડી કેવી ઠરી હશે? પણ ચીરી મોઢામાં મૂકતાં જ શેઠે થૂ થૂ કરી કાઢી નાખી. તરબૂચની ચીરી એટલી કડવી હતી કે શેઠની જીભથી ગળા સુધી કળવાશને કારણે છાલાં પડી ગયાં અને શેઠ બેભાન થઈ ગયા.

ભાનમાં આવ્યા ત્યારે શેઠે લુકમાનને પૂછયું, ‘મારા વહાલા લુકમાન, તમે કઈ રીતે આ તરબૂચ ગળા નીચે ઉતાર્યું. મારે તરબૂચ ખાવું ન પડે તે માટે જ તમે બધી ચીરીઓ ખાતા રહ્યા. મને એક ચીરી ખાતાં આટલી પીડા થઈ ત્યારે આટલી બધી ચીરીઓ ખાતાં તમને શુંનું શુંયે થયું હશે ! આવું શા માટે કર્યું ?

લુકમાને જવાબ આપ્યો, ‘શેઠસાહેબ, તમારા હાથે અનેક મીઠી વસ્તુઓ ખાધી છે. તેના આભારના ભારથી મારી કમર વાંકી વળી ગઈ છે. તે જ હાથ જ્યારે એક કડવી વસ્તુ આપે તેની હું અવહેલના કરું તો મારે માટે તે શરમની વાત ગણાય. એટલે તમારું આપેલું તરબૂચ હું પ્રેમ અને સંતોષથી ખાઈ ગયો.

ખુદા આપણને અનેક સારી વસ્તુઓ આપે છે. તે આપણે આનંદથી ભોગવીએ છીએ. સુખ આપે છે તે માણીએ છીએ પણ કોઈ વાર કંઈ દુર્ઘટના બની જાય કે દુ:ખ આવી પડે તો તરત આપણે નગુણા અને આકળા થઈ જઈએ છીએ. સુખ હોય કે દુ:ખ દરેક હાલતનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ, કારણ કે બંનેમાંથી કંઈક શીખવાનું ને મેળવવાનું હોય છે.

Advertisements

6 responses to “સુખ અને દુ:ખ

 1. Very true.

  Whatever happens is for good.

  JE THAY CHHE TE SAARA MAATE J THAAY CHHE em maani ne chhalvu joi e.

 2. Dear Mrugesh bhai!

  I read what you have been publishing on the NET. I appreciate the efforts you might be putting.

  I read about your website in Divya Bhaskar a cople of weeks back.

  Gujarati language must earn a respectable position on the NET. Let us all strive to do that.

 3. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  સરળ શબ્દો માં ઘણી માર્મીક વાત કરી છે ,,

 4. સુરેશ જાની

  ‘દર્દને ગાયા વિના જોયા કરો.
  પ્રેમમાં જે થાય છે, જોયા કરો.’
  કૈલાસ પંડિતની આ રચના યાદ આવી ગઇ.

 5. helooooooooooooo

  HELOOOOOO MY FRIEND? HOW ARE U YOU KNOW WHAT THANKS FOR BEING NICE!

 6. YOUR WEBSITE IS NICE AND INTERESTING!!!!!

  GOOD LUCK!!!!!!!!!111