મનોમંથન

એનાથી શું ગભરાવવાનું – ડૉ. વિરંચિ ત્રિવેદી

ધોમધખે ને કોતર થઈને કરમાવાનું,
ભર ચોમાસે બંને કાંઠે છલકાવાનું.
અંધારાના મોઢામાં કીડિયારું ગાયબ,
સૂરજ ઊગતાં કાલે પાછું હરખાવાનું.
પતઝડમાં કેવા લાગે છે વૃક્ષો સઘળાં,
કૂંપળ કૂંપળ ફાગણ માસે ફણગાવાનું.
જળનું જંપ્યું શાંત સરોવર ધીમે ધીમે,
વાયુસંગે મંદમલીરે લહેરાવાનું.
સુખદુ:ખ તો છે ધરતી પરના તડકા-છાંયા
પાગલ મનવા એનાથી શું ગભરાવાનું ?

લુટાવી દઈએ – યોગિની શુક્લ

ચાલ,
આપણે પણ
બધું લુંટાવી દઈએ !
જો –
મોગરાએ ક્યાં માર્યાં છે તાળાં
એની સુગંધ પર ?
નદીએ
ક્યાં ભીડ્યા છે આગળા
એના જળ પર ?
વૃક્ષે
ક્યાં ચણી છે ભીંતો
એની આસપાસ ?
સૂરજે
ક્યાં જોખ્યાં છે કિરણ
કદી ત્રાજવે ?
આકાશે
ક્યાં ઘડ્યાં છે પાંજરા
પંખી માટે ?
તો ચાલ,
આપણે પણ…..

Advertisements

6 responses to “મનોમંથન

 1. સુરેશ જાની

  બન્ને કાવ્યોમાં જીવન જીવવાની સાચી રીત સુંદર રીતે વર્ણવી છે.
  કૂંપળ કૂંપળ ફાગણ માસે ફણગાવાનું.
  જળનું જંપ્યું શાંત સરોવર ધીમે ધીમે,
  વાયુસંગે મંદમલીરે લહેરાવાનું.
  આ પંક્તિઓ ઘણી જ ગમી. પહેલી બે લીટીઓમાંનો વર્ણાનુપ્રાસ ભાવને સરસ ઊઠાવ આપે છે. જીવનમાં આવી સહજતા આવે તે જ સાચી મુક્તિ.

 2. “lutavi daeiye-yogini shukla” vaanchi ne bahuj majja aavi

 3. I agree with Suresh Jani and hence just copy paste
  બન્ને કાવ્યોમાં જીવન જીવવાની સાચી રીત સુંદર રીતે વર્ણવી છે.
  કૂંપળ કૂંપળ ફાગણ માસે ફણગાવાનું.
  જળનું જંપ્યું શાંત સરોવર ધીમે ધીમે,
  વાયુસંગે મંદમલીરે લહેરાવાનું.
  આ પંક્તિઓ ઘણી જ ગમી. પહેલી બે લીટીઓમાંનો વર્ણાનુપ્રાસ ભાવને સરસ ઊઠાવ આપે છે. જીવનમાં આવી સહજતા આવે તે જ સાચી મુક્તિ.

 4. kaka,

  Kavita vaanchvani ghanij maza aavi. Tamari kavita ahinya mokalta rahesho to aanand thashe.

 5. Vaah Yogini !!!

  Tamara kavya ni ander jivantata chhe. Darek manushya mate parmarth no sandesh chhe. Khare-khar kudrat na nirpeksha prem nu umda udaharan chhe. Darek maushya ma amano ekad gun hoy to ???

 6. Wow!!Briliant. What a Helping nature one Poet.If every one understand this poet’s meaning and follow that meanings so no one problem arise on the earth and imaging world becomes more beatiful,more happy and comes too closer.
  I hope someone take inspiration from this poet and change the nature into Helping nature.