સંપૂર્ણ સમર્પણ – હર્ષ ઠક્કર

[રીડગુજરાતીને આવી સુંદર કૃતિ મોકલવા માટે શ્રી હર્ષભાઈનો (નોઈડા, યુ.પી.) ખૂબ ખૂબ આભાર.]

જ્યારે હું મારા બાળક – પરમ – સાથે સમય વિતાવું ત્યારે મને ઘણા રસપ્રદ અનુભવો થાય છે. એમ લાગે છે કે અમુક પિતા-પુત્રના કિસ્સા ને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી અવલોકીએ તો ક્યારેક સુક્ષ્મ સંદેશ પામવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થાય. આપણા પરમ પિતા પરમેશ્વર આપણી સાથે કેવો વ્યવહાર કરે એ વાતની અને તેના કારણની સમજ પણ પ્રાપ્ત થઈ શકે.

હમણાનાં જ એક કિસ્સાની વાત કરું…. એક દિવસ પરમ કાન સાફ કરવાની સળી (ear bud)ની ડબ્બી સાથે રમતો હતો. (બાળકોને પોતાના રમકડા સિવાય દરેક વસ્તુ સાથે રમવામાં વધારે મઝા પડતી હોય છે , ખરું ને ?) થોડીકવાર મથ્યા પછી એ છેવટે ડબ્બીમાંથી ૧૦૦ સળીઓને મુક્ત કરવામાં સફળ થયો. બધી સળીઓને વેર વિખેર જોઈને એના આનંદનો પાર નહોતો સમાતો.

પછી તેને એક નવી રમત સૂઝી. એને થયુ – લાવને, આ બધી સળીઓને પાછી ડબ્બીમાં બંધ કરી દઉ. પણ આ કામ પહેલાં જેટલું સહેલું ન હતુ. (કોણ નથી જાણતુ કે જોડવા કરતા તોડવું ઘણું સહેલું છે ?)

હું આ બધુ જોઇ રહ્યો હતો અને મારા માટે એને મદદ કરવાની ઈચ્છા રોકી રાખવી મુશ્કેલ હતુ. છતાય મેં એ થાકે ત્યાં સુધી રાહ જોઇ. થોડીક મથામણ પછી તેણે મારી મદદ માંગી…. અને એ પણ તેની આગવી શૈલીમાં – કારણ કે તે હજી પુરુ બોલતાં નથી શીખ્યો.

મને જેવી તેની મંજુરી મળી કે મેં તરત જ બધી સળીઓ ભેગી કરીને સહજતાથી એક જ પ્રયાસમાં ડબ્બીમાં પુરી દીધી.

પછી જ્યારે હું આ સામાન્ય લાગતો કિસ્સો વાગોળતો હતો ત્યારે મને એક સુક્ષ્મ સંદેશ તેમાં જણાયો અને અચાનક એ વાત મારા મનમાં ઝબકી કે – જ્યારે આપણે આપણી મુસીબતોને સંપૂર્ણપણે સમર્પિત કરી દઈએ ત્યારે પરમેશ્વર કેટલી સહજતાથી એનો નિકાલ લાવી શકે છે; એ ભલે ને આપણને અત્યંત મુશકેલ અને અશક્ય લાગતું હોય.

૧૦૦ એ ૧૦૦ સળીઓને એક ડબ્બીમાં પાછી ગોઠવવાનુ કાર્ય પરમ માટે કેટલુ અઘરુ (લગભગ અશક્યજ) હતું – પણ જેવી એણે સમર્પણ સાથે મદદ માંગી કે મેં એકજ ક્ષણમાંજ એ પાર પાડ્યુ (અને પરમ ને તો એ ' ચમત્કાર' જ લાગ્યો હશે ને !) આપણે બધા પરમ જેવા બાળકો છે માટે કદાચ અમુક વાતો આપણને અશક્ય લાગતી હશે, પરંતુ ‘પરમ’ માટે (પરમ તત્વ પરમાત્મા માટે) તો એ ડાબા હાથનો ખેલ છે !

જરુર છે – બીનશરતી સમર્પણની !

કોઇકે સાચુ જ કહ્યુ છે – "ઈશ્વરને ના કહેશોકે તમારી મુસીબત બહુ બળવાન છે; તમારી મુસીબતને કહો કે તમારો ઈશ્વર બહુ બળવાન છે!"

Advertisements

4 responses to “સંપૂર્ણ સમર્પણ – હર્ષ ઠક્કર

 1. Many thanks to Mrugeshbhai for posting this article. I really like ReadGujarati a lot!

  My original article in English can be read at –> http://thakkar-h.blogspot.com

 2. અમિત પિસાવાડિયા ( ઉપલેટા)

  સુંદર , જીણી જીણી બાબત માં પણ ઘણુ તથ્ય રહેલુ હોય છે,ફર્ક હોય છે, તો માત્ર દર્ષ્ટિ નો …

  ખુબ જ સરસ લેખ છે ,,, હર્ષભાઇ ઠક્કર નો ખુબ ખુબ આભાર

 3. This is too good lesson, One of the best I can say.

  Thanks,
  Chirag

 4. સુંદર વાત સરસ રીતે કહી.

  સિદ્ધાર્થ
  સિદ્ધાર્થનું મન