એવો પત્થર વિશ્વમાં મળશે નહીં – ડૉ.વિવેક મનહર ટેલર

[ છેલ્લા બે દિવસથી સંસ્કારનગરી વડોદરામાં રસ્તા વચ્ચે દબાણરૂપ એક દરગાહ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા અચાનક કોમી રમખાણ શરૂ થઈ ગયા છે. નિર્દોષ લોકોની જાનહાનિ અને માલસામાન-કામધંધાની પાયમાલી ઉપરાંત કશુંક બીજું પણ આ દાવાનળમાં ભડભડ બળી રહ્યું છે જેના પર કોઈની નજર જ નથી! માણસ-માણસ વચ્ચેના આ તૂટી રહેલા રસ્તા વિશે પેશ છે એક ગઝલ. બાબરીધ્વંસવેળા લખેલી આ ગઝલ આજે પણ લાગે છે કે અપ્રસ્તુત નથી. – ડૉ.વિવેક મનહર ટેલર ]

રક્તથી સીંચાઈને બનશે નહીં,
ઈંટ કોઈ પણ અહીં ટકશે નહીં.

લોહીના એક બુંદથી હો કિંમતી
એવો પત્થર વિશ્વમાં મળશે નહીં.

શ્વાસમાં મ્હોર્યો હતો વિશ્વાસ જે,
કોઈ આંખોમાં કદી જડશે નહીં.

બાબરી બાંધો કે મંદિર, વ્યર્થ છે
કોઈ કોઈને હવે ભજશે નહીં.

રામલલ્લા બોલો કે અલ્લાહ્ કહો,
એ અહીં મળતાં નથી, મળશે નહીં.

આદમીના દિલથી થઈને દિલ લગી
જાય એ રસ્તો હવે બનશે નહીં.

Advertisements

12 responses to “એવો પત્થર વિશ્વમાં મળશે નહીં – ડૉ.વિવેક મનહર ટેલર

 1. વિવેક,
  મિત્ર.. અફસોસ અને દુખ મિશ્રીત લાગણી સાથે અકળામણ પણ એટલી જ અનુભવી રહી છું.. આપણી સૌની આ વ્યથાને શબ્દો દ્વારા તેં વાચા આપીને મૌનને વધુ ને વધુ ભારી બનાવી દીધું છે…
  મીના

 2. Once again english newspaper and news channels have got an opportunity to infame baroda. I wish baroda calms soon. And in the matter, it’s really unrealistic to bring down a monumental which is there for almost more then 200 yrs. I respect the SC’s order and we all should.

 3. Dear Friend Vivek,
  The recent riots in baroda have cast a dark shadow to the Sanskarnagari. It is very very sad that anything of this magnitude should happen for a trivial matter. Your poem is heart rendering and apt in this difficult times and I pray to god that everybody behaves like a HUMANBEING.
  Geeta Vakil

 4. પ્રિય હાર્દિકભાઈ,

  આપની વાત સાથે સખેદ અસહમત છું. કળાની દ્રષ્ટિએ મૂલ્યવાન હોય એવા ધાર્મિક સ્મારકોને બાદ કરતાં અન્ય કોઈપણ સ્મારક જો માર્ગમાં આડખીલી બની ઊભું હોય તો એને ધ્વસ્ત કરવું જ ઘટે, ભલેને ગમે એટલા વર્ષો જૂનું હોય. ફક્ત સુરતમાં જ 303 જેટલા કહેવાતા ધાર્મિક સ્મારકો રસ્તાનો શ્વાસ ગૂંગળાવતા ઊભા છે. આપણા દેશને મંદિર-મસ્જિદ કે ગુરૂદ્વારા કરતાં સારી શિક્ષણસંસ્થાઓની વધુ જરૂર છે. મંદિર-મસ્જિદનો એક્લ પથરો ખરી જાય એટલામાં આપણે કંઈ કેટલાંયે જીવતાં-શ્વસતાં મંદિરો નિર્મમતાથી હલાલ કરી દઈએ છીએ. ઝાડોના ઝાડ કપાઈ જાય તો આપણું રૂંવાડું ફરકતું નથી, પણ ધાર્મિક સ્થળનો એક કાંગરો ખરતો આપણે જોઈ શકતાં નથી. આપણે આપણી જાતને સાચે જ ભણેલાં અને જાગૃત કહેવાને લાયક છીએ ખરાં?

  સુપ્રિમ કૉર્ટ જો આવો ફેંસલો આપતી હોય, તો આપણા દેશનું પતન નિશ્ચિત જ છે….

  -વિવેક

 5. Dr. Vivek,

  Sir, SC has given order that monumentals which have been built before 1947 are not suppose to be razed. I guess SC gives decision with wisdom and SC is the highest authority to decide anything.

  Now, about my views, i think at the rate at which we are progressing we will always be sort of place. Who can understand this better then me as i am in mumbai. And i agree that whatever comes in the way of progress should be removed. But monumentals which dates a long back and more over a place of faith for a lot many people, that also in county like India, where we respect all religions and communuties, i guess we take decisions a bit by heart and not by mind alone. If i have to take decision and if whole country will comply to it i would say that was right that it’s been removed. But that’s not way we all think and act. Yes, i would answer the quesion asked by you, WE ARE NOT EDUCATED… otherwise there would not have been Babri issue, there would not have been Goghra issue and Post Godhra riots… When a decision is so sensitive and impacts lot many human life, it should be practical rather then a theoratical. Otherwise, if u will ask me i have very diffrent thoughts for the society and that’s not the way we leave in india.

  Nowadays, I am reading Gunvant Shah’s “Vicharo na Vrundaban ma”, he talks about some common sense which prevails very uncommonly in indian hindus and muslims mind set. Have a look if u have not you would like it.

  By the way, i read your poem “Vrux”, i must say it’s good.

  Hardik

 6. હાર્દિકભાઈ,

  આપની ઘણી બધી વાત સાથે હું સહમત છું. વાતનો નિવેડો સમજાવટથી જ લાવવો જોઈએ. સુરતમાં જ એક ઘણી જૂની મિનારાવાળી મસ્જિદ રાજમાર્ગ પર ઊભી હતી. એ વખતના શાસકો બંને પક્ષોને વિશ્વાસમાં લઈ મિનારો હટાવી શક્યાં હતાં. વડોદરામાં પણ એમ જ થવું જોઈતું હતું. પણ દરવખતે સમજાવટથી કામ થઈ શકે એમ નથી હોતું. નહેરૂનો માર્ગ સાચો ખરો, પણ સરદારના માર્ગને અવગણ્યો હોત તો આજે ભારતનો નક્શો જ જુદો હોત. બહુજનહિતાય નિર્ણયની આપની વાત સાચી, પણ કયા બહુજનની? જે લોકો નિર્દોષ પ્રજાના લોહી બાળીને રોટલી શેકે એમની?

  ભારતનો કોઈ આમઆદમી કારણ વગર બીજાનું ગળું કાપવા તૈયાર થાય એમ માનવા હું તૈયાર નથી. શિક્ષણના અભાવે ધર્મગુરૂઓએ આપણા દેશને સદા ગેરમાર્ગે જ દોર્યો છે. ગણપતિ દુધ પીએ છે એમ સાંભળીને આખો દેશ ચોવીસ જ કલાકમાં મંદિરો ભરી દે એ સંસ્કૃતિ નથી, નિરક્ષરતા છે. આપણો દેશ દંભની હવા શ્વસી રહ્યો છે અને એટલે જ આપણા માણસોની બુદ્ધિ પર આખી દુનિયા આગળ વધી ગઈ અને આપણે ત્યાંના ત્યાં જ રહી ગયાં.

  ક્રિકેટના ગ્રાઉંડમાં આવતું વૃક્ષ કાપવાને બદલે વાંકું મેદાન બનાવે એ દેશને હું વંદું છું, મારા દેશના કોઈ મંદિર કે મસ્જિદને નહીં.

  સમસ્યાના મૂળ સુધી ઉતરી શકે એવા તમારા જેવા થોડા લોકોના પુણ્યબળે જ ટકી રહ્યો છે આ દેશ.

  વિવેક

 7. Dr. Vivek,

  First of all a request, Please dont add suffix “bhai” to my name. In mumbai it has some diffrent meaning :), and i personally dont like it. More over looking at your profile it seems i should say “bhai” to you. As you seems much elder then me in both sense age and knowledge(atleast in knowledge of gujarati literature and medical science 🙂 ). But, i believe and belong to a company culture where we dont say sir/saheb/madam to our very old senior managers or even CEO of the company. We call him/her just by name. i think this is US culture which puts all in equal class and CEOs too feel themselves a worker only. It’s today’s MNC culture. This is also one of the issue on which i think i can write a lot. But my thoughts are been written by Mr.Shah in “Vicharo na Vrundavan ma” in one chepter named “Dambh nu Rashtriyakaran”. I think i will make you to read Gunavant shah :). But frankly, i have read Gunavant shah and Pannalal patel only, in gujarati lit. I read lot more then english lit then gujarati. May be because of my friends who are also voracious reader.

  I like people who are rational and can think without any prejudice. I can see such a person in you, good to meet by this medium. I would like to thank Mr.Mrugesh Shah for this site.

  Hardik

 8. પ્રિય હાર્દિક,

  આનંદ બંને પક્ષે જ છે. મુંબઈ અને સુરત બહુ દૂર નથી. જરૂરથી મળીશું.

  -વિવેક

  (ગુણવંત શાહ મારા પણ ગમતા લેખક છે અને વિચારોના વૃંદાવનમાં પુસ્તક પણ છે મારી પાસે. હવે એ મારે વાંચવું પડશે.)

 9. સુરેશ જાની

  ઘણી ચર્ચા આ સુંદર કવિતામાંથી ઊભી થઇ!!
  મારા નમ્ર માનવા પ્રમાણે બુદ્ધિજીવી વર્ગમાં આ બાબતમાં કોઇ મતભેદ મોટા ભાગે નથી – ન હોઇ શકે. માત્ર સમસ્યાનું મૂળ આપણા ધાર્મિક અને રાજકીય નેતાઓની ગંદી રાજરમતો અને સામાન્ય પ્રજાનું અજ્ઞાન છે. જ્યારે દેશમાં શિક્ષણ અને સમૃદ્ધિ વધશે ત્યારે લોકો આવા ખોટા દોરીસંચારોથી દોરવાશે નહી.
  દેશમાં કોઇ નવા મંદિર, મસ્જીદ કે દેવળોની જરુર નથી. જરુર છે- પાયાની સુવિધાઓની- સાચા શિક્ષણની – ઇનફ્રાસ્ત્રક્ચરની. અને સૌથી વધારે શિક્ષિતવર્ગની સંવેદનશીલતાની. છાતી પર હાથ રાખીને આપણે આપણા અતઃકરણને પૂછીએ કે સ્વાર્થના એક માત્ર ગણિતમાંથી આપણે અંગત રીતે બહાર આવવા તૈયાર છીએ?
  રાજકીય રીતે આપણી પ્રજા હવે પહેલા જેટલી ભોળી નથી. ચુંટણીના આશ્ચર્ય જનક પરિણામો આંની સાક્ષી પૂરે છે.
  ધાર્મિક ક્ષેત્રે આપણને સત્ચિદાનંદ સ્વામી જેવા 100 – 200 સમાજ સુધારકોની જરૂર છે.

 10. Frankly, I was shocked to read about Supreme Court’s decision. I hold it in high esteem and have always been believing that it is one of very few(government) institutions in our country which functions professionally,rationally and without prejudice. We can not afford to send wrong signals to people (whether dargah or fly over bridge on Pedar Road)who are hell bent in having their say even if it is against larger good of the society.

 11. Pls. read Anavrut by Jay Vasavada in Wednesday,10th Shatdal of Gujarat Samachar. He has expressed the feelings of a common gujarati for the double standard adopted by national media,central government and judiciary when it comes to Gujarat,particularly issues concerning majority.

 12. Wow!!!!!!
  The center idea of this poem is that if everyone believes that I am ATMA then solution in hand.
  Your poem telling “The real religious person never distinguishing “
  Again thank you
  Jitu Patel
  San Jose California U.S.A