અરે ઓ સુનામી – નમ્રતા ભટ્ટ

[રીડગુજરાતીની કદાચ સહુથી નાના વયની વાચક કહી શકાય એવી – અમદાવાદમાં શ્રી દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ધોરણ-7 માં અભ્યાસ કરતી નમ્રતાએ ‘સુનામી’ પર એક નાનકડી કવિતા લખીને મોકલી છે. રીડગુજરાતીને આ સુંદર કૃતિ મોકલવા માટે નમ્રતાનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં એ સુંદર કૃતિઓનું વધારે સર્જન કરે એ માટે શુભેચ્છાઓ. ]

અરે ઓ સુનામી તને જરા શરમ ના આવી ?
ગરીબ માનવોની તને જરા રહેમ ના આવી ?

તારા આંગણે અમે સપનાનો મહેલ બનાવ્યો,
તેને છાલક મારતા તને થોડી શરમ ના આવી ? અરે ઓ સુનામી….

રેતી પર અમે સૂતા હતા ગગનની ચાદર ઓઢી,
ચાદરને કફન બનાવી ઓઢાડતા થોડી રહેમ ના આવી ? અરે ઓ સુનામી…

તૂટી ગયા છે મહેલો ને તણાઈ ગયા છે માનવો,
લાશોનો બગીચો બનાવતા થોડી શરમના આવી ? અરે ઓ સુનામી…

આજે સમજાઈ ગયું તને દુનિયા ખારો કેમ કહે છે,
ભરતી ઓટની થાપટ મારતા પહેલાં તને રહેમ ના આવી ? અરે ઓ સુનામી…

Advertisements

7 responses to “અરે ઓ સુનામી – નમ્રતા ભટ્ટ

 1. બેટી નમ્રતા,
  તારી કવિતા વાંચી, ગમી અને મારા શાળાના દિવસો યાદ આવી ગયા. હું પણ દિવાન બલ્લુભાઇ સ્કૂલમાં ભણતો હતો- 1952 થી 1959 ! જ્યારે ઠાકોરભાઇ ઠાકોર (પાંચમા !) અમારા પ્રીન્સીપાલ હતા.
  ખૂબ આગળ વધો અને માબાપનું, દેશનું નામ રોશન કરો

 2. ઉદય ત્રિવેદી

  ખુબ સરસ. આટલી નાની ઉમરે સારી સજૅનાત્મક શકિ્ત છે.

 3. Very good poem! Namrata Bhatt should keep it up!
  Good Poem!

  God Bless you!

  -Paresh Trivedi

 4. KHUB J SARAS.

  See Mrugesh – this is the advantage amatures like Namrata are getting to put their creation in front of the world.

  Hearty congratulations to Namrata for such a nice poem and thanks to Mrugesh for making us possible to read it.

 5. Hi, Namrata!

  Wow, You have wrote very good Poem which had very deep meaning. Very Good.
  Keep it up..
  I wish you the best in future..

  – Gira (New Jersey, USA)

 6. Hi, Namrata!

  Wow, You have wrote very good Poem which has very deep meaning. Very Good.
  Keep it up..
  I wish you the best in future..

  – Gira (New Jersey, USA)

 7. hey namrata,

  A great work. Heartly congratulation on ur fantastic poem.
  be proud of ur work and keep it up.
  WIsh you all the best.

  Janki.