આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા સ્પર્ધા 2006

પ્રિય વાચકમિત્રો,

સૌ પ્રથમ તો આપ સહુને આજે ગુજરાત રાજ્ય સ્થાપના દિને જય જય ગરવી ગુજરાત.

ગુજરાતી સાહિત્યમાં શિશ ઝૂકાવીને નમન કરવા પડે એવા અનેક પરમ વંદનીય સર્જકો તેમજ સાહિત્યકારો છે, પણ તેમ છતાં સાહિત્યનો આ બાગ તો જ મધમધતો રહે જો તેમાં નવા સર્જકોને ખીલવાની તક મળે. કહેવાય છે કે યુવાની જે ક્ષેત્રને છોડી દે છે તે ક્ષેત્રનો વિકાસ પછી ધીમો પડી જાય છે અને તે પછી ધીમે ધીમે ક્રમશ: બંધ થઈ જાય છે. મારું વ્યક્તિગત રીતે એવું માનવું છે કે ગુજરાતી સાહિત્યને સજીવ, ચેતનવંતુ અને તરોતાજા રાખવા માટે બીજુ કશું જ કરવાની જરૂર નથી, બસ સાહિત્ય યુવાનો સુધી પહોંચવું જોઈએ. સાહિત્ય યુવાનો સુધી પહોંચશે એટલે આપો આપ કંઈક લખવાની પ્રેરણા થશે અથવા તો એમ કહી શકાય કે કંઈક લખાઈ જશે. આ ‘કંઈક’ લખાઈ જવાની ઘટના ને એક યોગ્ય દિશા મળે તો સાહિત્યના બાગમાં બીજા કેટલાય નવા ફૂલો ખીલી ઊઠે……… જી, હા, આ જ હેતુ છે રીડગુજરાતી તરફથી આજથી શરૂ થતી આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા સ્પર્ધા 2006 નો… નવોદિત લેખકો, સર્જકો અને નવયુવાનોને પોતાની કૃતિ વિશ્વના ગુજરાતી વાચકો સમક્ષ મૂકવાની તક મળે, તેમને વાચકોના પ્રતિભાવો મળે અને તેમની લેખન પ્રવૃત્તિને વેગ મળે એ હેતુથી આ વાર્તા-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં ‘યુવાન’ એટલે સ્કુલ-કૉલેજમાં ભણતા કે નોકરી કરતા યુવાજગત તરફ તો મારો નિર્દેશ છે જ પણ સાથે સાથે, જે સાહિત્ય લખે અથવા વાંચે છે એ બધા કોઈ પણ ઉંમરે નવયુવાન જ છે ને !

રીડગુજરાતીને વાચકો પાસે પૈસો કે પ્રશંસા કશું જ જોઈતું નથી, જોઈએ છે તો એક જ વસ્તુ, થોડો સમય ગુજરાતી સાહિત્ય માટે. વિશ્વના તમામ વાચકો સમક્ષ આજે મારી આ વૈશ્વિક વિનંતી છે કે જો તમે કંઈક લખતા હોવ, અથવા કદાચ કંઈક લખવાની ઈચ્છા થતી હોય તો આ સોનેરી અવસર તમારે આંગણે આવીને ઊભો છે…. ‘આવી કૃતિ અપાય કે ના અપાય ? મને તો લખતા આવડતું નથી ? વિચારો બહુ આવે છે પણ કદી લખ્યું નથી’ – આવા કોઈ વિચારો મનમાં ન લાવશો. બાળકનો વાંકોચુકો કક્કો લખેલો જોઈને પણ મા પ્રસન્ન થાય છે, આપની કૃતિ જેવી પણ હશે – આપણી માતૃભાષા એ જોઈને પ્રસન્ન જ થશે. કદાચ એકવારમાં બરાબર લખવાની ફાવટ ન પણ આવે, પણ આપે આપનો સમય અને યોગદાન ગુજરાતી સાહિત્ય માટે આપેલા તો ગણાશે જ ને ! ગુજરાતી સાહિત્યને હવે નવા લેખકો, નવા વિચારો અને યુવાનીના સ્પર્શની જરૂર છે. માટે, આગળ આવો અને રીડગુજરાતીની આ ઝોળીને આપની કૃતિઓથી છલકાવી દો. ગુજરાતી ભાષા એટલે આમ…, ગુજરાતી ભાષા એટલે તેમ – એ બધા કલંકોને ભૂંસી નાખવાનો વખત હવે આવી ગયો છે. મને આશા છે કે ભવિષ્યમાં ગુજરાતી ભાષામાં એવી કૃતિઓનું સર્જન થશે જેના અનુવાદ બીજી ભાષાઓમાં થશે.

આજે આ સ્પર્ધા વિશ્વના વાચકો સમક્ષ મૂકતા હું ખૂબ જ આનંદ અનુભવું છું, અને વળી, પાછું એમાં રીડગુજરાતીને આ સ્પર્ધાથી પ્રાપ્ત થનારી કૃતિઓને વાંચવાનું અને તેની સમીક્ષા કરવાનું કામ આપણા વિદ્વાન સાહિત્યકારો – ડૉ. પ્રદિપ પંડ્યા, પ્રો. પ્રિયકાન્ત પરીખ અને પ્રો. સતીષ દણાકે તેમનો કિંમતી સમય આપીને ખાસ લીધું છે એનો વળી ઓર વિશેષ આનંદ છે.

બસ, વધારે તો શું કહું ? મને આપની કૃતિઓનો ઈંતેજાર રહેશે. સ્પર્ધા સંબંધી કોઈપણ પૂછપરછ માટે મને લખો આ ઈ-મેઈલ પર : shah_mrugesh@yahoo.com આપ સૌને આ સ્પર્ધા માટે બૅસ્ટ ઓફ લક.

લિ.
મૃગેશ શાહ (તંત્રી)

[સ્પર્ધાની વિગતો માટે અહીં કલીક કરો : Click Here ]

Advertisements

11 responses to “આંતરરાષ્ટ્રીય ગુજરાતી વાર્તા સ્પર્ધા 2006

 1. have a look this site and tell me how i can put all in gujarati please help .

 2. પ્રિય મૃગેશભાઈ,

  આજે નવનીત સમર્પણ હાથમાં આવ્યું અને અનુક્રમણિકામાં તમારું નામ જોયું એટલે સૌપ્રથમ આપનો લેખ વાંચી ગયો. ખૂબ ખૂબ અભિનંદન. જોગાનુજોગ આજે ગુજરાત સ્થાપના દિન પણ છે. રીડ્ગુજરાતી.કૉમ વિશેનો આપનો લેખ બીજા ઘણા લોકોને ઈંટરનેટ પર ઝડપભેર વ્યાપી રહેલા ગુજરાતી સાહિત્યાભિમુખ કરી શકશે.

  હાર્દિક શુભેચ્છાઓ…

  વિવેક.

 3. Dear Mrugesh,

  A wonderful opportunity for all those ethusiats who wanna put their imagination into words – so that it can be shared with other. An excellent effort to motivate mature / amature SARJAK. All the best to all the participants. Same as Mrugesh says – JEVU TEVU PAN KAIK LAKHO – AAPNI MAATRUBHASHA MAATE – to show gratitude towards it.

 4. Dear Mrugesh,

  We all should appreciate your efforts.

 5. Hello Mrugesh,
  Really i found this site very useful. I am a Gujarati poet and my poems are mostly published in ‘Kavilok’, a well known poetry magazine of our gujarati languege. I also write stories, scripts for TV, plays,articles and novels as well as criticism. In recent the issue of Parab, a Gujarati Sahitya Parishad magazine has published my article on a collection of one act plays written by Pravin Pandya, who is also a poet and playwriter and director as well as a theatre person.
  This site has really atracted me to put my stories andf poems on the site in gujarati …
  Let me hope to put sucha creative work when i find time to write on line
  By the way once again congratulations for sucha good effort you all have done who are related with this readgujaratidot com

 6. Dear Mrugeshbhai,

  An excellent effort to keep our gujarati live for all times. We become regular reader of this website. I love our language and you wont belive one of my frnd send me this site specially as a gift of my birthday.
  i dont have words to describe how good the site is.

  our best wishes are with you, keep going.

  Hemal Joshi
  Zarmar Joshi.

 7. Hi ,
  Anand here.
  You arrnge this event is the only one of its kind in the history of the Gujarati Sahitya. Congratulations for that.
  You create the e-readers community in the world of Gujarati Sahitya.Congratu lations once again.
  Also arrange this kind of competition in the future as well.
  If possible also arrange for the Essay competition.
  My best wishes with you always and be in touch.

 8. Dear Mrugeshbhai,

  Many many Thanks and Congretulation for the READ GUJARATI.COM.I wanted to write this in our gujarati
  but I don’t have the facility and I don’t know also!
  I have one request, I would like to read a book by
  JAYA MEHTA—“SHANTINA AA SHABDO”. Transleted from
  POEMS FOR COMFORT AND HEELING by MAJORRI PAIZER.
  WISH YOU AND YOUR WEB SITE- ALL THE BEST.
  navin bhatt

 9. my best wishes for kind service to Gujarati sahitya.

 10. Very inspiring! please keep it up

 11. Hey Mrugesh
  Keep it up. I am feeling like I am connected to gujarat.