શ્રી વલ્લભાચાર્યજયંતી વિશેષ

[ આજે વલ્લ્ભાચાર્યજયંતી નિમિત્તે વિશેષ લેખ ] mahaprabhu

પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક શ્રી વલ્લ્ભાચાર્યજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રકટ થયા. પ્રકટ થઈને આપશ્રીએ શોધી શોધીને અનેક દૈવી જીવોને શરણમાં લઈને તેમનો ઉદ્ધાર કર્યો. અસંખ્ય પુષ્ટિ જીવો આપશ્રીના સેવકો બન્યા. શ્રી વલ્લભાચાર્યજીની આજ્ઞા છે કે ‘નિવેદનં તુ સ્મર્તવ્યં સર્વથા તાદ્શીર્જનૈ:’ અર્થાત નિવેદિતજીવ બ્રહ્મસંબંધ લે ત્યારે તેના બધા દોષોની નિવૃત્તિ થઈ જાય છે. પરંતુ પછી તે જીવ પુન: સંસાર વ્યવહારમાં પડતાં, તે નવા દોષ કરતો રહે છે. આથી, નિવેદિત જીવે સદાકાળ નિર્દોષ રહેવા માટે તાદશી વૈષ્ણવોની સાથે સત્સંગ કરી દરરોજ નિવેદનનું સ્મરણ કરવું, પરંતુ આ કલિકાલમાં શુદ્ધ પુષ્ટિ ભક્તો, ભગવદીયો અથવા તાદશીજનોનો સંગ દુર્લભ બની ગયો છે. એવા ભગવદીયો છે તો ખરા પરંતુ તેમને શોધવા મુશ્કેલ છે. શોધતાં જો તેવા ભગવદીયો મળી આવે તો તેમનો સંગ જરૂર કરવો. પરંતુ ન મળી આવે તો શું કરવું ? શ્રી મહાપ્રભુજીની ઉપર્યુકત આજ્ઞાનું પાલન તો કરવું જ જોઈએ. તેથી જો આવા તાદ્શીજનો ન મળી આવે તો (1) ચોરાસી વૈષ્ણવોની વાર્તાઓ (2) બસોબાવન વૈષ્ણવોની વાર્તાઓ (3) ષોડશ ગ્રંથો અને (4) શ્રી હરિરાયજીનાં શિક્ષાપત્રો જેવા ગ્રંથોનો સંગ કરવો. [ચોરાસી વૈષ્ણવોની વાર્તાઓમાંથી]

આવા પુષ્ટિમાર્ગના પ્રવર્તક શ્રી વલ્લભાચાર્યજીનું ‘મધુરાષ્ટકમ્’ નીચે પ્રમાણે છે.

અધરં મધુરં વદનં મધુરં, નયનં મધુરં હસિતં મધુરમ્ |
હૃદયમ્ મધુરં ગમનં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 1 ॥

વચનં મધુરં ચરિતં મધુરં, વસનં મધુરં વલિતં મધુરમ્ |
ચલિતં મધુરમ્ ભ્રમિતં મધુરમ્, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 2 ॥

વેણુર્મધુરો રેણુર્મધુર: પાણિર્મધુર: પાદૌમધુરો |
નૃત્યં મધુરં સખ્યં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 3 ॥

ગીતં મધુરં પીતં મધુરં, ભુક્તં મધુરં સુપ્તં મધુરમ્ |
રૂપં મધુરં તિલકં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 4 ॥

કરણં મધુરં તરણં મધુરં, હરણં મધુરં રમણં મધુરમ્ |
વમિતં મધુરં શમિતં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 5 ॥

ગૂંજા મધુરા માલા મધુરા, યમુના મધુરા વીચી મધુરા |
સલિલં મધુરં કમલં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 6 ॥

ગોપી મધુરા લીલા મધુરા, યુક્તં મધુરં ભુક્તં મધુરમ્ |
ઈષ્ટં મધુરં શિષ્ટં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 7 ॥

ગોપા મધુરા ગાવો મધુરા, યષ્ટિર્મધુરા સૃષ્ટિર્મધુરા |
દલિતં મધુરં ફલિતં મધુરં, મધુરાધીપતેરખિલં મધુરમ્ ॥ 8 ॥

ઈતિ શ્રીમદ્દવલ્લભાચાર્યકૃત મધુરાષ્ટકં સમ્પૂર્ણમ ॥

Advertisements

4 responses to “શ્રી વલ્લભાચાર્યજયંતી વિશેષ

  1. પુષ્ટિમાર્ગના આ જનેતા શ્રી વલ્લભાચાર્યને શત શત પ્રણામ.

  2. Write more articles about Shri Vallabhacharyahi as He was the Social Rennovator five hundred years back. It was HE who had refuted the theory of Kshatriya, Vaishya, Brahman and Shudra by birth. HE propunded that the person could be known as any of the VARNA only by his deeds. HE had given respect to the women before five hundred years. HE was really a GREAT Thinker and one of the GREATEST PHILISOPHER in our days.

  3. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » ચોરાસી વૈષ્ણવોની વાર્તાઓ

  4. પિંગબેક: ચોરાસી વૈષ્ણવોની વાર્તાઓ | pustak