કંકોત્રી – આસીમ રાંદેરી

[ સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહર ઉધાસે આ ગઝલને તેમના ‘અભિનંદન’ આલ્બમમાં ખૂબ જ સુંદર શૈલીમાં સ્વર આપ્યો છે. રીડગુજરાતી.કોમને આ ગઝલ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો (ઉપલેટા) ખૂબ ખૂબ આભાર. ]

મારી એ કલપ્ના હતી કે વીસરી મને, કીંતુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે, કંકોત્રીમાં રૂપ છે, શોભા છે, રંગ છે,
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ, જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ, જાણે કે પ્રેમ કાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી, શીર નામ મારૂ કીધું છે ખુદ એના હાથથી,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એનાં લગ્નની મળી કંકોત્રી મને.

કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે, નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે,
જ્યારે ઉધાડી રીતે ના કાંઇ પ્યાર થાય છે, ત્યારે પ્રસંગ જોઇ સદચાર થાય છે.
દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે, કંકોત્રી નથી આ અમસ્તો વિવેક છે,
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો, તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો,
હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો, મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો,
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છુ, એ પારકી બની જશે હું એનો એજ છું.
ભૂલી વફાની રીતના ભૂલી જરી મને, લ્યો એના લગ્નની મળી કંકોત્રી મને.

Advertisements

3 responses to “કંકોત્રી – આસીમ રાંદેરી

 1. hi amitbhai,just like u me too a fan of manahar udhas…goodluck n thanks for a beautiful gazal.thanks to u too mrugeshbhai cos u've been a great link to many people like us who r really interested in gujarati literatur.all the best.

 2. શ્રી મનહર ઉધાસ મારા પણ બહુ જ પ્રિય ગાયક છે. મારી પાસે તેમના બધા જ આલ્બમ, તેમજ તેમની ગાયેલી મોટાભાગની ગઝલોના શબ્દો છે. ફરમાઇશ મળશે તો ટાઇપ કરીને મૃગેશભાઇને મોકલી આપીશ.
  મનહર ઉધાસના કોઇ પણ આશક મને નીચેના સરનામે ઇમેઇલ કરી શકે છે.
  sbjani2004@yahoo.com

 3. Aasimbhai ni aa kruti maara priy sahityo mani ek chhe.

  I am also a big fan of Manahar Udhas and always love to listen his Ghazals.

  Thanks a lot to Aasimbhai, Manahar Udhas, Amitbhai and Mrugeshbhai.