દીવાલો – મોહમ્મદ અલી ભૈડુ”વફા”

[રીડગુજરાતીને આવી સુંદર ગઝલ ટાઈપ કરીને મોકલવા બદલ શ્રી મોહમ્મદ અલી ભાઈનો (કેનેડા) ખૂબ ખૂબ આભાર. ]

અમારા રાહમા કાંટા બની ભોંકાય દીવાલો.
ઉભય મતભેદની આખરબની અંતરાય દીવાલો.

પડી ગઇ સ્નેહ ધારાની ઘણીયે ખોટ પાયામા,
ખરે તેથીજ કઁઇ હૈયા તણી તરડાય દીવાલો.

નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

કદી શબનમ બની વરસી અમારી દિલ કળી ઉપર,
તમારે સ્નેહ ઝરણે ગમ તણી ધોવાય દીવાલો.

રહે સાન્નિધ્યામા હરદમ છતાઁ કોમળતા નહીઁ પ્રગટી,
મને આ પૂષ્પ કંટક વચ્ચે પણ દેખય દીવાલો.

તમારે યાદ શુઁ આવી તિખારાઓ ભરી લાવી,
નયનમા યાદની ભીને બની પડઘાય દીવાલો.

અને એ ક્રુરતા માનવ તણી જ્યારે નિહારે છે,
“વફા” ત્યારે ઘણી વેળા બહુઁ શરમાય દીવાલો.

Advertisements

4 responses to “દીવાલો – મોહમ્મદ અલી ભૈડુ”વફા”

 1. Excellant. Expressions on ‘ Deevaalo’ in so many ways is really superb.
  Maybe you can add a sher based on the saying that ‘ Deevaalone paN kaan hoy chhe’ !!

 2. Dear Sureshbhai,
  Thamkyou very much for your lovig and ,encouraging remarks.pl.go to my following site of Urdu(romanscript) you wil find “deevaalone pan kan hoy chhe”

  http://www.shayri.com/forums/showthread.php?s=&postid=198143#post198143

  Zehmat na kijye

  Izhare iltefat ki zehmat na kijye.
  Divarke bhi kan hai ahat na kijye
  Mohammedali Bhaidu”wafa”

 3. મહંમદભાઇ
  મને ઉર્દુ શાયરી ઘણી ગમે છે, પણ ફારસી શબ્દોનું અજ્ઞાન નડે છે. આ માટે નેટ પરથી કંઇ મદદ મળી શકે તેવી કોઇ વેબસાઇત તમે સૂચવશો તો આભારી થઈશ.

 4. નિરવતા શૂન્ય ભરખે જ્યારે ઘર તણો કલરવ,
  મને એ મૌનનુ મૂખ ચીરતી સંભળાય દીવાલો.

  very nice… wafaa ali ji,

  beautifuly written and express yourself. very nice explation. nice reading you. In fact I read most of your creation, but this one is one of my favourite. take care!