નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

‘આપણે તો ભાઈ વર્ષોથી આ જ નિયમ પાળ્યો છે કે સવારે બરાબર સાડા સાત વાગ્યે ઘરેથી નીકળીને ઑફિસે જવું અને સાંજે છના ટકોરે પાછા ઘરે હાજર થઈ જવું. અઠવાડિયાના સાતેય દિવસનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરનું મેનુ લગભગ નક્કી જ હોય. કોઈ વાર મહેમાન આવી જાય, ઘરમાં સાજામાંદા હોય તો એમાં ચૅઈન્જ થાય. મહિને એક વાર ઘરના બધાએ સાથે ફિલ્મ જોવા જવાનું અને બહાર જમવાનું….. બહારના બધાય કહે કે ભાઈ, માન ગયા તુમ કો ! તમે તો ખરી રેગ્યુલર લાઈફ જીવો છો !’

ચહેરા પર ગૌરવમિશ્રિત સ્મિત સાથે એક ગૃહસ્થ પોતાની દિનચર્યા, જીવનશૈલી વર્ણવી રહ્યા હતા. બોલતાં બોલતાં એમણે સામે બેઠેલી પત્ની સામે જોયું, ‘મેં તો લગ્ન પછી તરત જ કહી દીધેલું કે બીજા ભલે ગમે તે કરે, પણ આપણે ડિસિપ્લિન્ડ લાઈફ જીવવાની. આપણે રહીશું એમ જ આપણાં સંતાનો પણ….’

ગૃહસ્થનો વાણીપ્રવાહ એક દિશામાં અસ્ખલિત વહી રહ્યો હતો એમના જીવનની જેમ જ. સામે પત્નીના ચહેરા પર નિર્લેપતાના ભાવ હતા. કદાચ એ આ સંભાષણ અનેક વાર સાંભળી ચૂકી હશે. વર્ષોથી જીવાઈ રહેલી શિસ્તબદ્ધ જિંદગીનો આ પણ એક હિસ્સો હશે.

મહેમાનો સાથે લગભગ આવી જ વાતો કરવાની, જમવાનું, વિદાય આપવાની, મોડું થઈ જાય અને કામવાલી બાઈ જતી રહે તો જાતે રસોડાની સાફસફાઈ કરી નાખવાની. ભગવાનનું નામ લેવાનું અને મૉર્નિંગ એલાર્મ મૂકીને પથારીમાં લંબાવી દેવાનું. બીજે દિવસે સોમવાર હોય તો હસબન્ડના ટિફિનમાં ભાખરી સાથે કઠોળ મૂકવાનું, દીકરાને સ્કૂલે મોકલવાનો, ધોબીનો હિસાબ કરવાનો… બધું બરાબર ગોઠવાયેલું. આજે, કાલે, પરમ દિવસે…..

ખરેખર એને આ રીતે જીવવામાં મજા આવતી હશે ?
આમ જુઓ તો કોઈ દુ:ખ નથી. ઘરમાં કંકાસ નથી. પતિ સારું કમાય છે, દીકરો ભણવામાં હોંશિયાર છે. ભવિષ્યની ચિંતા નથી. પતિદેવે કંડારી રાખેલી કેડી પર ચાલ્યા કરે તો આખી જિંદગી આમ જ શાંતિપૂર્વક નીકળી જવાની, પણ ખરેખર એને આવી શાંત, એકધારી, ઘરેડ બની ગયેલી જિંદગી ગમતી હશે ?

બાવીસ વર્ષની ઉંમરે પરણી ગયેલી એ સ્ત્રી અત્યારે પાંત્રીસની થઈ છે. આ તેર વર્ષમાં એને ક્યારેય નિયમ તોડવાની ઈચ્છા નહીં થઈ હોય ? કોઈ વાર એને કંઈ unexpected, implusive લાગે તેવું કરવાનું મન નહીં થયું હોય ?

પતિ ભલે સાંજે છને ટકોરે ઘરમાં હાજર થઈ જાય, પણ હું આજે ફ્રૅન્ડને ઘરે મોડે સુધી બેસીને વાતો કરીશ….. આજે રસોઈ નહીં બનાવું, ઘરમાં કહી દઈશ કે ફોન કરીને રેસ્ટોરાંમાંથી જમવાનું મંગાવી લઈએ. કાલે સવારે મોડી ઊઠીશ…. આ મહિને બજેટની ઐસીતૈસી કરી નાખીને પણ પેલે દિવસે સ્ટોરમાં જોયેલી અને બહુ ગમી ગયેલી પર્સ ખરીદી લઈશ….. હસબન્ડને કહી દઈશ કે આ બે દિવસ તમારી શિસ્તને પડતી મૂકો અને ચાલો, બહાર ફરવા ઊપડી જઈએ, કોઈ પ્લાનિંગ વિના…..

આવો વિચાર ભૂલેચૂલે એ ડિસિપ્લિન્ડ હસબન્ડની ડિસિપ્લિન્ડ અર્ધાંગિનીને આવ્યો હશે ?

પતિને પૂછો તો માથું ધુણાવીને કહી દેશે : ‘ના રે, માય વાઈફ ઈઝ નૉટ લાઈક ધૅટ !’ પત્નીને પૂછો તો કદાચ બીજાની હાજરીમાં એ ના પાડશે, કદાચ આટલાં વર્ષોની આદતથી મજબૂર છે તો ખાનગીમાં પણ ના પાડી દેશે, પરંતુ પછી એકલી પડતાંની સાથે જ એ પોતાની જાતને આ સવાલ પૂછશે અને પ્રમાણિક જવાબની અપેક્ષા રાખતી હોય તો અંદરથી એક ઝીણો, દબાયેલો અવાજ સંભળાશે : ‘કોઈ કોઈ વાર મન થાય છે…..’

સાચું પૂછો તો આપણને બધાંને ક્યારેક તો આવી ઈચ્છા થવી જોઈએ. સ્ત્રીને અને પુરુષને પણ ! વરસોનાં વરસ સુધી આપણે એકસરખી ઘરેડમાં જીવ્યા કરીએ છીએ. આ રફતારને શિસ્ત, સિક્યોરિટી, શાણપણ જેવાં રૂપાળાં નામ આપીએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં એ આપણો ડર છે, અજાણ્યા રસ્તે જવાનો ! Fear of unknown ! એટલી હદ સુધી કે કોઈ નવા વિચારને પણ આપણે ભાગ્યે જ મગજમાં આવવા દઈએ છીએ.

ઘરથી ઑફિસ કે ઘરથી માર્કેટ સુધી અનેક રસ્તા જતા હશે, પણ આપણામાંથી કેટલા જણ એ બધી ગલીકૂંચીમાંથી, કમસે કમ એકાદવાર પણ, પસાર થવાનો પ્રયત્ન કરીએ છીએ ? રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ મેનુ-કાર્ડમાંથી હંમેશા અમુક, ચાખેલી-પારખેલી વાનગીઓ જ મંગાવવાનો આગ્રહ રાખીએ છીએ. એક જ હેરસ્ટાઈલને વળગી રહીએ છીએ, ઘરમાં ફર્નિચરની જગ્યા સુદ્ધાં બદલતાં નથી.

અહીં માત્ર કોઈ નિયમ તોડવાની વાત નથી. વાત છે કે તમે ક્યારેય તમારા સેટ રૂટીનમાંથી બહાર જઈને વિચારો છો ? થોડા સમય પહેલાં એક પૉસ્ટર જોયેલું, એમાં લખેલું : How many new ideas you had this week ? અને ખરેખર આપણામાં એવા અનેક લોકો હશે કે જે આના જવાબમાં કહેશે : ‘Not a single one !’ એક અઠવાડિયું તો ઠીક, એક આખા મહિના-વરસમાં પણ એકેય નવો વિચાર ન આવ્યો હોય એવા માણસો પણ દુનિયામાં જીવે છે. તમે એમાંના એક છો ?

જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર નહીં પડે કે બીજા રસ્તા પર સરસ મજાનો ગાર્ડન છે અને જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ નથી, એમને પેલા ગાર્ડનમાં જઈને પક્ષીઓના અવાજ સાંભળવાની, નવા માણસોને મળવાની, ખુલ્લી હવામાં ખુલ્લા પગે ચાલવાની તક નથી મળતી. કદાચ એ બહાનું કાઢશે કે રૂટિનમાંથી બહાર આવીએ ત્યારે નવું વિચારવાની તક મળે ને ? પણ આ ખરા અર્થમાં બહાનું જ છે. કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી. આપણે જેને કમ્પલસરી રૂટીન કહીએ એ તો વધુમાં વધુ સવારના છ વાગ્યાથી શરૂ થઈને રાતે બાર વાગ્યા સુધીમાં પતી જતું હોય છે અને દર વખતે શરીર અને મન એટલાં થાકેલાં નથી હોતાં કે નવું વિચારવાની શક્તિ ન રહે ! હકીકત એ છે કે આપણે દિમાગના દરવાજા બંધ કરી દઈએ છીએ કે નવું કરવાથી કંટાળીએ છીએ કે પછી સેફ રૂટીનમાંથી બહાર નીકળતાં ડરીએ છીએ !

ખોટું લાગતું હોય તો આજે રાતે સૂતાં પહેલાં કે કાલે સવારે ઊઠીને ખુદને પૂછી લેજો : ‘જીવનમાં નવું શું છે ?’

Advertisements

19 responses to “નવું વિચારતાં ડરો છો ? – વર્ષા પાઠક

 1. મનનાં કોઇ અગોચર ખૂણે ધરબી દીધેલા વિચારોને હવામાં વહેતા કરવા માટે વર્ષા પાઠકની કલમ જાણીતી છે જ. એમને વાંચવું હંમેશા ગમ્યું છે.

 2. interesting story,like to read it.its rights, we must looke into a change.

  Thanks for posting sucha beautiful story on readgujarati.com

  Regards,
  Nitin

 3. અમિત પિસાવાડિયા

  beautiful…. thank you ,,

 4. Bahuj Saras
  v cant stop our thoughts…
  aabhar sah

 5. મારી જીવનના એક લજ્ઞમાં નું એક સતત પરીવતન છે.

 6. મારા મનની વાત વર્ષાબેને કરી. મારી 63 વર્ષની ઉંમરે પણ નવું જાણવાનો અને શીખવાનો અને કરવાનો બહુ જ આનંદ આવે છે.
  મૃગેશભાઇ, તમે કંઇ ને કંઇ નવું લાવતા રહો છો. ભગવાન તમને આવું ને આવું કરતા રાખે અને.. તમારા કામમાં જોડાઇ જાય તેવી જીવન સાથી જલદી આપે !!

 7. Varshaben,

  Kharekhar ekdam saachhi ane saras vaat lakhi chhe tame. Discipline is definitely necessary – but it should be flexible. U must live a planned life – have a scheduled routine – but must have scope for “changes”. Say for e.g. if u like to walk daily wearing shoes – try someday with normal CHAMPAL / SLIPER and feel/njoy the difference. Little change in daily / long running routine will make the life more enjoyable.

  Once again – enjoyed reading this article.

 8. વર્ષાબેનની વાતમાં તથ્ય છે. દરેકનાં મનનાં છુપાયેલા એક ખુણાની વાતને ખૂબજ સુંદર રીતે રજુ કરી છે.
  મૃગેશભાઈનો ખુબજ આભાર કે જેમણે આવી સુંદર રજુઆતને પસંદ કરીને વાંચકો સમક્ષ રજુ કરી.

 9. Very True. Too much planning and discipline create stress, You should do somethings without extreme thinking. There are no expectation for such things…That will reduce stress also and make your mind healthier. Its my own experience…Gita says “Apeksha sarva dhukhonu mul che”

 10. VarshaBen,

  What is said is good for once in a while. Most of the like people live stereotype life. And they should to some extent. Becuase otherwise they will get fedup of change too often.

  There is nothing wrong in living stereo-type life. 2 or 3 times a year, people shoudl live spontaneous life and that is what makes it fun.

 11. Hello

  Yes, She is 100% right. Nobody is living life as it has to be live… Just afraid from the truth of the life and never take risk and its reponsiblity. Try new things, Accept change and result of the act.

 12. Perfect. I guess we gujjus are more venturesome and we are known as business comminuty. Still i know there are people whose daily menu is fixed. Displine is good but some time we need to think out of box to make life better and happy. And to finish i would say “Change is the only constant thing”.

 13. To always adhere to a particular routine, moreso, when it is levied upon you, is like getting locked behind some unseen bars.
  Rightly, put by Ms. Varsha Pathak, we are tyeing not only our physical self but also our mental self in some set codes.
  Discipline is good, but it should be self discipline, not enforced.And sometimes, one should also follow the heart.

 14. Read my mind through this story. a true story of many lifes. very good

 15. Change is always required in the life from routine. This removes the routiness, boredome from your life as well from the life of people around you. Also this gives the strength to fight the new battle on next day.

  Mara mate change e jeevan nu ganu agatyanu and jaroori ang chhe.

  Thanks once again to Varshben and Mrughesh for such a beautiful article. Hope this help we all to see our life from a different angle.

 16. mane tamaro lahk khoob gmiyo.
  Thanks to Varshben and Mrugheshbhai for such a beautiful and invigarating article.
  How coul I relpy in Gujarati ?

 17. vah! lifeni reality varhaben saras angulinirdesh
  karyo thanks to mrugeshbhai and varshaben
  afsos thayo ke roj readgujarati vanchu chu
  pahela kem nazer na padi?
  anyway its goodone

 18. Dear Varshaben

  really nice words.. you have seen the unseen in peoples mind.. people do fear to comeout of the daily routine.. “fear” never seen but most expressed and experienced .. i have read somewhere, few words from M. Gandhiji ” Dar ej bahu moto rog chae”

  Keep publishing such nice short essays

  Regards,
  Saifee S Limadiawala

 19. Good varsha ben i like this article, in fact i am publisher, i try to implement every day new thougts new idea, something different that’s the way of life