આરશા – મીના છેડા

[મુંબઈના રહેવાસી શ્રીમતી મીનાબહેન પોતાના વિસ્તારમાં આવેલા અનાથાશ્રમમાં ખૂબ સક્રિય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમનો વ્યક્તિગત એવો અનુભવ રહ્યો છે કે અનાથાશ્રમોમાં બાળકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ તો મળી જાય છે પરંતુ તેમને વિશેષ જરૂર હોય છે હૂંફની અને પ્રેમની. આ માટે તેઓ અનાથાશ્રમમાં સારો એવો સમય બાળકો સાથે વિતાવે છે. આજે તેઓ એ રીડગુજરાતીને તેમનો એક નાનકડો સુંદર અનુભવ લખીને મોકલ્યો છે જે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ]

પહેલી વાર એને છાયા સાથે જોઇ હતી. મને જોતા જ છાયા એનો હાથ પકડીને મારી તરફ થોડું દોડી. મારી નજીક આવી હંમેશની જેમ મને વળગીને ઊભી રહી. હાથ ફેલાવી હસી ઊઠી. મેં પણ હસતા હસતા એને ઊંચકી ‘મારી છાયા’ કહેતા એના ગાલ ચુમ્યા… સાથેજ, સામે ઊભેલી ચારેક વર્ષની શ્યામલ ગુમસુમ છોકરી પર મારી નજર પડી.
હળવેથી સ્મિત આપતા મેં એને પૂછ્યું, ‘આપકા નામ ક્યા હૈ?’
એ કંઇ કહે એ પહેલા છાયા બોલી… ‘યહ આરશા હૈ’ અને આ રીતે આરશા સાથે મારો પહેલો પરિચય થયો. ત્યાં સુધીમાં તો બધા બાળકો અર્પિતા, ચિત્રા, કોમલ, સોના, કૈલાશ, અરિવંદ…. બધા મને ઘેરતા ગયા.. આરશાને બધાના ધક્કા લાગતા રહ્યા અને એ દૂર થતી ગઇ.

મારી નજરથી એ હટતી નહોતી. એની આંખો કોરી હતી. જાણે આસપાસ થતા શોરબકોરની એને કોઇ નિસ્બત નહોતી. બધાને આઈસ્ક્રીમના કપ આપતા આપતા મેં એની તરફ ફરી જોયું. કદાચ અત્યાર સુધી આઈસ્ક્રીમથી એ પીગળી ગઇ હોય. પણ એ તો જાણે પુતળુ જોઇ લો. હું એની પાસે ગઇ. એના માથા પર હાથ ફેરવ્યો અને આઇસ્ક્રિમ આપતા કહ્યું: ‘તો તુમ આરશા હો?’ મને હતું કે કદાચ એ મારા હાથને ઝટકી નાખશે. આઇસ્ક્રિમ નહીં લે. અને પોતાની નારાજગી કે ગુસ્સો કે અકાળમણ વ્યક્ત કરશે. પણ ના એવું કંઇ ન થયું. હા…. એ કંઇ બોલી પણ નહીં. હસી પણ નહી. આઇસ્ક્રિમ લઇ લીધો, પણ લેતી વખતે આંખમાં કૈંક પામવાની ચમક પણ નહીં. ફરી એ ચૂપ ઊભી રહી ગઇ.

પણ હવે…., હવે એની આંખમાં ધીરેથી એક સવાલ આવીને રોકાઇ ગયો. જ્યારે ફરી મારી નજરથી એની નજર મળી..ત્યારે મને એ સવાલ દેખાયો. આ અહેસાસ મને માણસોમાં આટલા સ્પષ્ટ રીતે બહુ ઓછો જોવા મળ્યો છે, જે એ નાની છોકરીની આંખમાં મેં સવાલનાં રૂપમાં જોયો. મારી પાસે તેનો કોઈ જવાબ નહતો.

આ પહેલી મુલાકાત બાદ, મળવાનો દોર ચાલુ રહ્યો. દરેક વખતે હું કંઇક નવું લઇ જતી. કોઈકવાર ખાવાનું તો કોઈકવાર પહેરવાનું. દરેક વખતે બધા બાળકોની આંખમાં બાળસહજ કુતુહલતા. પોતાપણું….. મારા પર હક જતાવવું….. રિસાઇ જવું…. વહાલ માંગવું…… બધું ચાલતું રહ્યું ….. પણ આ બધાથી આરશા લુપ્ત જ રહી.. એક સવાલ લઇને…. જેનો જવાબ હું ક્યારેય આપી ન શકી. દરેક વખતે એ અલગ ઊભી રહેતી. હું એને પાસે ખેંચતી તો ખેંચાઇ ને મારી પાસે આવતી. કોઇ વિદ્રોહ નહીં. જે ખાવાનું આપતી ખાઇ લેતી પણ કોઇ માંગ નહી અને લેતાની સાથે જ ફરી મારાથી અળગી થઇને ખૂણામાં ઊભી રહેતી એ જ જુનો સવાલ લઇને, જેને હું હંમેશા નજરઅંદાજ કરતી રહી.

આમ તો ત્યાં એ દિવસોમાં હું નિયમિત જતી હતી, પણ પછી લાંબી માંદગીના કારણે લગભગ પાંચ મહિના થઇ ગયા હતા બધાને મળ્યે. આ સમય દરમિયાન ઘણાં બાળકોને ઘર મળી ગયું હતું. એમના માટે ખુશી તો હતી જ હતી પણ હવે ફરી કદાચ આ જીવનમાં ક્યારેય મને મારા આ બાળકો નહી મળે એનું દર્દ પણ હું અનુવભવતી હતી અને જે બાળકો અહીં હતા તેઓ નાના હતા ને આટલો સમય વચ્ચે વીતી ગયો હતો છતાંય મને જોઇને ઓળખી ગયા. કોઇક શરમાઇને તો કોઇક હકથી મને ભેટ્યા. હું પણ ફરી આ વાતાવરણમાં મારા બાળકો વચ્ચે હતી. છાયા, અર્પિતા, ચિત્રા, અનામિકા…. મારી નજર એમને શોધ્યા કરતી હતી…એ જ ક્ષણે, પાછળથી કોઇએ મારો પાલવ ખેંચ્યો. મેં પાછળ ફરી ને જોયું તો ‘આરશા’

હું તો ખુશીની મારી આભી જ બની ગઈ. આરશા મને ભેટતા જ બોલી, ‘તુ આ ગઇ?’ હજી પણ હું હેરાન હતી. આજે એના સવાલ સામે હું નજર મેળવી શકી, કારણ કે આજે આરશા પાસે એના સવાલનો જવાબ પણ હતો.
‘મૈં યહાં ક્યું હું? આપ યહાં ક્યું આતી હૈ? આપ હમારી કોન હૈ ? આપ યહાં ફિરસે આયેંગી ? આપ યહાં હમસે મિલને આઇ હૈં? યા કિસીકો છોડને આઇ હૈં ?- એક સવાલમાં કેટલાય સવાલ…. અને બધા જ સવાલનો એક જ જવાબ …આ પાંચ મહિના બાદ મને ફરી અહિંયા જોતા આરશાને મળી ગયો.. અને મને એ જવાબ એણે બતાવ્યો – “તું આ ગઇ ?”

હા… આજે એને મારો વિશ્વાસ આવ્યો હતો. મારું પોતાપણું આજે એને સ્પર્શી ગયું હતું. આજે હું એને કહી શકી કે – હું અહીં તારા માટે જ છું. બધા બાળકોને પર્ક ચૉકલેટ આપી. એક સીસ્ટરે આરશા તરફ પોતાનો હાથ ધર્યો.. ને કહ્યું, ‘મુજે દો’ તો આરશાએ એમની તરફ ખાલી કાગળ વાળો હાથ ધર્યો. ને મારી તરફ ચૉકલેટ વાળો હાથ આગળ કરી હસી પડી.. આજે એની આંખમાં મસ્તી છલકતી હતી. મેં તેને વ્હાલથી બાથમાં લીધી અને મારા મોમાંથી શબ્દો સરી પડ્યા :

હે ઈશ્વર, આ ફૂલ જેવા કોમળ બાળકો, દુનિયાથી અલિપ્ત અને સુંદર મજાનાં આ ભૂલકાંઓને તું પ્રેમ થી ભરી દે જે.

Advertisements

14 responses to “આરશા – મીના છેડા

 1. Dear meena dd,

  tamaro lekh vaanchi ne khoob saaru laagyu. ane tamaro naana bhulkaao pratye no prem joi ne aankh bharaayi aavi. really I appreciate your effort. you are doing great job, and you do know that I like what you been doing. and I thank you for being you. and next time when you meet them, give them my regards, I am with them too. Hope you are good in health now. take good care of yourself & keep in touch.

  Yours always,
  Parul Patel.

 2. :)……..so cute..so innocent..
  tame khub saras rite lakyu che didi…!

 3. Meenaben ame ichhva chhata aavi koi pravruti kari sakta nathi
  nana balko bahuj nirdosh hoi temne jevu age tevu mo par kahi de ane lad pyar risavu aa badho temno abadhit hakk mani teo aapni sathe varte tyare aem lage ke prabhu kyay dur nahi pan ahij chhe ne balko ma te saday pratyakx j chhe …
  anubhav ne vat j nayri chhe…
  aabhar sah…

 4. મીનાજી સાથે થોડા જ દિવસો પહેલાં મારે નેટ દ્વારા સંપર્ક થયો. એમની થોડી હિંદી અને થોડી ગુજરાતી કવિતાઓ વાંચી. આ વાર્તા ‘આરશા’ પણ વાંચી. આ વાર્તા વિશે મારે કશુંક કહેવું હોય તો બસ એટલું જ કહી શકું કે આ વાર્તા નથી, દિલમાંથી સરી આવેલી સંવેદના માત્ર છે. મગજમાંથી ઉદભવેલી અને અનુભૂતિ બનીને દિલમાંથી જન્મેલી વાર્તા વચ્ચેનો તફાવત કોઈએ જાણવો હોય તો એને આ વાર્તા વાંચવાની ભલામણ કરી શકાય.

  મીના છેડાની કવિતાઓ વાંચવામાં રસ હોય એ આ લિંક પર એમના શબ્દદેહને મળી શકે છે:
  http://www.anubhuti-hindi.org/kavi/m/meena_chheda/index.htm

  વિવેક

 5. mina chheda no lekh khub gamayo.aava lekhon amne vachva madta rahe.mina ne khubh abhinandan

 6. મીનાબેન , પુરુષ સહજ નબળાઇથી મારી આંખમાં આંસું આવતા નથી. પણ આ વાત વાંચીને આંખો ભીની થઇ ગઇ.
  મને એમ થાય છે કે જિંદગીમાં આવી પ્રવૃત્તિ હું ક્યારે કરી શકીશ? શરીરથી નહીં તો આર્થિક રીતે આવી સારી પ્રવૃત્તિમાં સહભાગી થવાનું ઘણું મન થાય છે.
  મૃગેશભાઇ, આવી માનવતા સભર વાતો વધુ ને વધુ આપતા રહો .

 7. અમિત પિસાવાડિયા

  મીના બહેન , તમો એક ખરેખર ઉમદા પ્રવૃતિ કરો છો ,કારણ કે નાની ઉમર ના બાળકો ને જરૂર હોય છે પ્રેમની , સહાનુભુતિની અને લાગણીસભર વર્તનની . ખુબ ખુબ અભિનંદન મીના બહેન તમારો .

 8. Meenabahen!!
  Kharekhar dil ney sparshi jay tevo anubhav tamoye ahin darshavel che!! Nirdosh badko no vayvahr pan nirdosh hoy chey pan koik vaar temni satheyno prasang aapnaney lagnisabhar kari jay chey aney tey pachi tey prasang aappna jivan sathey joday chey aney kadi pan visrato nathi!!
  Tamo jey aa kaam karo cho tey ek adhbhut seva chey aney hun chokkas paney kahi shakoon key aavi seva thi tamoney jaroor khushi aney shanti prapt thati hashey!! Tamoney aava anek mahan karya kervani shakti prapt thai tevi prathna sahit,

  Rajan!!

 9. Excellent…!
  So many emotions!!!

 10. Just have no words only fews tears in eyes. It touched to bottom of my heart.

 11. good work,Always keep it up

 12. એક વાંચન :”બાળ હસે ને પુષ્પ વસે ,તે ઘર સ્વર્ગ ગણાય ;
  એક મધુરા રવ કરે ,એક મૌન મુસકાય !! !”
  લેખિકા બહેનને શત શત અભિનંદન આવા સર્જન બદલ !…

 13. Heary congrtulation for the heart touching fact…and also congratulationfor the lucid language…

 14. મીનાબેન છેડાની આ તેમના અનુભવમાંથી ઉદભવેલી સંવેદનાને અને તેમની માનવીય અને માનનીય પ્રવૃતિને અભિનંદન……