હનુમાન જયંતી વિશેષ

hanuman jayanti

મંગલ-મૂરતિ મારુત-નંદન | સકલ-અમંગલ-મૂલ નિકંદન ॥ 1 ॥
(પવનકુમાર હનુમાનજી કલ્યાણની મૂર્તિ છે. જે બધા જ અમંગળોનો મુળમાંથી નાશ કરનારાં છે. ॥ 1 ॥ )

પવનતનય સંતન-હિતકારી | હૃદય વિરાજત અવધ-બિહારી ॥ 2 ॥
(તે પવનના પુત્ર છે અને સંતોનું સદા હિત કરવાવાળા છે. અવધવિહારી શ્રીરામજી સદા તેમના હૃદયમાં નિવાસ કરે છે. ॥ 2 ॥)

માતુ-પિતા, ગુરુ, ગનપતિ, સારદ | સિવા-સમેત સંભુ, સુક નારદ ॥ 3 ॥
(તેમના તથા માતા-પિતા, ગુરુ, ગણેશ, સરસ્વતી, પાર્વતીસહિત શિવજી, શુકદેવજી, નારદ ॥ 3 ॥ )

ચરન બંદિ બિનવૌં સબ કાહુ | દેહુ રામપદ-નેહ-નિબાહૂ ॥ 4 ॥
(આ બધાના ચરણોમાં પ્રણામ કરીને હું એ વિનંતી કરું છું કે શ્રી રધુનાથજીના ચરણોમાં મારો પ્રેમ સદા એક સરખો રહે એવું મને વરદાન આપો. ॥ 4 ॥ )

બંદૌં રામ-લખન-બૈદેહી | યે તુલસીકે પરમ સનેહી ॥ 5 ॥
( અંતમાં હું શ્રીરામ, લક્ષ્મણ અને જાનકીજીને પ્રણામ કરું છું કે જે તુલસીદાસના પરમપ્રેમી અને સર્વસ્વ છે. ॥ 5 ॥ )

*********************

પ્રનવઉં પવનકુમાર ખલ બન પાવક ગ્યાન ઘન | જાસુ હૃદય આગાર બસહિં રામ સર ચાપ ધર ॥
(હું પવનકુમાર શ્રી હનુમાનજીને પ્રણામ કરું છું, જેઓ દુષ્ટરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિરૂપ છે, જેઓ જ્ઞાનની ઘનમૂર્તિ છે અને જેમના હૃદયરૂપી ભવનમાં ધનુષ્ય-બાણ ધારણ કરેલા શ્રી રામજી નિવાસ કરે છે. ॥ )

અતુલિતબલધામં હેમશૈલાભદેહં | દનુજવનકૃશાનું જ્ઞાનિનામગ્રગણ્યમ ॥
સકલગુણનિધાનં વાનરાણામધીશં | રઘુપતિપ્રિયભક્તં વાતજાતં નમામિ ॥

(અતુલબળના ધામ, સોનાના મેરુ પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા, દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાને માટે અગ્નિરૂપ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય, સમસ્ત ગુણોના નિધાન, વાનરોના સ્વામી, શ્રી રધુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રીહનુમાનજીને હું પ્રણામ કરું છું ॥ )

પવનતનય સંકટ હરન મંગલમુર્તિ રૂપ | રામ લખન સીતા સહિત હૃદય બસહું સુર ભૂપ ॥
(હે પવનપુત્ર, સંકટોનું હરણ કરનારા, મંગળ કરનારા, દેવતાઓના સ્વામી, આપ શ્રી રામજી, સીતાજી તેમજ લક્ષ્મણજી સહિત મારા હૃદયમાં નિવાસ કરો.)

Advertisements

3 responses to “હનુમાન જયંતી વિશેષ

  1. અમિત પિસાવાડિયા

    એ જય , હનુમાન જયંતી બધા વાચકો ને ,, અને મૃગેશભાઇ તમને પણ ,

    ખુબ ખુબ આભાર ,,

  2. e shu dayara ne hanumandada na janmadivas ni khub khub shubhechhao…

  3. Jay Hanuman, Jai shree RAM,