પોસ્ટઑફિસ – ધૂમકેતુ

dhumketu[લેખક પરિચય : શ્રી ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. એટલે શ્રી ધૂમકેતુ. ગૌરીશંકર એ ગોવર્ધનરામ જોશી ના ત્રીજા પુત્ર હતા. તેઓશ્રી નો જન્મ તા. 12 મી ડિસેમ્બર 1892 ના રોજ , સૌરાષ્ટ માં જલાબાપાની તપોભૂમિ, વીરપુર ગામે થયો હતો. પ્રાથમિક શિક્ષણ વીરપુરમાં જ . 1914 માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. પછીનું ઉચ્ચ શિક્ષણ જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં. 1920 માં મંબઇ યુનિવર્સિટીના સ્નાતક થયા, સંસ્કૃત અને અંગ્રેજી મુખ્ય વિષયો સાથે.

એમનું અપૂર્વ કહી શકાય એવું સર્જન તો ટૂંકી વાર્તાનું જ. એકસાથે 19 વાર્તાઓનો નમૂનેદાર વાર્તાસંગ્રહ ‘તણખા-1 ’ 1926 મા પ્રકાશીત થયો . અમદાવાદમાં શિક્ષક તરીકે રહેલા ધૂમકેતુ સૌરાષ્ટ્રના ગોંડલ શહેરમાં પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી. અમેરીકા માં પ્રકાશીત થતુ “ stories from many lands” માં , તણખા મંડળ -1 માંથી “ પોસ્ટ ઓફીસ” નામક વાર્તા ને સ્થાન મળ્યુ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એ ‘ટેનટેલ’ નામની શ્રેષ્ઠ પસંદ કરેલી 10 વાર્તામાં પણ “પોસ્ટ ઓફીસ” નુ સ્થાન છે. “પોસ્ટ ઓફીસ” વાર્તામાં અલીડોસાના પુત્રી-પત્ર વિરહ નો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી છે. (રીડગુજરાતીને આ લેખ ટાઈપ કરી મોકલવા બદલ શ્રી અમિતભાઈ પિસાવાડીયાનો ખૂબ ખૂબ આભાર.) ]

પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝભ્ભાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઇ ને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ , કોઇક વહેલાં ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો શબ્દ કે કોઇ અકાળે જાગેલા પક્ષીનો સ્વર : એ સિવાય શહેર તદ્દન શાંત હતું. લોકો મીઠી નિદ્રામાં ઘોરતા હતા, અને શિયાળાની ઠંડીથી રાત્રિ વધારે ગાઢ બનતી હતી. કહે નહિ છતાં કતલ કરી નાખે એવી મીઠા મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથીયારની માફક પોતાનો કાબૂ સર્વત ફેલાવી રહી હતી. વૃદ્ધ ડોસો ધ્રૂજતો ને શાંત રીતે ડગમગ ચાલતો હતો, શહેરના દરવાજા બહાર થઇ, એક સીધી સડક પર આવી પહોંચ્યો, ને ધીમે ધીમે પોતાની જૂની ડાંગના ટેકાથી આગળ વધ્યો.

સડકની એક બાજુ ઝાડોની હાર હતી, ને બીજી બાજુ શહેરનો બાગ હતો. અહીં ઠંડી વધારે હતી ને રાત્રિ વધારે “શીમણી” બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો ને શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી ઉપર ઠંડીના કટકા જેવું પડતું હતું. જ્યાં બાગનો છેડો હતો ત્યાં છેલ્લામાં છેલ્લી ઢબનું એક રોનકદાર મકાન હતું, ને તેની બંધ બારી તથા બારણામાંથી દીવાનો ઉજાશ બહાર પડતો હતો.

ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઇ જેમ શ્રદ્ધાથી આનંદ પામે , તેમ વૃદ્ધ ડોસો આ મકાનની લાકડાની કમાન જોઇ આનંદ પામ્યો. કમાન પર એક જરીપુરાણા પાટિયામાં નવા અક્ષર લખ્યા હતા : “પોસ્ટ ઓફિસ”. ડોસો ઑફિસની બહાર પડથાર પર બેઠો. અંદરથી કંઇ ચોક્કસ અવાજ આવતો ન હતો, પણ બેચાર જણા કામમાં હોય તેમ વ્યાવહારિક ‘ગુસપુસ’ થતી હતી.

‘પોલીસ સુપરિન્ટેન્ડન્ટ !’ અંદરથી અવાજ આવ્યો. ડોસો ચમક્યો. પણ પાછો શાંત બનીને બેઠો. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં એને ઉષ્મા આપી રહ્યાં હતાં. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળનાં સરનામાં બોલી બોલી પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, દીવાનસાહેબ, લાઇબ્રેરિયન, એમ એક પછી એક અનેક નામ બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંક્યે જતો હતો.

એવામાં અંદરથી એક મશ્કરીભર્યો અવાજ આવ્યો : ‘કોચમેન અલી ડોસા !’ વૃદ્ધ ડોસો હતો ત્યાંથી બેઠો થયો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, ને આગળ વધ્યો, અને બારણા પર હાથ મૂક્યો.
‘ગોકળભાઇ !’
’કોણ ?’
‘કોચમેન અલી ડોસાનો કાગળ કીધો નાં ?….. હું આવ્યો છું.’
જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું.
‘સાહેબ ! આ એક ગાંડો ડોસો છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટઑફિસે ધક્કો ખાય છે.’ કારકુને આ શબ્દો પોસ્ટમાસ્તરને કહ્યા, ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પાંચ વર્ષ થયાં એ જગ્યાએ બેસવાનો તેને અભ્યાસ હતો.

અલી મૂળ હોશિયાર શિકારી હતો. પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો હતો કે હંમેશાં જેમ અફીણીને અફીણ લેવું પડે, તેમ અલીને શિકાર કરવો પડે. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબરચીતરા તેતર પર અલીની દૃષ્ટિ પડે કે તરત તેના હાથમાં તેતર આવી જ પડ્યું હોય ! એની તીક્ષ્ણ દૃષ્ટિ સસલાની ખોમાં જઇ પહોંચતી. આસપાસના સૂકા, પીળા ‘કાસડા’ ના કે રાંપડાના ધાસમાં સંતાઇને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા જુદો ન પાડી શકતા, આગળ વધી જતા ને સસલું બચી જતું, પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દૃષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટતી અને બીજી જ પળે તે રહેતું નહિ. વળી ક્યારેક અલી મસ્છીમારીનો મિત્ર બની જતો.

પણ જ્યારે જીવનસંધ્યા પહોંચતી લાગી, ત્યારે આ શિકારી અચાનક બીજી દિશામાં વળી ગયો. એની એકની એક દીકરી મરિયમ પરણીને સાસરે ગઇ. એના જમાઇને લશ્કરમાં નોકરી હતી તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઇ હતી; અને જેને માટે તે જીવન નિભાવતો હતો તે મરિયમના છેલ્લાં પાંચ વર્ષ થયાં કાંઇ સમાચાર હતા નહિ. હવે અલીએ જાણ્યું કે સ્નેહ અને વિરહ શું છે. પહેલાં તો એ તેતરનાં બચ્ચાંને આકુળવ્યાકુળ દોડતાં જોઇ હસતો. આ એનો – શિકારનો આનંદ હતો.

શિકારનો રસ એની નસેનસમાં ઊતરી ગયો હતો, પરંતુ જે દિવસે મરિયમ ગઇ ને તેને જિંદગીમાં એકલતા લાગી, તે દહાડાથી અલી શિકારે જતાં શિકાર ભૂલી, સ્થિર દૃષ્ટિથી અનાજનાં ભરચક લીલાં ખેતર જોઇ રહેતો ! એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ છે ! પછી તો એક દિવસ અલી એક ખાખરાના ઝાડ નીચે બેસીને હૈયાફાટ રોયો. ત્યાર પછી હંમેશા સવારમાં ચાર બજે ઊઠીને એ પોસ્ટઑફિસે આવતો. એનો કાગળ તો કોઇ દિવસ હોય નહિ, પણ મરિયમનો કાગળ એક દિવસ આવશે એવી ભક્તના જેવી શ્રદ્ધામાં ને આશાભર્યા ઉલ્લાસનાં તે હંમેશાં સૌથી પહેલો પોસ્ટઑફિસે આવીને બેસતો.

પોસ્ટઑફિસ – કદાચ જગતમાં સૌથી રસહીન મકાન – એનું ધર્મક્ષેત્ર – તીર્થસ્થાન બન્યું. એક જ જ્ગ્યાએ ને એક જ ખૂણે તે હંમેશાં બેસતો. એને એવો જાણ્યા પછી સૌ હસતા. પોસ્ટમેન મશ્કરી કરતા ને ક્યારેક મજાકમાં એનું નામ દઇ એને એ જ્ગ્યા પરથી પોસ્ટઑફિસનાં બારણાં સુધી, કાગળ ન હોય છતાં, ધક્કો ખવરાવતા. અખૂટ શ્રદ્ધા ને ધૈર્ય હોય તેમ એ હંમેશાં આવતો ને દરરોજ ઠાલે હાથે પાછો જતો.

અલી બઠો હતો એટલામાં એક પછી એક પટાવાળાઓ પોતપોતાની ઑફિસના કાગળો લેવા આવવા લાગ્યા. ઘણું કરીને પટાવાળા એ વીસમી સદીમાં અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભારી જેવા છે, એટલે આખા શહેરના દરેકદરેક ઑફિસરનો ખાનગી ઇતિહાસ અત્યારે વંચાતો.

કોઇના માથા પર સાફો. તો કોઇના પગમાં ચમચમાટી કરે તેવા બૂટ-એમ સૌ પોતપોતાનો વિશિષ્ટ ભાવ દર્શાવતા હતા. એટલામાં બારણું ખૂલ્યું, દેવાના અજવાળામાં સામેની ખુરશી પર તૂંબડા જેવું માથું ને હંમેશનો દિલગીરીભર્યો ઉદાસીન જેવો ચહેરો લઇ પોસ્ટમાસ્તર બેઠા હતા. કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે માણસ ઘણું કરીને ગોલ્ડસ્મિથનો ‘વિલેજસ્કૂલમાસ્તર’ , આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્તર હોય છે !
અલી પોતાની જ્ગ્યાએથી ખસ્યો નહિ.
‘પોલીસ કમિશનર !’ કારકુને બૂમ પાડી, ને એક થનગનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો.
‘સુપરિન્ટેન્ડન્ટ !’
બીજો એક પટાવાળો આગળ આવ્યો – અને આમ ને આમ એ સહસ્ત્રનામાવલિ વિષ્ણુભક્તની જેમ કારકુન હંમેશાં પઢી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઊઠ્યો. પોસ્ટઑફિસમાં ચમત્કાર હોય તેમ તેને પ્રણામ કરી ચાલ્યો ગયો ! અરે ! સૈકાઓ પહેલાંનો ગામડિયો !
‘આ માણસ ગાંડો છે ?’ પોસ્ટમાસ્તરે પૂછ્યું.
‘હા, કોણ ? અલી ના ? હા સાહેબ ; પાંચ વરસ થયાં ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે ! એનો કાગળ ભાગ્યે જ હોય છે !’ કારકુને જવાબ આપ્યો.
‘કોણ નવરું બેઠું છે ? હંમેશ તે કાગળ ક્યાંથી હોય ?’
‘અરે ! સાહેબ, પણ એનું મગજ જ ચસકી ગયું છે ! તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઇ થાનકમાં દોષ કર્યો ! ભાઇ, કર્યાં ભોગવવાં છે !’ પોસ્ટમેને ટેકો આપ્યો.
‘ગાંડા બહુ વિચિત્ર હોય છે.’
‘હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો : બસ, બીજું કાંઇ નહિ. બીજા એક ગાંડાને હંમેશાં નદીને કાંઠે જઇ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી !’
‘અરે, એક ગાંડાને એવી હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે ! બીજો એક કવિતા ગાયા કરતો ! એક જણ પોતાને ગાલે લપાટો જ માર્યા કરતો. ને પછી કોઇક મારે છે એમ માનીને રોયા કરતો !’

આજે પોસ્ટઑફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશાં આવું એકાદ પ્રકરણ છેડીને એના પર બે-ચાર મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકરવર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઇ છે. પોસ્ટ્માસ્તર છેવટે ઊઠ્યા અને જતાં જતા કહ્યું : ‘ માળું, ગાંડાની પણ દુનિયા લાગે છે ! ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિની સૃષ્ટિ જેવી હશે !’ છેલ્લા શબ્દ બોલતા પોસ્ટમાસ્તર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યે જરાં ગાંડાઘેલાં જોડી કાઢતો ને એને સૌ ખીજવતા. પોસ્ટમાસ્તરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતાં હસતાં એના તરફ ફરીને કહ્યુ હતું. પોસ્ટઑફિસ હતી તેવી શાંત બની રહી.

એક દિવસ અલી બે-ત્રેણ દિવસ સૂધી આવ્યો નહિ. પોસ્ટઑફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દૃષ્ટિ કોઇનામાં ન હતી. પણ એ કેમ ન આવ્યો, અવી કૌતુકબુદ્ધિ સૌને થઇ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો, ને એના ચહેરા પર જીવનસંધ્યાનાં સ્પષ્ટ ચિહ્ન હતાં.

આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટમાસ્તરને પૂછ્યું : ‘માસ્તરસાહેબ, મારી મરિયમનો કાગળ છે ?’

પોસ્ટમાસ્તર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા ને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું.
‘ભાઇ, તમે કેવા છો ?’
‘મારું નામ અલી !’ અલીનો અસંબદ્ધ જવાબ મળ્યો.

‘હા. પણ અહીં કાંઇ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે ?’
‘નોંધી રાખોને, ભાઇ ! વખત છે ને કાગળ આવે, ને હું ન હોઉં તો તમને ખપ આવે !’ પોણી જિંદગી શિકારમાં ગાળી હોય એને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન બે પૈસા જેટલી કિંમતનું છે ?
પોસ્ટમાસ્તર તપી ગયા : ‘ગાંડો છે કે શું ? જા, જા, તારો કાગળ આવશે તો કોઇ ખાઇ નહિ જાય !’
પોસ્ટમાસ્તર ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતાં નીકળતાં એક વખત ફરીને પોસ્ટઑફિસ તરફ જોઇ લીધું ! આજે એની આંખમાં અનાથનાં આંસુની છાલક હતી; અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો ! અરે ! હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે ?

એક કારકુન એની પાછળ આવતો લાગ્યો. અલી તેના તરફ ફર્યો : ‘ભાઇ !’
કારકુન ચમક્યો ; પણ તે સારો હતો.
‘કેમ ?’
‘જુઓ, આ મારી પાસે છે.’ એમ કહી પોતાની એક જૂની પતરાની દાબડી હતી તેમાંથી અલીએ પાંચ ગીની કાઢી. જોઇ કારકુન ભડક્યો.
‘ભડકશો નહિ, તમારે આ ઉપયોગી ચીજ છે. મારે હવે તેનો ઉપયોગ નથી, પણ એક કામ કરશો ?’
‘શું ?’
‘આ ઉપર શું દેખાય છે ?’ અલીએ શુન્ય આકાશ સામે આંગળી ચીંધી.
‘આકાશ.’
‘ઉપર અલ્લા છે તેની સાક્ષીમાં તમને પૈસા આપું છું. તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો.’
કારકુન આશ્ચર્ય માં સ્થિર ઊભો : ‘ક્યાંથી ક્યાં પહોંચાડવો ?’
‘મારી કબર ઉપર !’
‘હેં ?’
‘સાચું કહું છું. આજ હવે છેલ્લો દિવસ છે ! અરેરે છેલ્લો ! મરિયમ ન મળી-કાગળે ન મળ્યો.’ અલીની આંખમાં ઘેન હતું. કારકુન ધીમેધીમે તેનાથી છૂટો પડી ચાલ્યો ગયો. તેના ખીસામાં ત્રણ તોલા સોનું પડ્યું હતું.

પછી અલી કોઇ દિવસ દેખાયો નહિ, અને એની ખબર કાઢવાની ચિંતા તો કોઇને હતી જ નહિ. એક દિવસ પોસ્ટમાસ્તર જરાક અફસોસમાં હતા. એમની દીકરી દૂર દેશાવરમાં માંદી હતી, અને તેના સમાચારની રાહ જોતા એ શોકમાં બેઠા હતા. ટપાલ આવી ને કાગળનો થોક પકડ્યો. રંગ ઉપરથી પોતાનું કવર છે એમ ધારી પોસ્ટમાસ્તરે ઝપાટાબંધ એક કવર ઊંચકી લીધું. પણ એના ઉપર સરનામું હતું, ‘કોચમેન અલી ડોસા !’

વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ એમણે તે નીચે નાખી દીધું ! દિલગીરી અને ચિંતાથી થોડી ક્ષણમાં એમનો અધિકારીનો કડક સ્વભાવ જતો રહી માનવ સ્વભાવ બહાર આવ્યો હતો. એમને એકદમ સાંભર્યું કે આ પેલા ડોસાનું કવર – અને કદાચ એની દીકરી મરિયમનું.

‘લક્ષ્મીદાસ !’ એમણે એકદમ બૂમ પાડી. લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે જેને અલીએ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા.
‘કેમ સાહેબ ?’
‘આ તમારા કોચમેન અલી ડોસા ….. આજે હવે ક્યાં છે એ ?’
‘તપાસ કરશું.’
તે દિવસે પોસ્ટમાસ્તરના સમાચાર ન આવ્યા. આખી રાત્રિ શંકામાં વિતાવી. બીજે દિવસે સવારે ત્રણ વાગ્યામાં તે ઑફિસમાં બેઠા હતા. ચાર વાગે ને અલી ડોસા આવે કે, હું પોતે જ તેને કવર આપું, એવી આજ એમની ઇચ્છા હતી.

વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટમાસ્તર હવે સમજી ગયા હતા. આજ આખી રાત તેમણે સવારે આવનાર કાગળના ધ્યાનમાં ગાળી હતી. પાંચપાંચ વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હ્રદય આજે પહેલવહેલું લાગણીથી ઊછળી રહ્યું હતું. બરાબર પાંચ વાગ્યે બારણા પર ટકોરો પડ્યો. પોસ્ટમેન હજી આવ્યા નહતા, પણ આ ટકોરો અલીનો હતો, એમ લાગ્યું. પોસ્ટમાસ્તર ઊઠ્યા. પિતાનું હ્રદય પિતાના હ્રદયને પિછાને તેમ આજે એ દોડ્યા, બારણું ખોલ્યું.

‘આવો અલીભાઇ ! આ તમારો કાગળ !’ બારણામાં એક વૃદ્ધ દીન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઊભો હતો. છેલ્લાં આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી, ને ચહેરાની કરચલીમાં કરડાઇના રંગ પર ભલમનસાઇની પીંછી ફરેલી હતી. તેણે પોસ્ટમાસ્તર સામે જોયું ને પોસ્ટમાસ્તર જરાક ભડક્યા. ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું !

‘કોણ સાહેબ ? અલી ડોસા ….!’ લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો.

પણ પોસ્ટમાસ્તરે તે તરફ હવે લક્ષ ન આપતાં બારણા તરફ જ જોયા કર્યું – પણ ત્યાં કોઇ ન લાગ્યું. પોસ્ટમાસ્તરની આંખ ફાટી ગઇ ! બારણામાં હવે કોઇ જ હતું નહિ, એ શું ? તે લક્ષ્મીદાસ તરફ ફર્યા.

એના સવાલનો જવાબ વાળ્યો :
‘હા, અલી ડોસા કોણ ? તમે છો નાં ?’
‘જી, અલી ડોસો તો મરી ગયેલ છે ! પણ એનો કાગળ લાવો મારી પાસે !’
‘હેં ? કે દી ? લક્ષ્મીદાસ !’
‘જી, એને તો ત્રણેક મહિના થઇ ગયા !’ સામેથી એક પોસ્ટમેન આવતો હતો. તેણે બીજો અરધો જવાબ વાળ્યો હતો.

પોસ્ટમાસ્તર દિડઃમૂઢ બની ગયાં. હજી મરિયમનો કાગળ ત્યાં બારણામાં પડ્યો હતો ! અલીની મૂર્તિ એની નજર સમક્ષ તરી રહી. લક્ષ્મીદાસે, અલી છેલ્લે કેમ મળ્યો હતો તે પણ કહ્યું. પોસ્ટમાસ્તરના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ બંન્ને ખડાં થયાં ! એમનું મન ભ્રમમાં પડ્યું : મે અલીને જોયો કે એ માત્ર શંકા હતી, કે એ લક્ષ્મીદાસ હતો ? –

પાછી રોજનીશી ચાલી : ‘ પોલીસ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન- ‘ કારકુન ઝપાટાબંધ કાગળ ફેંક્યે જતો હતો. પણ દરેક કાગળમાં ધડકતું હ્રદય હોય તેમે પોસ્ટમાસ્તર આજે એકીનજરે એ તરફ જોઇ રહ્યા છે ! કવર એટલે એક આનો ને પોસ્ટ્કાર્ડ એટલે બે પૈસા એ દિષ્ટિ ચાલી ગઇ છે. ઠેઠ આફ્રિકાથી કોઇ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું ? પોસ્ટમાસ્તર વધારે ને વધારે ઊંડા ઊતરે છે.

મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોદી બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઇ જાય.

તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટમાસ્તર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરિયમનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્તર ને લક્ષ્મીદાસ પાછા વળ્યા.

‘લક્ષ્મીદાસ ! આજે સવારે તમે પોસ્ટઑફિસે વહેલા આવ્યા કાં ?’
‘જી. હા.’
‘– અને તમે કીધું, અલી ડોસા…..’
‘જી હા.’
‘પણ – ત્યારે ….ત્યારે, સમજાયું નહિ કે….’
‘શું ?’
‘હાં ઠીક, કાંઇ નહી !’ પોસ્ટમાસ્તરે ઉતાવળે વાત વાળી લીધી. પોસ્ટઑફિસનું આંગણું આવતાં પોસ્ટમાસ્તર લક્ષ્મીદાસથી જુદા પડી વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હ્રદય અલીને ન સમજવા માટે ડંખતું હતું ને આજે હજી પોતાની દીકરીના સમાચાર ન હતા, માટે પાછા સમાચારની ચિંતામાં તે રાત્રિ ગાળવાના હતા. આશ્ર્વર્ય, શંકા અને પશ્ર્વાત્તાપના ત્રિવિધ તાપથી તપતા એ પોતાના દીવાનખંડમાં બેઠા, ને પાસેની કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો.

Advertisements

20 responses to “પોસ્ટઑફિસ – ધૂમકેતુ

 1. Thanks for postinf such a good story on readgujarati,I love to read it.
  Nitin

 2. Thanks for posting such a good story on readgujarati,I love to read it.
  Nitin

 3. વર્ષો થી તમન્ના હતી, આ વર્તા વાન્ચવા ની, આજે પુરી થયી. મૅ જીન્દગી મા ઘણુ વાન્ચ્યુ છે. લોકો જ્યારે કહેતા હતા કે પોસ્ટ ઓફીસ વાર્તા બહુ હ્ર્દય દ્રાવક છે, ત્યારે મને લાગતુ કે હશે, પણ આજે પેહલી વાર કોઇ વાર્તા વાન્ચી ને આન્ખ ભરાઈ આવી. આટલી સરસ વાર્તા અમારા સુધી પહોન્ચાડવા બદલ અમિત ભાઈ અને મ્રુગેશ ભાઈ નો ખુબ ખુબ આભાર.

 4. really this is really a great story,and thanx for remind me this story of post office,coz i read this story at school time and at that time even we don’t have such understanding,we understood the emotions and feelings of this story,and today again we know that our gujarati literature have abilities to express our own tradition and values with emotions by writting.

 5. પત્રનું મુલ્ય હવે મને સમજાયું, વાર્તા એ મને ખુબ જ લગણીશીલ બનાવી દીઘો .

 6. A very touching story. A classic Gujarati short story read after a long time. Thanks for posting this.

  Mayank

 7. Really touching story. Proud to read about the author and its creation which appreciated internationally.

 8. thanx,

  i dont knw how to type gujarati. but this story u cant express to others only u can feel it. i have never read such a fantastic story.
  just today only i came across this site and its really nice.

 9. saw this site today by my daughter its really fantastic am proud of this site we r living in hyd. pl keep it up of ur good work

 10. sir, already rad in childhood story is read again at the age of 45, and found it is touched to the heart.
  every green word of dhumketu is

  MANUSHYA BIJA NI DRUSTI THI JUVE TO DHUNIA ARDHA DUKH DUR THAYI JAY.

  is steel proved as “sanatan satya”

 11. I had read Post Office many, nearly 35 years ago. Even now the story brings the same emotions it then.

 12. Many thanks readgujarati for putting such heart thouching story created by great writer ‘Dhumketu’. While reading this story I forgot the present world. Hope to read more such stories.

 13. આવી હૃદયદ્રાવક કરુણાંતિકા વાંચીને કોનું હૃદય ના દ્રવે ?…..શું આવું સાચે જ બનતું હશે ? કે બન્યુ હશે ?

 14. i read about this website in chitralekha & just thought that atleast there is someone who took action to make GUJARATI a serious subject. many of had thoughts but never had worked one that as “time nathi”
  it would b my honour to great you mr. shah.& when it comes to admire tha “post-office”….. hun to kai nathi ‘dhumketu’ ni same…..
  haji bija lekh vanchya to nathi pan hun tamne abhinandan pathavu chu…….

 15. I enjoyed it after 36 long years. “sabdo ma aabhar, aakhoma thee sari jati jivan no kitab jane ekak ek tame khulli kari aapi..bahu gamyu. rdgujrati ne mubarak

 16. sachej bijani drastiye joiye to gharma ane jagatama gani shanti aave.

 17. વાચકો ના પ્રતિભાવો પર થી લાગ્યુ કે આજે પણ આ વાર્તા એટલી જ પ્રસિદ્ધ છે. આભાર…

 18. This is my favorite story since I was in the 9th standard. Ever since, I was searching for this story. I was surprised (very pleasantly, of course) to find this story on readgujarati.com. What an amazing, touching, and emotional story. A lot of thanks for posting this story.

 19. This is really touching story.Thanks a lot to
  readgujarati for posting such a nice story.

 20. પિંગબેક: લયસ્તરો » મુકામ પોસ્ટ માણસ - નયન દેસાઈ