જય સીયારામ

jay siyaram

[શ્રી રામ સ્તુતિ – વિનય પત્રિકા – સંત શ્રી તુલસીદાસજી ]

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવભય દારૂણં |
નવકંજ-લોચન, કંજ-મુખ, કર-કંજ, પદ કંજારૂણં ॥ 1 ॥

( હે મન ! કૃપાળુ શ્રી રામચંદ્રજીનું ભજન કર. એ સંસારના જન્મ-મરણરૂપ દારૂણ ભયને દૂર કરનારાં છે, એમના નેત્રો તાજા ખીલેલાં કમળ સમાન છે. મુખ, હાથ અને ચરણ પણ લાલ કમળ જેવાં છે. ॥ 1 ॥ )

કંર્દપ અગણિત અમિત છબિ, નવનીલ નીરદ સુંદરં |
પટ પીત માનહું તડિત રૂચિ શુચિ નૌમિ જનક સુતાવરં ॥ 2 ॥

(એમના સોંદર્યની છટા અગણિત કામદેવોથી પણ વધારે છે, એમના શરીરનો રંગ નીલ મેઘ સમાન સુંદર છે, આ મેધરૂપ શરીરમાં તેમણે ધારણ કરેલું પીતાંમ્બર માનો કે વીજળીની સમાન ચમકતું દેખાય છે, એવા પરમપાવન જાનકીપતિ શ્રી રામજી ને હું નમસ્કાર કરું છું. ॥ 2 ॥ )

ભજ દીનબંધુ દિનેશ દાનવ-દૈત્ય-વંશ નિકંદનં |
રધુનંદ આનંદકંદ કોશલચંદ દશરથ-નંદનં ॥ 3 ॥

( હે મન ! દીનોના બન્ધુ, સૂર્ય સમાન તેજસ્વી, દાનવ અને દૈત્યના વંશનો સમૂળ નાશ કરનારા, આનંદકંદ, કોશલ-દેશરૂપી આકાશમાં નિર્મળ ચંદ્ર સમાન, દશરથનંદન શ્રી રામનું ભજન કર. ॥ 4 ॥ )

શિર મુકુટ કુંડલ તિલક ચારું ઉદાર અંગ વિભૂષણં |
આજાનુભુજ શર-ચાપ-ધર, સંગ્રામ-જિત-ખરદુષણં ॥ 4 ॥

( જેમના મસ્તક પર રત્નજડિત મુકુટ, કાનોમાં કુંડલ, કપાળમાં સુંદર તિલક અને પ્રત્યેક અંગમાં સુંદર આભુષણ સુશોભિત છે, જેમની ભૂજાઓ ઘુંટણ સુધી લાંબી છે, જેમણે ધનુષ-બાણ ધારણ કરેલા છે, જેમણે સંગ્રામમાં ખર-દૂષણને જીત્યા છે. ॥ 4 ॥ )

ઈતિ વદતિ તુલસીદાસ શંકર-શેષ-મુનિ-મન-રંજનં |
મમ હૃદય કંજ નિવાસ કરું, કામાદિ ખલ-દલ-ગંજનં ॥ 5 ॥

( જે શિવ, શેષ અને મુનિયોના મનને પ્રસન્ન કરવાવાળા અને કામ-ક્રોધ-લોભ આદિ શત્રુઓનો નાશ કરવાવાળા છે. તુલસીદાસ પ્રાર્થના કરે છે કે એવા શ્રી રધુનાથજી મારા હૃદય-કમલમાં સદા નિવાસ કરે ॥ 5 ॥ )

[એક કાવ્ય (કવિ શ્રી ઊમાશંકર જોશી) – રીડગુજરાતીને ટાઈપ કરી મોકલવા માટે નીલા બહેન કડકિઆનો ખૂબ ખૂબ આભાર ]

રામ મઢી રે મારી રામ મઢી
ગંગા ને કાંઠે રામ મઢી
જમુના ને કાંઠે રામ મઢી
મારી રામ મઢી રે મારી રામ મઢી

કોઈ સંતજન આવે મંગલ ગાવે
અકલક ધૂન રસ રંગ જમાવે
આવે કોઈ અવધૂત ચઢી
મારી રામ મઢી રે મારી રામ મઢી

રણઝણ મંજીરા ને બાજે તંબુરા
ગુંજે જગ કુંજે સ્વર મધુરા
દૂર દૂર એના પડઘા પડે
મારી રામ મઢી રે મારી રામ મઢી

રસભર હૈયા ને ડોલે નૈયા
પીયુ પીયુ બોલે પ્રાણ પપીહા
ચેતનની વરસંત ઝડી રે
મારી રામ મઢી રે મારી રામ મઢી

Advertisements

6 responses to “જય સીયારામ

 1. અમિત પિસાવાડિયા

  શ્રી નીલા બહેન કડકિઆનો ખુબ ખુબ આભાર , રામ નવમી ની શુભ કામનાઓ ,,

 2. મારી યાદદાસ્ત બરાબર હોય તો રામ મઢી ગીતના લેખક ઉમાશંકર જોશી છે.

 3. One can get bhajans anywhere – in books, cassettes etc., but to get it with the meaning and explanation is really nice. Most of our sholkas and bhajans are in Sanskrit and they are enchanted and sung, but very few people really know what is the real meaning of them?

  Thanks for printing “Shree Ram Chandra” bhajan with the full meaning!

 4. શ્રી રામ સ્તુતિ વાંચી ખુબજ આનંદ થયો.

  મૌલિક સોની

 5. Shree Sureshbhai,
  You are right this bhakigeet is written by SHREE UMASHANKER JOSHI. I have passed on to Shree Mrugeshbhai.

  Thank you
  Neela

 6. I really like this Stuti of Shree Ram Bhagavan…

  thank you..

  Happy Ram Navami to all of you..

  Ram Ram…