ગઝલ સાગર

[ રીડગુજરાતી.કોમને આવી સુંદર ગઝલો ટાઈપ કરી મોકલવા બદલ સેજલબહેન પટેલનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આ ગઝલો લખનાર કવિઓના નામ ઉપલબ્ધ થઈ શક્યા નથી તો વાચકમિત્રોને જો આમાંથી કોઈ ગઝલોના રચાયતા કવિઓનાં નામ ખબર હોય તો તે માહિતી રીડગુજરાતીને જણાવવા વિનંતી. સર્વ હક્ક જે તે કવિઓને આધીન. ]

ફુલોની ખોવાયેલી સુગંધ શોધુ છું,
રણમાં પણ હવે તારાં પગલાં શોધુ છું.

ભરપુર વરસ્યો આજે મેઘ ગગનથી,
આંખમાં છતાં મારી પાણી શોંધુ છું.

તોફાન એવું આવ્યું ને કાંઈક લઈ ગયું,
પહોંચી કિનારા પર હવે દરિયાને શોધુ છું.

એ વાતથી કાંઈક સ્વપ્ન વહ્યાં આખમાંથી,
વેરાયેલાં આંસુમાંથી સ્વપ્ન શોધુ છું.

સુવા ન દીધો ચેનથી મને આ દુનિયાએ,
જગતથી છુપાઈ સુવા હવે કબર શોધુ છુ.

જીવ તો લઈ ગયા ક્યારના શરીરમાંથી,
કફન ઓઢીને હવે હું મારી લાશ શોધુ છુ.

***********

કેવી આ મુંઝવણ સુલજાવું કેવી રીતે,
તસવીર તારી હવે હું સાચવું કેવી રીતે.

કહે છે કોઈ નયનમાં બંધ કરી દો,
આંસુથી ભીંજાતા એને બચાવું કેવી રીતે.

કહે છે હ્યદયમાં સાચવીને જડી દો,
પણ લોહીથી રંગાતા એને બચાવું કેવી રીતે.

વિચારું છું કે હવે મનમાં જ વસાવી લઉં,
પણ એ તો કહે એ ને મનમાં વસાવું કેવી રીતે……

***********

ફુલોના અહમ કરમાઈ ગયા
કળીયોના સપના નંદવાઈ ગયા
હલચલ મચાવી દીધી ઉપવનમાં તમે
જ્યારે પાપંણ ઝુકાવી શરમાઈ ગયા

શમાને ગળે લગાવી પરવાનો મરી ગયો
જતાં-જતાં એ ફક્ત આટલું કહી ગયો
જીવતાં ન મળી મને શમા તો શું થયું
અંત કરી જીવનનો હું શમામાં ભળી ગયો

શું ખબર હતી ક્યારે મોત આવી જાય
જીંદગીની છેલ્લી રાત આવી જાય
હું તો શોંધું છું ફક્ત એવો મોકો
મારી જીંદગી પણ એમને કામ આવી જાય

***********

આજે આપના કહેવાથી કવિતા લખવા બેઠો છું.
વર્ષોથી દિલમાં છુપાયેલી વાત કહેવાને બેઠો છું.

નજર પડે એક આપની મારા પર
એ વિચારે આપની નજર સામે બેઠો છું.
આપની નજર મળી નજર મારી
સાથે ઝુકે છે કે નહી જોવા બેઠો છું.
મારા દિલમાંથી નીકળતા શબ્દોને
આપના દિલમાં ગોઠવવા બેઠો છું.

આજે આપના કહેવાથી કવિતા લખવા બેઠો છું.
વર્ષોથી દિલમાં છુપાયેલી વાત કહેવાને બેઠો છું.

જો આપની હા હોય તો આપને
મારી જીવન-સંગીની બનાવવા બેઠો છું.
જો હવે કાંઈ સમજ્યા હોય
તો આપના જવાબની રાહમાં બેઠો છું.

આજે આપના કહેવાથી કવિતા લખવા બેઠો છું.
વર્ષોથી દિલમાં છુપાયેલી વાત કહેવાને બેઠો છું.

***********

અમને ભુલી ગયા એનું તો કોઈ દુખ નથી.
તમને ભુલી શકતા નથી એનું જ દુખ છે.
સામે મળો હસો નહી એનું તો કોઈ દુખ નથી.
હસવાનું ગુમાવ્યું અમે એનું જ દુખ છે.
મળવા નથી આવતા એનું તો કોઈ દુખ નથી
એક ક્ષણ જાતા નથી એનું જ દુખ છે.
અમને બધા લોકો હસે એનું તો કોઈ દુખ નથી.
શરમાઈએ અમે સ્વયં એનું જ દુખ છે.
તમે નસીબમાં નથી એનું તો કોઈ દુખ નથી.
નસીબને માનવું પડે એનું જ દુખ છે.

***********

હૃદયની કિતાબમાં ઉર્મિકાવ્ય હતું.
આંખો અમારી ને સ્વપ્નું તમારૂ હતું.
અધર અમારાને નામ તમારૂ હતું.
જવુ હતું બીજે ને સરનામું તમારૂ હતું.
દોરી આકૃતિ એ ચિત્ર તમારૂ હતું.
અમારી જિંદગીની ડગરનું પગલું તમારૂ હતું.
નથી યાદ કશું ફક્ત સ્મરણ તમારૂ હતું.
શું આપું ઉપહાર તમને બધું જ તમારૂં હતું.

Advertisements

6 responses to “ગઝલ સાગર

 1. Very nice poems! If possible, please find name of the poet(s) and let us know at Readgujarati.com.

  Thank you for bringing such nice poems.

 2. Just Wonderful.

  Thanks Sejal for sending and sharing this KHAJANO with the readers.

  Once again – thanks a million.

 3. અમને ભુલી ગયા એનું તો કોઈ દુખ નથી.
  તમને ભુલી શકતા નથી એનું જ દુખ છે.
  સામે મળો હસો નહી એનું તો કોઈ દુખ નથી.
  હસવાનું ગુમાવ્યું અમે એનું જ દુખ છે.
  મળવા નથી આવતા એનું તો કોઈ દુખ નથી
  એક ક્ષણ જાતા નથી એનું જ દુખ છે.
  અમને બધા લોકો હસે એનું તો કોઈ દુખ નથી.
  શરમાઈએ અમે સ્વયં એનું જ દુખ છે.
  તમે નસીબમાં નથી એનું તો કોઈ દુખ નથી.
  નસીબને માનવું પડે એનું જ દુખ છે.

  પ્રેમની ખુમારી સાથે પ્રેમીનો અફસોસ… પણ છતાં ફરિયાદ નથી.
  અતિ સુંદર… મજા આવી ગઇ.

  Thanks for sharing!

 4. I am trully touched by your work. In the era of foreign culture,aping of everything foreign your effort is KHARA RAN MNA MITHI VIRADI CHHE. I wish i had the gift to express my emotion.
  Keep it up,

 5. આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
  બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

  આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
  આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

  જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
  મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

  તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
  મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

  મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

 6. જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
  મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

  મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
  ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

  This is the power of Ghazals and shayaris and poems. Shaikh Painter declares:
  ‘Samajan pade to ‘shaikh’ ghazal maan jeevan jade,
  samaji nahi sako to ae vani vilas chee.’