ગગનવાસી – નાઝીર દેખૈય્યા

[નાઝીર દેખૈય્યા રચિત આ ગઝલને સુપ્રસિદ્ધ ગાયક શ્રી મનહરભાઈ ઉધાસે સ્વર આપ્યો છે. રીડગુજરાતીને આવી લોકપ્રિય ગઝલ ટાઈપ કરીને મોકલવા માટે શ્રી સુરેશભાઈ જાનીનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે નાઝીર
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

Advertisements

5 responses to “ગગનવાસી – નાઝીર દેખૈય્યા

 1. Sureshbhai tame anuvad karine bhasha ni sunder seva kari chhe.Gaganvasi param krpalu parmeshvar maanvi ni jem rahi shake ke kem te prashna chhe.Ishware aapvaanu ne maanase khamvanu !Isi ka naam duniya hai !

 2. Sorry Sureshbhai…Tame kavya type karelu chhe Anuvaad nathi te pachhi thi dhyanma avyu.Tethi farithi lakhvu padyu.Jai Shri Krishna !

 3. આખી ગઝલ જ ઘણી સારી છે, મૃગેશભાઈ! મારા બ્લોગ “શબ્દો છે શ્વાસ મારાં”માંથી આપને ગમે તે ગઝલ આપના આ ઈ-દૈનિકમાં આપ સમાવી શકો છો. શુભેચ્છાઓ!

 4. Shri Vivekbhai dwaara janaavel BLOG – shabdo chhe shwaas maara kevee reete joee shakaay ?

 5. થોડી ગેરસમજ થી સારું જીવાય છે,
  ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
  કયારેક બંધ બાજી રમવી સારી,
  દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે !!!