બાળપણની યાદ – મીના છેડા

[ મુંબઈથી પ્રકાશિત થતા ‘લેખીની’ મેગેઝીનના સહસંપાદક શ્રી મીનાબહેન છેડાનો – રીડગુજરાતીને આવી સુંદર રચના લખી મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર ]

કેમે કરીને ના યાદ આવે રે,
બાળપણની યાદ મને,
કેમે કરીને ના આવે રે…

ઘણુંય મથું છું યાદ કરવા,
ખાટી-મીઠી કોઈ મધુરી,
નાની-મોટી વાત અમથી,
કેમે કરીને ના યાદ આવે રે,
બાળપણની યાદ મને,
કેમે કરીને ના આવે રે…

વડીલોને નડી એમની ફરજો,
ભાઈ-બહેનને, એમના મિત્રો,
ઘણુંય મથું છું યાદ કરવા,
ખોળા ખુંદતા લાડ અમથા,
કેમે કરીને ના યાદ આવે રે,
બાળપણની યાદ મને,
કેમે કરીને ના આવે રે…

ભણતાં ભણતાં, રમવું-ભમવું,
ફેરફુદરડી ને સંતાકુકડી,
સખીઓનાં સંગાથ ભાવે તોય,
કોરી હથેળીમાં લાગણી અમથી,
કેમે કરીને ના યાદ આવે રે,
બાળપણની યાદ મને,
કેમે કરીને ના આવે રે…

ખુલ્લી આંખોના અજવાળે શોધું,
ને વળી કરી આંખને બંધ,
જોર કરી ધ્યાન લગાવું અમથું,
તોય કેમે કરીને ના યાદ આવે રે,
બાળપણની યાદ મને,
કેમે કરીને ના આવે રે…

Advertisements

7 responses to “બાળપણની યાદ – મીના છેડા

 1. બાળપણ યાદ ના આવે કહીને ઘણુ બધુ કહી દીધુ છે . સુંદર

 2. priy neela ji,
  aapno khub aabhaar.. mari kavita pasand karva badal.
  amuk yaado aewi j hoi chhae.. ek kshane muthhi ma oobhrati laage to biji kshane khalikham…

 3. Meena Ji ! Ati sunder! Maney mara balpan ni madhur shano yaad aavi gai!

  Rajan!

 4. rajan ji
  aapno aabhar.
  tc

 5. my dear meena
  i am fan of yr poems. i have learnt a lot from u.good 1.

 6. Meena,
  tara kaavyon ma taree man nee Urmi no pamraat che.
  Lakhtee raheje sada …
  sa Sneh,
  Lavanya

 7. Dear meena dd,
  very nice… so cute and beautifully expressed. i was just browsing this site and found your poem, nice reading again. take care!