ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા

હમણાં એક દિવસ આમલી સાફ કરવા બેઠી. આમલીમાંથી કચૂકા નીકળ્યા અને તે સાથે જ મારા મનમાંથી પંદર-વીસ વર્ષ પહેલાનો સમય નીકળી પડ્યો. પહેલાનાં વખતમાં બધા જ ઘરોમાં આમલી વધારે વપરાતી. મા કે દાદીએ માટલામાં મીઠું લગાડીને ભરેલી આમલી બાળકોને સદાયે લલચાવતી રહેતી. આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ વર્ષ પહેલાની મારી નાનકડી આંગળી ઝાલીને મારા મોસાળના ગામ, ત્યાંના હૂંફાળા-ઉજાસભર્યા ઘરની ખડકી સુધી લઈ ગયો.

દરેક સ્થળની, કાળની, માહોલની કોઈક અલગ જ ગંધ હોય છે. હજી આજેય મોસાળના એ ગામની સવાર-બપોર-સાંજ-રાતની અલગ અલગ ગંધાનુભૂતિ મારું મન તંતોતંત સૂંધી શકે છે. વૅકેશન પડતાં પહેલાં જ અમે ભાઈ-બહેનો મોસાળ જવા થનગનતાં. ઉનાળુ રજાઓમાં ખાસ્સો દોઢ મહિનો રહેતા. જઈએ કે તરત ‘આઈ ગયાં બેટા ?’ કહી દાદી અમને ભેટી પડતાં. તેમનાં લૂગડાંનો શીતળ સ્પર્શ તથા કંપવાને કારણે સતત ધ્રૂજ્યા કરતી બાપુની આંગળીઓમાંથી અમારા પર છલકાતા વહાલના છાંટા હજી એ જ ઘરમાં ક્યાંક પડ્યા હશે. અમારે સગા મામા-માસી કોઈ નહિ તેથી કદાચ બાપુ-દાદી આખું વર્ષ અમારી વાટ જોતાં ગાળતાં. અમે સુરત પાછા જઈએ ત્યારે સામાન માથે ઉપાડી બસ સુધી મૂકવા આવતાં દાદીની રાતીચોળ આંખોમાં નવી ઊગી રહેલી પ્રતિક્ષા આજે મને દેખાય છે.

દાદી સવારમાં પ્રાઈમસ પર ચા બનાવતાં. ત્યાંની ચાનો સ્વાદ કંઈ બહુ સારો નહિ પણ પેલી નાના ઝરૂખા જેવી લાકડાની બારીમાં બેસીને પીવાની લહેજત જ કંઈ ઓર. એવી સરસ, સગવડદાયી બારી મેં સુરતમાં નથી જોઈ. બારી પર બહેનપણીઓ સાથે ગુસપુસ, બારી પર નાસ્તો અને કદીક બારી પર ટૂંટિયું વાળી સૂઈ પણ જવું… એ બારી જો થોડા દિવસ બંધ રહે તો કબૂતર ત્યાં અચૂક માળો કરી દેતાં અને પછી જોઈએ તો ફૂટેલા ઈંડામાંથી પીળી રૂંવાટીવાળાં નાનાં બચ્ચાં ચાંચ પહોળી કરતાં હોય. કાગડાઓ તેમને ખાવા માટે ટાંપીને જ બેઠાં હોય. અમે ગમે તેટલી ચોકી કરીએ તો પણ એક-બે બચ્ચાં તો હડપ કરી જ જાય. તે સાંજે વીજળીના તાર પર બધાં કબૂતર ગુમસુમ અને મૌન બેઠાં હોય. કેવળ રાખોડી સન્નાટો તાર ઉપર એકલો ઝૂલ્યાં કરતો હોય.

જાણે મુંબઈ કે પરદેશથી ગામ ગયાં હોઈએ એટલો અમારો વટ. ‘આ મારી ભોણી કે ભોણો છે’, – ના ગર્વીલા શબ્દો વારંવાર સંભળાતા. તે વખતે ત્યાં રિક્ષા નહીં. અમે રોજ સાંજ પડ્યે આમતેમ રખડવા જતાં, ખૂબ જ મજેદાર બરફનો ગોળો ખાતાં, બજારમાં આંબોળિયા-વરિયાળીના લલચામણાં ઢગલાં જોતાં અને કદીક બપોર પડતાં રત્નાકર માતાએ ઉજાણી કરવા જતાં. એ મંદિર ઘણું દૂર પણ ચાલતા થાક ક્યાં લાગે ? રસ્તો લાલ માટીવાળો અને ખૂબ જ રળિયામણો. રસ્તાની બંને કોર ખેતરો. કોઈવાર મોર પણ ટહૂકે. માંડ કોઈક ગાડાં કે સાઈકલ જતાં હોય. અમારું આખું ટોળું – મામાઓ-માસીઓ-ભાઈ-બહેન-બહેનપણીઓ, ધમાલમસ્તી કરતું જતું હોય. એકવાર પાછાં ફરતાં એક બળદ-ગાડાંવાળાએ અમને તેના ગાડામાં બેસાડ્યાં, એ જીવનનો પહેલો ને છેલ્લો લ્હાવો. “ગાલ્લી મારી ઘરરર…. જાય બળદ શિંગડાં ડોલાવતો જાય….” દ્વિજા એની શાળાનું આ ગીત ગાય અને મારાં મનમાં લાલ માટીવાળા રસ્તે એ જ ગાડાંના ઘૂઘરાં ઘમઘમ ઘમકી ઊઠે છે !

‘પોણી પીવું છે ?’ કયારેક ચરોતરી બોલીમાં હજી હું બોલી પડું છું ને દાદીના એ પણિયારે જઈ ઊભી રહી જાઉં છું. મને થાય છે કે દાદી-બાપુ એકલાં અને આટલાં ચાર-પાંચ માટલાં કેમ ? મારી નજર અભરાઈ પરનાં જુદાં-જુદાં આકાર-કોતરણીવાળા પિત્તળના પ્યાલાં ઉપર ફરતી ફરતી ડોયા તરીકે વપરાતાં જુદાં જ ઘાટના જાડાભમ્મ કળશિયા પર અટકી જાય છે. હું એ કળશિયા વડે પ્યાલામાં પાણી રેડું છું અને ઘટ-ઘટ-ઘટ. કપડવંજ જેવું મીઠું પાણી મેં બીજે ક્યાંય પીધું નથી. કદાચ એ મીઠાશ મારો પક્ષપાત હોય. અરે ! અરે ! પેલો ન્યાતમાં જમવા જતી વેળા લઈ જવાતો પિત્તળનો પેચવાળો લોટો – ચંબુ મારામાં વિસ્મયની ઝીણી – ઝીણી કોતરણી કરે છે. કોઈ એનો પેચ તો ઉઘાડી આપો.

આ કોણ ચાલ્યું પત્તાં, ઘર-ઘર, અમદાવાદબાજી રમવા ? સુકાયેલાં રાયણની કોકડી, આંબોળિયા, ગુલાબી રંગની પાકી ગુંદી ખાવા ? દાદી જોડે સ્વામીનારાયણના મંદિરે ભજન ગાવા અને સાકર-વરિયાળીનું શરબત પીવા ? મંદિરનો કચરો વાળવા કે ભગવાનને ચંદનબા ચંદનનો લેપ કરતાં એ રસપૂર્વક જોવા ? મારી આંખે કોણે ચંદન ચોપડી દીધું ? અને શ્વાસમાં તો ખાખરાંનાં પાનાંની ભીની ગંધ આવે છે. ખાખરાંનાં પાનાંને ડીંચી તેની ઉપર પાણી છાંટી એની થપ્પીઓની થપ્પીઓ કઈ આંગળીઓ કરે છે ? પાનાં ઉપર ટચ્ચ દઈ ખૂંપતી લીમડાની સળી ને પતરાળી તૈયાર ! અરે ! એ તો મેં હમણાં જ બનાવી આપી છે દ્વિજાને – મધુમાલતીના પાંદડાની અને એ હરખાતી પૂછે છે : આમાં જમું ?

ગોળાકારે બધાં જમવા બેઠાં છીએ. પેલું નાનું માટલું નીચે ઉતાર્યું છે – મારી બાજુમાં જ. હું પાણી લેવા જાઉં છું ને અચાનક આખું માટલું નમી જાય છે. બધે પાણી…પાણી…. ગભરાટથી મારી આંખમાં પણ પાણી આવવા જેવું – ‘કશ્શો વોંધો નહીં.’ આ કોણ બોલ્યું ?

પરોપકારી, નિ:સ્પૃહ, સ્થિતપ્રજ્ઞ દાદી કશો પણ મોટો વાંક હોય તોયે વઢતાં નહીં ! એમનો એક જ જીવન-ઉદ્દગાર : કશ્શો વોંધો નહીં. અમે બધાં એમની નકલ પણ કરતાં પરંતુ એ બિચારાંને એનોય કશો વાંધો નહોતો ! કપડાં, વાસણ, રસોઈ, ખરીદી, ધીમે ધીમે પથારીવશ થતાં જતાં બાપુની ચાકરી – આ બધું જ એકલપંડે હસત મોઢે કરતાં. બાપુના મૃત્યુ પછી એ અમારી પાસે આવ્યાં ને એ ધરને તાળું મરાયું – કાયમ માટે. પછી તો એ ઘર વેચાયું. સદા ઝૂલતો છપ્પરખાટ સ્થિર લાકડું થઈ ગયો – બાપુના શરિર જેવો. પાણિયારાંનાં ઝાંખાં થઈ ગયેલાં બેડાં, ધૂળના થરવાળા વાસણો, પેટી-પટારાં-પીપ વેચાયાં. કદીક હોંશભેર ભીંતે લટકાવેલી અમારાં ત્રણેયની બાળપણની છબિઓ નીચે ઉતારાઈ. દાદીએ ફાટેલાં લૂગડાંમાંથી સીવેલી હૂંફભરી ગોદડીઓ વહેંચી દેવાઈ. છત પર કડાંમાં લટકતી ડોલો, ખાલી માળા, બધું જ ઉતારાયું. મને બહુ ગમતી બારીઓના કમાડ બંધ થયાં તે થયાં ! ત્યાં કબૂતરોએ માળા બનાવ્યાં કે બચ્ચાં ખવાયાં કંઈ ખબર નથી. કેવળ પેલો સન્નાટો તાર પર –

કોણ જાણે કેમ ઘર વેચાયું ત્યારે બા કે દાદી સિવાય કોઈને ખાસ દુ:ખ ન થયું ! બા રડી, પણ સહનશીલ દાદીને તો આમાં ય કશો વાંધો નહોતો ! અમે ત્રણે બાળપણથી એટલા દૂર હડી કાઢી ગયેલાં કે એ ધરની હાંક પણ ન સંભળાઈ !

વેદાંગ હવે કૅસેટ પર સાંભળીને શીખેલું ‘મામાનું ઘર કેટલે ?’ વાળું ગીત તોતડી બોલીમાં ગાય છે ત્યારે દૂર દૂર, મારી આંખોનાં ઝળઝળિયાંની આરપાર હજી અડીખમ ઊભેલું એ ઘર દેખાય છે ! ને લાકડાની વ્હેરની દાદીની સગડીનો ધુમાડો મારા શ્વાસમાં ભરાઈ જાય છે. રોટલી કર્યાં પછી દાદી કદીક આમલીના કચૂકા પણ શેકી આપતાં. એનું કથ્થઈ પડ કાળું બની જતું. અને ઉખેડતાં કે ધોળો-બદામી રંગનો કચૂકો દડૂક દઈને કૂદતો. કઠ્ઠણ કચૂકો ઝટ ચવાતો નહીં. એને ધીમે ધીમે ચગળતાં. અમારી લાળથી ભીંજાઈ ભીંજાઈ એ પોચો થતો ને પછી તૂટતો.

તે દિવસે આમલી સાફ કર્યાં પછી સાત-આઠ કચૂકા કચરાની ડોલમાં નાખવા ગઈ ને ઘડીક હાથ થંભી ગયો. થયું કે લાવ, બાળકોને શેકી આપું. પણ એ સગડી, એ દેવતા, એ હેતાળ હાથ ને એવાં લાળ ઝરતાં નિર્દોષ મોઢાં ક્યાંથી લાવું ? ચૉકલેટ-ચ્યુંઈંગ ગમના જમાનાનાં આ બાળકો તો કદાચ થૂંકીયે કાઢે !

કચૂકાં મેં ડોલમાં પધરાવીને ઢાંકણ બંધ કરી દીધું. પણ ઢાંકણ અધખુલ્લું જ રહી ગયું.

Advertisements

27 responses to “ખાટી આમલી અને મીઠાં સ્મરણો – રીના મહેતા

 1. bahu badhu yaad karavi didhu Reenabahen tame…I wish e divso pacha ave…e sannato pan chalse…

 2. Bygone days never return.Reenaben expresses her childhood and adult memories in a unique way.All know their past.Youth changes with times…leaving no gap for any acceptances.We have nothing but to pity their footprints on the sands of time !

 3. Wow…
  I remembered my days, how I used to steal “the bag of AMLI”… and AMLI is one of the favorites of us (Girls). I also remember that , even in school if one girl brings it, she would share with all the other girls. It’s just so much fun to eat that “KHATI MITHI AAMLI”….

  I love eating Amli…
  Thanks for the Sweetest Article, which made me Sourness today…lol. 😉

 4. Rinaben
  Balpan pachhu bolavi sakatu hot to????????!!!!!!!
  sansmarano aankho bhinjavi jay ….
  childhood touch experience
  tnx

 5. thanks for very touvhy story ,, really it’s very nice and sweet as childhood ,,

 6. Rina ji

  Mare koi gaam nathi…k ene yaad karay…pan tamari varta vanchi ne mai koik gaam hova no anubhav karyo..tyano tdko..ghar khadki..badhu kevu hotu hashe mara magaj ma chitraii gayu…ane e gaam na koi ghar na khune ekla rehta dadi dada no prem kevo hashe…emni ankho ma raah joti mamta kevi hashe…eno andaaj aavyo!

  I thank u for the experience!

 7. Rina ji

  tame tamaro khub saras anubhav lakhyo
  tamara anubhav thi amne pan amara viti gayela divso yad avi gaya

  thanx Rinadidi

 8. khub sara anubhavho mate and atli saras rite varnan karva mate dil thi hardik abhindan.
  sara sansmarno ne alekhjo ane sanskruti sachavjo.

  -Rashmi

 9. Rina-ji,

  Shu kehvu tamari aa Rachna vishe khabar nathi patdi…ny way my all the best wishes 4 whole life….

  Ek…Gujrati Sahity Premi…

 10. Nice article.
  It seems somebody didn’t just write it, it was being laid out like a bedsheet over bed at home.

 11. First of all let me tell you that the “bhasha” used here in this article is truly a gem. I don’t know if Reenaben is actually a writer or not but the “lekh” is superb. Very touchy with so many emotions. You just took me there (to my “gaam”) on wings of your words. I also have many many memories of my “gaam”. I use to go there in every summer or Diwali vacation. O my God!!! how much fun was it!!! I can never forget that. Reenaben, you once again took me over there. I can’t thank you enough of it. Also comparision of today’s time and kids tells us much about the contrast. But belive me what they are experiencing as their childhood at this moment will be cherished by them as well when they will grow up. It is always like that. By the way, don’t you think your Dadima’s life look like a true “Sthitapragna” as described in “Gita” by Lord Shri Krishna. Thanks again for a brave effort to bring out these memories.

 12. Reenaji this is really very nice article or whatsoever is called. I think this should be called “GOLDEN MEMMORIES OF GOLDEN PERIOD”. THANKS

 13. “આમલીની ખાટી સુગંધ અને તેના તગતગતા કાળા-કથ્થાઈ રંગવાળા કચૂકાનો લિસ્સો સ્પર્શ પંદર-વીસ વર્ષ પહેલાની મારી નાનકડી આંગળી ઝાલીને મારા મોસાળના ગામ, ત્યાંના હૂંફાળા-ઉજાસભર્યા ઘરની ખડકી સુધી લઈ ગયો.”

 14. Marvelous beginning. I can not but agree with Keyur…previous comments.
  You have mastery over Bhasha and your emotional experience comes across very strongly (bhavuk).
  Thanks for taking us holding your finger on a journey to our own રાખોડી સન્નાટો and હૂંફાળા-ઉજાસ !!

  PS…” મારી નાનકડી આંગળી ” par lakheli maari ek kavitaa Mrugeshbhai ne mokalish, kyaarek vanchajo.

 15. રીના જી,
  ખરેખર તમે મને મારા મોસાળમાં લઈ ગયા. ત્યાં બધુ જ આવું જ હતુ. ખુબ ખુબ મજા કરી હતી. કાયમ ત્યાં જવાની રાહ જોવાતી હતી. તેનું કારણ પણ બા-દાદા જ હતા. આજે બા હયાત નથી. ખુબ સુનું સુનું લાગે છે. હવે ત્યાં જવાની મજા કે ઈંતજાર નથી રહેતો. પણ લેખ વાંચીને એક વાર જઈ આવવાનું મન જરૂર થયું છે.

 16. આ બધી કોમેંટો વાંચીને મને આનાથી થોડો જુદો અભીપ્રાય આપવાનું મન થાય છે.
  પુરાણી સ્મ્રુતિઓ કોને વહાલી ન હોય? રીનાબેનની ભાષા માટે પણ ખરેખર માન ઉપજે તેવી ભાષા છે.
  પણ જીવનની આ રીત સામાન્ય હોવા છતાં બહુ અનુકરણ કરવા યોગ્ય હું નથી ગણતો.
  જે ગયું છે તે પાછું નથી આવતું. જે આવવાનું છે તેની આપણને કશી ખબર હોતી નથી આપણી પાસે મહાલવા માટે આ ઘડી જ છે,
  માટે જે સ્થીતિમાં હો તેને માણો, ભરપુર રીતે માણો. આ ઘડી ફરી પાછી આવવાની નથી.
  આ બાબતમાં મારા અનુભવો કદીક લખી મોકલીશ.

 17. what a excellent article to describe our childhood! I too remember my Dadi and I am crying because my Dadi used to say “kasho Vodho Nahi”.I was born and brought up with my maternal Dadi and she is still most precious to me.

 18. Bhutkaad ni yaado taaji karavavaa maate Reenaji no aabhar. I recalled how i was rushing to the AAMBLI trees and/or where it was stored at my Mama’s home. I was eating it with salt or with Ginger-Garlic Masala. Wow – hamna pan paani aave chhe.

  There is no personal grievances but Mr Suresh Jani’s opinion – after first two lines is “hard to digest”. I believe – It simply does not suit with this article.

 19. મારી કોમેંટ કદાચ અજય ભાઇ સમજી શક્યા નથી. લેખીકાની શૈલી અને બાળપણની યાદોની આવી સુંદર અભિવ્યક્તિ માટે કોઇ બેમત ન હોઇ શકે.
  મારો નમ્ર અભિપ્રાય એ છે કે, ગયેલા સમયને યાદ કરીને ગમગીન થઇ જવું તે માનવ સહજ હોવા છતાં, તેનાથી અલિપ્ત થઇ શકાય તેવી શક્યતા પણ જીવનમાં છે. જો માણસમાં ભુલી શકવાની શક્તિ ઈશ્વરે ન આપી હોત તો જીવન કેટલું દુખમય બની જાત?
  વર્તમાનમાં જ જીવવાની ગુરુચાવી જેને મળી છે તે મારી નજરમાં સાચી વિમુક્ત વ્યક્તિ છે. જીવનનું એક માત્ર ધ્યેય સુખની પ્રાપ્તિ છે. ભુતકાળ યાદ આવે તેવો સુંદર હોય તો પણ જો તેની યાદો આપણને દુખ પહોંચાડતી હોય તો , તેને ભુલી જવામાં જ સાચું સુખ છે.
  મારા અનુભવો મેં મૃગેશ્ભાઇને લખી મોકલ્યા છે. તે વાંચશો તો તમને પ્રતીતિ થશે કે આવી માનસિક અવસ્થા પ્રાપ્ત કરવા માટે કોઇ યોગ સાધના કરવી જરુરી નથી. માત્ર અભિગમ બદલવાની જરુર છે.
  બની આઝાદ જ્યારે માનવી નીજ ખ્યાલ બદલે છે.
  સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
  રજની પાલનપુરીનો આ શેર મારા અભિપ્રાય ને પુષ્ટિ આપે છે.

 20. Realy tooooooooooooo goooooooooood article.

  Here the way to say the generation gape and difference between the city and the valliage is good.

  Realy in nearer future children don’t know what is “Khatti Amli”.

  I love to eat amli. Even today when mummy bring it at home I will eat it by hiding from her. (She always says do not it amli.)

  All the best for writting more and more articles.

 21. Thanx rinaben,

  samvedna na aa vahenne vahetu rakhjo..kyank samudra mali avshe…

  aa lakhu chhu tyarej bhukampno halvo anchko anbhvu chhu..kya kashu kaymi chhe?

 22. hello Rinadidi
  i jus love it ..superb
  Dada Dadi keva hoy mane eno ehsas nhoto karanke me kyarey amna vahal na melavi sakyo. but tame sache j ehsas karavi disho koi angle type of love no..well i m also not agree with suresh jani cuz yaado e j aapna man ni ekalata ne dur kari sake che !! sache j man thi ekla hovu bahu j dukh dayi hoy che jene dur karava yaado jaruri che sacha arthma .. ankh baray aavi vancjine aa lekh .. jo hu aavi koi yad thi jodayelo hot to sache radi padat. well aansu to aavya pan harsh na !!! take care Dev^_^

 23. Renaben,
  nice story. Really bahu saari reta bhutkaal chitryo chee. I love the kind u wrote. I miss my nani too

 24. The article gave the glimpse of Bhagwatikumar Sharma’s writing style.

 25. Rina ben,

  tame radavi didhi ,aansu sathe ganu badhu yaad avi gayu,thanks for this article.

 26. After 10-15 years……if we will read the same article, I am sure…we cant stop our tears….

 27. અતિ સુંદર! મારે જે કહેવાનું હતું એ બધું તો પહેલાથી જ કહેવાઈ ગયું છે. રિનાબહેન, તમેતો હૈયાને તરબતર કરી મૂક્યું. તમારી શૈલીનો ભવિષ્યમાં પણ લાભ દેતાં રહેજો.