હાસ્યમેવ જયતે !!

નટુ : “વજન ઓછું કર્યા વગર પાતળા દેખાવું હોય તો શું કરવું, બોલ જોઈએ ?”
ગટુ : “કાંદા-લસણનો વિપુલ ઉપયોગ કરવો.”
નટું : “કેમ ? એમાં કાંદા-લસણ ક્યાં આવ્યા ?”
ગટુ : “કાંદા લસણ ખાવાથી લોકો તમારી પાસે ના આવે. અને દૂરથી તો તમે થોડા પાતળા જ દેખાવાના ને !!”
*********

પરીક્ષામાં પ્રશ્ન : “પેટનું કાર્ય જણાવો.”
ગટુનો ઉત્તર : “પૅન્ટને પકડી રાખવાનું.”
*********

નેતા : “યે સબ લોગ ફુટબોલ કો ઈતની લાતેં ક્યોં મારતે હૈ ?”
પી.એ. : “ગોલ કરને કે લીએ.”
નેતા : “અરે. પર યે બોલ પહેલેસે ઈતના ગોલ તો હૈ, ઔર કીતના ગોલ કરેંગે ?”
*********

પ્રેમિકા : “તું વિવાહ વખતે મને રિંગ આપીશ ?”
ગટુ : “હા. ચોક્કસ. તું મને તારો મોબાઈલ નંબર લખાવ. હું ચોક્કસ રિંગ આપીશ.”
*********

છોકરી : ડિયર, આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?
છોકરો : લોંગ ડ્રાઈવ પર ડાર્લિંગ.
છોકરી : તેં મને પહેલાં કેમ ન કહ્યું ?
છોકરો : મને પણ હમણાં બ્રેક ફેઈલ થઈ પછી જ ખબર પડી.
*********

પિતા : “જો બેટા, હવે તું મોટી થઈ. છોકરાઓ સાથે આખો દિવસ એમની ગાડીમાં ફર્યા કરે તે સારું નથી લાગતું.”
દીકરી : “પપ્પા, મને પણ બીજાની ગાડીમાં ફરવું સારું નથી લાગતું. મને ગાડી અપાવો જેથી બીજા મારી સાથે ફરી શકે.”
*********

ડૉકટર : “તમારા પતિને આરામ ની જરૂર છે. હું ઊંઘની ગોળીઓ લખી દઉં છું.”
પત્ની : “એમને આ દવાઓ દિવસમાં ક્યારે આપવાની છે ?”
ડૉકટર : “આ દવા તમારા પતિએ નથી લેવાની, તમારે લેવાની છે !!”
*********

કંજૂસ પિતાએ પોતાના પુત્રને પૂછ્યું : “પપ્પુ, તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગે તો તું શું કરે ?”
પપ્પુ : “પપ્પા, પહેલાં તો તમે લોટરીની ટિકીટ લેવા માટે આપેલા પાંચ હજાર રૂપિયા પરત આપું.”
*********

ન્યાયાધીશ : હવે જો કોર્ટમાં કોઈપણ અવાજ કરશે તો બહાર કાઢી મૂકવામાં આવશે.
રીઢો ગુનેગાર : હીપ..હીપ…હુરેરેરેરે….

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.