લંડન : કોઈને ફળ્યું… કોઈને નહીં.. – અનુ. મૃગેશ શાહ

[રીડગુજરાતી.કોમ ને આવી સુંદર કૃતિ મોકલવા બદલ શ્રી વરૂણભાઈ પટેલ (લંડન)નો ખૂબ ખૂબ આભાર.]London

[વર્તમાન સમયની એક સત્યઘટના પર આધારિત / નામ બદલ્યાં છે. ]

જાન્યુઆરી, 2005 ની એ સુંદર સાંજ હતી. હું હિથ્રો ઈન્ટરનેશનલ એરપૉર્ટ પર મારા મિત્રની સાથે ઊભો હતો. તે મને મૂકવા આવ્યો હતો. હું બહુ જ આનંદમાં હતો, અને કેમ ના હોઉં ? પંદર મહિના લંડનમાં ગાળ્યા પછી હું પહેલી વખત મારા વતન – ભારત જતો હતો.

લંડન – આ શહેર તો જાણે યુવાનોની સ્વપ્ન ની દુનિયા !! સુખ-સાહેબી, સમૃદ્ધિ, પૈસો અને સ્ટેટસના સ્વપ્ન જોતાં લાખો યુવાનો આખા વિશ્વમાંથી અહીં રોજે રોજ ઠલવાય. પણ તેમ છતાં મારા માટે તો આ શહેર કબર સમાન હતું કારણકે આ શહેરમાં આવીને મેં મારી લાગણીઓ અને સંવેદનાઓને જીવતી દફનાવી દીધી હતી. બહાર તો હું લોકોને કહેતો કે હું અહીં MBA કરવા આવ્યો છું પણ મારા હ્રદયની અંદર તો કંઈક બીજી જ વાત હતી. સાચું કહું તો, હું ભારતમાં BE ના ચાર વર્ષ ભણીને ખરેખર કંટાળી ગયો હતો. મને તો હવે આગળ ભણવાની જરાય ઈચ્છા ન હતી. પણ, પપ્પાને મને આગળ ભણાવવાની બહુ તમન્ના હતી. એ દિવસોમાં હું તો કોઈ અન્યના વિચારોમાં ખોવાયેલો રહેતો હતો….એનું નામ શોભના. ખુબ જ સુંદર અને સાલસ છોકરી. જેવું નામ એવા ગુણ. પરિચયથી પ્રેમની અમારી યાત્રાના પગરણ મંડયા અમારી કૉલેજમાં કે જ્યાં હું BE કરતો હતો. મને તેનું નામ, તેનો દેખાવ, તેની વર્તણૂંક, તેની વાત કરવાની અદા – બધુ જ ખૂબ ગમતું કારણકે તે બધું જ કૉલેજની અન્ય છોકરીઓ કરતાં તદ્દન ભિન્ન હતું. ખબર નહીં, પણ કદાચ પ્રેમમાં દરેકને આવી જ અનુભૂતિ થતી હશે ? સ્કુલમાં બારમા ધોરણ સુધી તો હું એકદમ પોથીપંડિત હતો. ઘરથી સીધા સ્કુલ અને સ્કુલથી સીધા ઘરે. એ દિવસોમાં પણ ઈચ્છાઓ તો મને બહુ થતી, કયાંક આકાશમાં ઉડી જવાની…. ક્યાંક પોતાની રીતે જીવવાની…. ક્યાંક કોઈનો હૂંફાળો સાથ મેળવવાની…. પરંતુ મારા આ બધા સ્વપ્નો સાકાર થયા કૉલેજના પગથિયાં ચઢયા પછી. કૉલેજની સ્વતંત્રતાએ મારામાં એક એવા વ્યક્તિનું નિર્માણ કર્યું કે જે પહેલા કરતાં સાવ જ જુદો હતો. કૉલેજમાં પગ મૂક્યાના થોડા મહિનાઓમાં જ મારામાં રહેલો ઘીર-ગંભીર વ્યક્તિ મૃત્યુ પામ્યો. પરંતુ આ સ્વતંત્રતાએ મને ગેરમાર્ગે દોર્યો. હું ગુસ્સાવાળો, સીગારેટનો વ્યસની અને અભ્યાસમાં અનિયમિત બની ગયો. એ દિવસોમાં મને શોભનાનો પરિચય થયો. મારા સ્વભાવ અને કુટેવોને લીધે કૉલેજની કોઈ છોકરીઓ મારી સાથે વાત કરવા તૈયાર નહોતી, સિવાય કે શોભના. એટલે શોભના કાંઈ મારા આચરણથી કે મારાથી ડરી નહોતી ગઈ, પણ હા, એ મને નફરત તો કરતી જ હતી. અને બસ, આ જ વાત મારા દિલને ડંખતી હતી. હું તેને પ્રેમ કરતો હતો. તેની માટે ગમે તે છોડવા તૈયાર હતો. તેનું દિલ જીતવા મેં કૉલેજના ચાર વર્ષ પૂરા પ્રયત્નો કર્યા…. પણ જવાબ મળ્યો…‘ના’.

આમ તો બધી પ્રેમકથાઓ કૉલેજ લાઈફ પૂરી થતાંની સાથે સમાપ્ત થઈ જાય. કંઈક એવું મારું પણ થયું. પરંતુ, મારા એક મિત્રના મિત્ર દ્વારા મને ખબર પડી કે શોભના આગળ ભણવા માટે લંડન જાય છે. મેં તેની લંડનની કૉલેજનું નામ જાણવાનો પ્રયત્ન કર્યો પણ એમાં કોઈ સફળતા ન મળી. છેવટે હું કોઈપણ કૉલેજ અને કોર્સમાં એડમીશન મળ્યું તે લઈને અહીં લંડન આવ્યો. અહીં આવ્યા પછી મેં તેને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો, છેવટે એ મળી તો ખરી પરંતુ એ વખતે ઘણું મોડું થઈ ગયું હતું. તે એક મારા જ ખાસમિત્રની ગર્લફેન્ડ બની ગઈ હતી. મારું દિલ તૂટી ગયું, મેં આ વાતનો સ્વીકાર ન કરતાં એને ફોન કરવાના ચાલુ રાખ્યા કારણ કે રૂબરૂમાં તો તે હજી મને મળી જ નહોતી. જ્યારે એ મળી ત્યારે તેણે મને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે મને કૉલેજના પહેલા દિવસથી જ ચાહતી નથી માટે પોતાને ફરી કદી ફોન ન કરે. મને ઝાટકો લાગ્યો. હું એને આટલું જલ્દી ભૂલી શકું એમ હતો જ નહિ પરંતુ મારા મિત્રો અને એ પછીથી શોભનાની અન્ય છોકરાઓ જોડેનાં લફરાંઓની વાતો સાંભળી ત્યારે મારું મન આપોઆપ એના વિચારોથી મુક્ત થઈ ગયું. લંડનમાં આવીને મારી જિંદગીને મળેલા આવા અણધાર્યા વળાંક પર મેં શપથ લીધા કે હવે ફરીથી કોઈ છોકરીને પ્રેમ નહીં કરું. હું જે અભ્યાસ માટે આવ્યો છું એમાં જ ધ્યાન આપીશ – એવો દ્રઢ નિશ્ચય કર્યો. ઑકટોબર 2004માં મેં મારો અભ્યાસ પૂરો કરી, વધારે ભણવા માટે વીઝા લંબાવ્યો. અને હવે લંડનના મારા અનુભવોનું ભાથું બાંધીને, જીવનના અણધાર્યા વળાંકોમાંથી કંઈક શીખીને, હું વેકેશન ગાળવા ભારત જઈ રહ્યો હતો. લંડનમાં બનેલી બધી ઘટનાઓ મારી આંખ સામે જાણે તરવરી રહી હતી.

એરપૉર્ટ એનાઉન્સમેન્ટ થતાં મારી વિચારધારા તૂટી. મનમાં સતત એમ થયા કરતું કે હવે ફરી લંડન પાછો આવીશ કે નહિ ? કારણકે આ શહેરે જે શીખવાડવા જેવું હતું એ બધું તો મને શીખવાડી જ દીધું હતું !! જીવન પત્યે હું ફરી જરા ગંભીર બન્યો હતો.

ભારત આવીને થોડા દિવસો તો મેં મિત્રો અને સગાસબંધીઓ સાથે વિતાવ્યા. એક દિવસ પપ્પાએ મને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મારા મનમાં શું ચાલતું હતું – એ બાબતે તો તેઓ તદ્દન અજાણ હતા. હું હજી લંડન જવું કે નહિ તેનો કોઈ નિર્ણય કરી શક્યો નહતો. પપ્પાએ તો મારા માટે છોકરી શોધવા માંડી પણ મેં એ બધી બાબતો પર જરાય ધ્યાન ન આપ્યું. હું આખો દિવસ મારા કૉલેજના એક મિત્ર વિમલ સાથે રખડતો રહેતો. એને પણ મારી જેમ કુટુંબના સભ્યો દ્વારા લગ્નનું દબાણ કરાતું હતું. પણ તેની વાત મારાથી કંઈક જુદી હતી. તે એના ઘરની નજીક રહેતી દિવ્યા નામની છોકરીના પ્રેમમાં હતો. એ રોજ મારા ઘરે આવતો, અમે બંન્ને કલાકો સુધી બાઈક પર રખડતા – એ મને પોતાના મનની બધી વાત કહેતો.

એક દિવસ એણે મને દાહોદ જવા કહ્યું કે જ્યાં એના પિતાએ એના લગ્ન માટે કોઈ છોકરી સાથે મિટિંગ ગોઠવી હતી. એ દિવસોમાં મને આમ પણ કંઈ ખાસ કામ હતું નહિ, સમય પસાર કરવાનો હતો – એટલે વિમલે જ્યારે મને સાથે આવવા જણાવ્યું ત્યારે મેં તરત હા કહી. અમે બંન્ને બાઈક પર ગયા. એ છોકરીના ઘરે ગયો પણ મને તો હવે આ બધા વિષયોમાં રસ નહોતો એટલે હું તો મારી બહેનને ત્યાં દાહોદમાં રહ્યો. સાંજે વિમલ મારી બહેનને ત્યાં મને લેવા આવ્યો અને પછી અમે ઘરે પાછા ફર્યા. રસ્તામાં એણે મને કહ્યું કે તેણે આજે જે છોકરી જોઈ તેનું નામ હેતવી હતું. તેણે મને કહ્યું કે તે ખૂબ સુંદર, MCA થયેલી અને સારી છે. વિમલ તો દિવ્યા સાથે પ્રેમમાં હતો એટલે તેણે મને હેતવી સાથે લગ્ન માટે વિચારવાનું સૂચવ્યું. હું એની વાતથી હસી પડ્યો કે શું એ ના કરે એટલે મારે લગ્ન કરી લેવા? મેં વિમલને બધુ ભૂલીને દિવ્યા સાથે વાત કેટલી આગળ વધી એ પૂછયું પણ એણે મને કંઈ જવાબ ન આપ્યો.

બીજે દિવસે મારા આશ્ચર્ય વચ્ચે પપ્પા પર મારી બહેનનો દાહોદથી હેતવી માટે ફોન આવ્યો. અમારું કુટુંબ હેતવીના જેવું જ હતું. એટલે પપ્પાએ મને લગ્ન માટે મને વિચારવાનું કહ્યું. આ દિવસોમાં હું અહીં ફરી ફરીને કંટાળ્યો હતો મને લંડન પાછા જઈને કંઈક બીઝનેસ કરીને જીવનમાં સ્થાયી થવાઈ ઈચ્છા થઈ હતી એટલે મેં પપ્પાને હા કહી. ઘરના લોકોએ અમારી મિટિંગ ગોઠવી, અમે લગભગ દોઢ કલાક જેટલું સાથે ફર્યા અને છેલ્લે મેં મારા તરફથી એને હા કહી. અમારા લગ્ન સુખરૂપે થઈ ગયા. એ મારી ભારત વિઝીટની સહુથી સુંદર ક્ષણો હતી. મને તો લગ્નના દિવસે જ ખબર પડી કે આ બધું ગોઠવવા પાછળ વિમલનો જ હાથ હતો ! તેણે જ દાહોદ જઈને આ બધો પ્લાન અમારા લગ્ન માટે બનાવ્યો હતો. મારાં આંખમાંથી આંસુ સરી પડયા અને હું વિમલને આવા સુંદર જીવનસાથી શોધી આપવા બદલ ભેટી પડ્યો.

લગ્ન પછી મેં હેતવીને લંડન જવા વિશે શું કરવું તે માટે પૂછ્યું. તેણે મને લંડન જઈને નસીબ અજમાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મને તેની વાત સાચી લાગી. બધા મિત્રોને વિદાય આપીને હું ફરી પાછો આ વિચિત્ર શહેરમાં આવ્યો.

થોડો સમય હું અહીં ભણ્યો અને તે પછી બીઝનેસ વિઝા માટે અરજી કરી. સદનસીબે મને બિઝનેસ વિઝા અને લંડનમાં બિઝનેસ કરવાની અહીંની સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ. હેતવીને આથી ખૂબ આનંદ થયો. એક દિવસ મને વિમલનો ફોન આવ્યો કે તેને પણ સ્ટુડન્ટ વિઝા મળી ગયા છે અને તેણે દિવ્યા સાથે કોર્ટ મેરેજ કરી લીધા છે. મને બહુ આનંદ થયો કે ચલો, છેવટે મને નહીં તો મારા મિત્રને તો એનો પ્રેમ મળ્યો. વિમલે ઘરનાંની મરજી વિરુદ્ધ લગ્ન કર્યાં હતા એટલે આ લગ્નથી એના ઘરમાં ખૂબ સમસ્યાઓ ઉભી થઈ હતી. વિમલ એ બધું થાળે પાડીને જાન્યુઆરી 2006 માં લંડન આવ્યો. અહીં આવીને એક અઠવાડિયામાં તો તેને ખબર પડ્યા કે દિવ્યા ઘરે ખુશ નથી. દિવ્યાની મમ્મી તેને વિમલ સાથે છૂટાછેડા આપવા દબાણ કરી રહી છે. વિમલે આ બધી વાત મને કહી. મેં તેને કહ્યું કે તું દિવ્યાને 6 મહિના શાંતિ રાખવા જણાવ. એટલા સમયમાં તુ અહીં સ્થાયી થઈ જાય એટલે એને અહીં બોલાવી લે. પણ એને મારી સલાહ બહુ ગમી નહી. તેણે બધી સમસ્યાઓ ઉકેલવા ભારત પરત જવાનું વિચાર્યું. મેં ભારતમાં વિમલના ભાઈને ફોન કર્યો કે વિમલ ભારત પાછો આવી રહ્યો છે. એના ભાઈ એ મને કહ્યું કે જો વિમલ અહીં પાછો આવશે તો બધી બાજી બગડી જશે કારણકે દિવ્યાના માતા-પિતા પહેલા વિમલને સ્વીકારવા તૈયાર નહોતા પણ વિમલને લંડનનો વિઝા મળ્યો ત્યારથી તેમનું વર્તન જરા સુધર્યું હતું. મેં વિચાર્યું ‘લંડન’ નામનો જ કેટલો પ્રભાવ છે ! મેં તો વિમલને બહુ ના પાડી પણ એ તો ટિકિટ લઈ આવેલો એટલે હું વધુ કંઈ કહેવા માટે લાચાર હતો. છતાં મેં એને કહ્યું કે તું આવ્યો છે એવું કોઈને જણાવીશ નહીં અને દિવ્યાને ખાનગીમાં ફોન કરી બધી વાત કહેજે. તમે બંન્ને બધી સમસ્યા ઉકેલી દો પછી તું અહીં પાછો આવી જજે.

તે ગયો. મુંબઈ જઈને થોડા દિવસ પછી તેણે મને ફોન કર્યો કે તેનો દિવ્યાનો ભાઈ દિવ્યાને અને તેને મળવા દેવાની ના પાડે છે. માટે તે કશું કરી શકતો નથી. મેં તેને લંડન પાછા આવવાનું કહ્યું. અંતે તે ઘણું વિચારીને લંડન પાછો આવ્યો, પણ એ તો જાણે કે જીવતી લાશ જેવો લાગતો હતો. આખો દિવસ સૂનમૂન બેસી રહેતો, મારી સાથે પણ તે બહુ વાત ન કરતો. એક દિવસ હું ઑફિસમાં હતો ત્યારે વિમલનો ફોન આવ્યો કે તે ફરીથી ભારત પરત જવા ઈચ્છે છે કારણકે તે દિવ્યા વગર રહી શકે તેમ નથી. લંડન વિમલને જરાય ફળ્યું નહિ. હું કંઈ પણ કહેવા માટે લાચાર હતો કારણકે તે નિર્ણય કરી ચૂક્યો હતો. વિમલ એક મહિનામાં બીજીવાર ભારત પરત ફર્યો. આ વખતે તે દિવ્યાના ઘરે પણ ગયો. પરંતુ હમણાં ગત અઠવાડિયે જ મને એવા ખબર મળ્યા કે દિવ્યાએ તેના ઘરના લોકોના દબાણવશ થઈને વિમલને છૂટાછેડા આપી દીધા છે. દિવ્યાના પિયરના લોકો એમ માને છે કે જે માણસ પોતાનું સ્થિર મગજ રાખીને લંડનમાં રહી શકતો નથી અને મહિનામાં બે વાર ભારત આવે છે, તે દિવ્યાને શું સુખી રાખશે?

આ બધું જાણીને મને ખૂબ દુ:ખ થયું કે વિમલે તો દિવ્યા માટે ઘણું કર્યું પણ દિવ્યાએ વિમલ માટે શું કર્યું? શું આ સાચો પ્રેમ કહેવાય? આજે વિમલ તેનો બધો ઉત્સાહ ખોઈ ચૂક્યો છે. તેને ફરી કદી લંડન નથી આવવું.

ખરેખર ! લડંન એટલે સ્વપ્નો ની દુનિયા – દરેક ને કંઈક નવું જ શીખવતું આ શહેર…… કોઈ ને કદાચ ફળે, તો કોઈને જરાય નહીં. તમને શું લાગે છે?

Advertisements

10 responses to “લંડન : કોઈને ફળ્યું… કોઈને નહીં.. – અનુ. મૃગેશ શાહ

 1. vimal mati maro 1 ja javab che ki aapade koni love kara yi che ae jaru ri nathi pan aapane ji love kare che aeni aapa de khusa rakha va no prayatan kara vo joyi

 2. અમિત પિસાવાડિયા

  સરસ, ખુબ જ સુદંર અને લાગણી સભર લેખ છે ,પ્રેમ મા તો પરસ્પર લાગણી, વિશ્વાસ અને હ્ર્દય ની સમજણ જોઇએ .
  સરસ લેખ બદલ શ્રી વરૂણભાઈ પટેલ (લંડન) તથા મ્રુગેશભાઇ શાહ તમો ને અભિનંદન

 3. hi varun , nice story of yr frnd..

 4. એક તરફી પ્રેમની આ વાત ઘણા લોકોની કહાણી હશે. આનો માનસશાસ્ત્રીય અને વહેવારૂ ઉકેલ શું હોવો જોઇયે તે ઉપર એક ચર્ચા રાખવાની હું મ્રુગેશભાઇને વિનંતિ કરું છું.
  આ કોમેંટ ગુજરાતી માં લખી શકું છું તે માટે મ્રુગેશભાઇનો ખુબ ખુબ આભાર.

 5. hallo Varun

  really a Good Story just the story
  but really interesting you shoul start novelwriting
  hope you will start soon

 6. Seems more like a news report, rather than a short story.

 7. hello varunbhai, mrugeshbhai,
  Its fantastic story. roj roj navu sikdave tenu naam zindagi. pyar ma anubhuti ane aasas jaruri ceh, aa to e j samje jene pyar karyo hoi….but its nice and touchable love story.best of luck and god bless u.take care bye….

 8. Varun,

  aa column Story thee vadhaare taree ane tara friend nee Real-Life lage che… bahoo saras rite niroopan karyoo che… hoon ichhooo choo ke tamaree aav va vali life khooshee and prem thee bharelee hoy!

 9. varunbhai tatha mrugeshbhai,
  banne sarakha j abhinandan na adhikari chho..etale koi ek taraf no maro aa prtibhav pakshapat ganashe…khub saras rite kathavastu na nirupan mate varunbhai ne ane bhashantar mate mrugeshbhai ne abhinandan…

 10. pan aama London ni vaat kyaa aavi? aa to vyaktigat maamalo chhe. mane to aa vaartaa maa bataavelo prem, prem nahi pan moh laage chhe