આટલાં વર્ષો લાગ્યાં ? – જગદીશ ક્રિશ્ચન

[રીડગુજરાતી.કોમને આવું સુંદર કાવ્ય લખી મોકલવા બદલ શ્રીજગદીશભાઈ ક્રિશ્ચન (યુ.એસ.એ) નો ખૂબ ખૂબ આભાર]

સ્નેહનો સ્વીકાર કરતાં આટલાં વર્ષો લાગ્યાં?
જીવું છું કે નહીં, જાણતાં આટલાં વર્ષો લાગ્યાં?

પતન કે હતી નિષ્ફળતા; સમજી શક્યો નથી !
વિશ્લેષણ કરતાં કરતાં, આટલાં વર્ષો લાગ્યાં?

આજે કે કાલે કહું એવી પ્રત્યોજણની પીડા,
ચાહુ છું તમને કહેતાં, આટલાં વર્ષો લાગ્યાં?

પામવું ન પામવું, કળે ના કળે, કે ફળે ના ફળે,
મોત પછી કફન પામતાં, આટલાં વર્ષો લાગ્યાં?

પૂછે તો આખરી ઈચ્છા, કહું તને ‘જગદીશ’,
ધીરજ ખૂટી, પૂછતાં આટલાં વર્ષો લાગ્યાં?

Advertisements

3 responses to “આટલાં વર્ષો લાગ્યાં ? – જગદીશ ક્રિશ્ચન

 1. અમિત પિસાવાડિયા

  સરસ પંક્તિ ઓ છે ,,,
  અભિનંદન

 2. like the poem . there are many things in our life that take us “YEARS” to ackowledge them.

 3. Yeah, it’s so true..Things just happens in our lives and it does take many years and we never recognize them even though they just pass by us.

  Really nice poem… I felt like I was saying that while I was reading…It’s very vivid.

  Thank You.