કોયડાનો જવાબ

મિત્રો, તા-16મી ના રોજ પૂછાયેલા કોયડાનો સાચો જવાબ હંમેશાની જેમ ઘણા વાચકમિત્રોએ આપ્યો છે. ‘કૉમેન્ટ વિભાગમાં સાચો જવાબ દેખાઈ જાય છે’ એવા એમના સૂચનો પર ખાસ ધ્યાન આપીને હવે પછી કોયડાનો રસ જળવાઈ રહે એ રીતે પોગ્રામિંગ કરીને વાચકો ના ઉત્તર ‘હાઈડ’ રાખવામાં આવશે. આ વખતે સાચો જવાબ આપનારના નામ આ મુજબ છે.

  1. ચંદ્રશેખર
  2. નિરવ (કેનેડા)
  3. અમિતકુમાર ઠક્કર (મુંબઈ)
  4. શિલ્પા

ચંદ્રશેખરભાઈ એ બીજી વખતના પ્રયત્નમાં સાચો જવાબ આપેલો છે પરંતુ એક કરતાં વધારે જવાબો લખેલા હોવાથી તેને ‘હાઈડ’ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી ઉદયભાઈ ત્રિવેદીનો જવાબ પણ અંશત: સાચો છે. શ્રી પારૂલ બહેને જવાબ ગણ્યો હોવા છતાં, સાચો જવાબ પહેલેથીજ વાચકોએ આપ્યો હોવાથી લખી શક્યા નથી, જે માટે અમે ખાસ ધ્યાન આપીને હવે થી કૉમેન્ટ ‘હાઈડ’ કરવાની સુધારણા લાવી રહ્યા છીએ. સાચો જવાબ નીચે મુજબ છે.

જુઓ ઉકેલ શોધવા માટે વિચારવાની શરૂઆત કેવી રીતે કરવી અને આગળ કેવી રીતે વધવું તે વિચારીએ.
કોઈને એક રૂપિયો કે બે રૂપિયા આપવાના થાય તો તે એક રૂપિયાવાળી પોટલી તો બનાવવી જ પડે. બે રૂપિયાવાળી પોટલી પણ બનાવવી જ પડે.

પરંતુ ત્રણ રૂપિયાવાળી પોટલી બનાવવાની જરૂરત રહે નહીં, કારણકે ત્રણ રૂપિયા આપવાના થાય તો એક અને બે રૂપિયાવાળી પોટલીઓ આપી શકાય. આ પ્રમાણે વિચારતા વિચારતાં નીચે પ્રમાણેની પોટલીઓ બને.

1 રૂ. , 2 રૂ. , 4 રૂ, 8 રૂ, 16 રૂ, 32 રૂ, 64 રૂ, 128 રૂ, 256 રૂ, 489 રૂ. જેનો કુલ સરવાળો 1000 રૂ. થાય. બીજા કેટલાક નવા કોયડા રીડગુજરાતી.કોમ પર થોડા સમય પછી.

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.