ભૂલી જવાની ભૂલ કરી છે મેં… – ઉપેન્દ્ર વાઘેલા

[રીડગુજરાતી.કોમને આવું સુંદર કાવ્ય લખી મોકલવા બદલ શ્રીઉપેન્દ્રભાઈ વાઘેલાનો ખૂબ ખૂબ આભાર]

હરરોજ મેં તમને, ભૂલી જવાની ભૂલ કરી છે,
                        માફ કરજો.

તમને ખબર છે કામથી, લદાયેલો સદા છું,
                        માફ કરજો.

સવારથી સાંજ ઘડિયાળથીયે આગળ, દોડતો રહ્યો છું,
                        માફ કરજો.

પણ જીવન છે થોડું, ને કામ છે ઝાઝાં,
                        માફ કરજો.

ખાલીપો ઘણો છે તો યે, આપ ભૂલાઈ જાઓ છો,
                        માફ કરજો.

માફીને લાયક તો નથી હું, તો યે મને તમે,
                        માફ કરજો.

આ અહીં સૂતો છું આખરે હવે, કાંધો દેવાની પહેલ
                        આપ કરજો.

હરરોજ મેં તમને, ભૂલી જવાની ભૂલ કરી છે,
                        માફ કરજો.

6 responses to “ભૂલી જવાની ભૂલ કરી છે મેં… – ઉપેન્દ્ર વાઘેલા

 1. Rakesh Chavda

  Very nice poem with good words

 2. Praful Saini

  Dear Upendrabhai,

  Heartly congratulations!!!

  It is very nice poem. You have shown the facts of life in your poem. I was not knowing that you are such a nice writer also, and specially in gujarati.

  With best wishes,

  Praful Saini

 3. good poem

 4. સૌ પ્રથમ તો વાઘેલા બાપુ ને જય માતાજી,,,,
  ઘણી જ સુદંર પંક્તિઓ છે. કાંઇ ખોટુ કીધુ હોય તો માફ કરજો !!!!!!!
  ખુબ ખુબ હાર્દિક અભિનંદન

 5. Prerak V. Shah

  Too good Pankties. It says lot in very simple words.

 6. Divyang Pandya

  Dear Upendrabhai:

  Its amazing…! How can a systems-man be a poet also. Its gr8, indeed. Keep writing such poems (kavitaas)…

  Regards,