કોયડાનો જવાબ અને વધુ એક નવો કોયડો…

પ્રિય વાચક મિત્રો, 13મી તારીખના રોજ અમે આપને એક કોયડો પૂછયો હતો. લગભગ બધા જ વાચકો તરફથી એના સાચા જવાબો મળ્યા. વાચકમિત્ર શ્રી અમિતભાઈ ઠક્કર, શ્રી નીરવભાઈ અને વલસાડથી શ્રી અજય ભાઈએ તો પદ્ધતિસર આખા કોયડાનો જવાબ સ્ટેપ બાય સ્ટેપ લખીને જણાવ્યો !! તો આજે સૌ પ્રથમ આપણે સાચો જવાબ આપનાર વાચકોના નામ જોઈએ, એ પછી કોયડાનો જવાબ (રીત સાથે) અને તે પછી એક નવો કોયડો… !!

સાચો જવાબ આપનાર ના નામ આ મુજબ છે:

 1. અમિત પિસાવાડીયા (ઉપલેટાથી)
 2. નેહલ
 3. સુકેતુ પટેલ (મહેસાણાથી)
 4. ઉદય ત્રિવેદી
 5. અમિત પટેલ
 6. મૌલિક સોની
 7. અમિતકુમાર ઠક્કર
 8. કાશ્મિરા
 9. સુરેશ જાની
 10. નીરવ
 11. રાજેશ મકવાણા
 12. વિવેક શાહ
 13. અજય પટેલ (વલસાડ)

સાચો જવાબ :

ઉકેલ માટે છેલ્લેથી શરૂ કરીને આગળ વધો.
છેલ્લે બંન્ને ગઠિયાઓએ પાંચ પાંચ રૂપિયા વહેંચી લીધા. એટલે તે વખતે પોટલીમાં કુલ દશ રૂપિયા તો હોવા જ જોઈએ. આ પહેલાં જ્યારે બીજા ગઠિયાએ પોટલી છોડી ત્યારે પોટલીમાં કુલ 10+10+1 = 21 રૂપિયા હોવા જોઈએ. આ અગાઉ જ્યારે પહેલા ગઠિયાએ પોટલી છોડી ત્યારે પોટલીમાં કુલ 21+21+1=43 રૂપિયા હોવા જોઈએ. આમ, શરૂઆતની વેળાએ ડોશીમાની પોટલીમાં કુલ રૂ. 43 હોવા જોઈએ.

આજ નો કોયડો :

એક વેપારી પાસે એક એક રૂપિયાવાળા એક હજાર સિક્કા હતા. આ હજાર સિક્કાના જુદા જુદા દશ ભાગ કરી દઈ વેપારીએ દશ પોટલીમાં બાંધી દીધા. વેપારી હોંશિયાર હતો. એણે આ દશ ભાગ એવી રીતે પાડ્યા કે કોઈને પણ એક રૂપિયાથી માંડીને એક હજાર રૂપિયા સુધીની કોઈ પણ રકમ આપવાની થાય તો એ બાંધી રાખેલી પોટલીઓ જરૂર પ્રમાણે એકઠી કરીને આપી દેવાથી એ રકમ ચૂકવી જ શકાય. (રકમ ચૂકવવા માટે કોઈપણ પોટલી છોડવાની જરૂરિયાત ઊભી થાય જ નહીં.) તો વેપારીએ આ દશ પોટલીઓમાં કેટકેટલા રૂપિયા બાંધ્યા હશે?

[ આજના કોયડાનો સાચો જવાબ જોવા માટે અહીં કલીક કરો. Click Here ]

Advertisements

7 responses to “કોયડાનો જવાબ અને વધુ એક નવો કોયડો…

 1. packet arrange by businessmen as following

  Packet Coin
  1 – 1
  2 – 1

 2. This is classical question of Computer Science. If we have 10 bits in binary system, we can represent up to 2^10= 1024 values. Consider each bit as bag(potali). So, 10 bits (potali) can represent upto 1023 (it starts with 0 so can’t go upto 1024 but total no. are 1024).

  So, We have to put 2^0 = 1 coin in first bag, 2^1= 2 coins in second, 2^2 = 4 coins in third bag ….. 2^9 = 512 coins in 10th bag.

  for example : take 100. binary is 00 0110 0100
  so 3rd (4 coins) ,6th (32 coins) and 7th (64 coins) bag will make 100 coins.

 3. He might make pockets in following order.
  1 + 2 + 4 + 8 + 16 + 32 + 64 + 128 + 256 + 489

 4. Amitkumar Thakkar From (Mumbai)

  A businessman will arrange 1 rupee coin in following manner in 10 begs

  1st 2nd 3rd 4th 5th 6th 7th

  1 + 2 + 4 + 8 + 16 + 32 + 64

  8th 9th 10th

  128 + 256 + 489

  Example: if any person will demand Rs.500/- from Businessman
  He will not open bags but gives 10th bag (Rs.489/-), + 4th bag (Rs.8/-),
  + 2nd bag (Rs.2/-), 1st bag (Rs.1/-)

  If any person will demand Rs.825/- he will give 5th beg (Rs.16/-)+7th bag (Rs.64/-),
  +9th bag (Rs.256/-)+10th bag (Rs.489/-)

  If any person will demand Rs.982/- he will give 10th bag (Rs.489)+9th bag (Rs.256/-),
  +8th bag (Rs.128/-)+7th Bag (Rs.64/-)+6th bag (Rs.32)+ 4th bag (Rs.8/-), 3rd bag (Rs.4/-)
  + 1st bag (Rs.1/-)

  so Businessman will give any amount from Rs.1/- to Rs.1000/- to anybody with out open a bags.

 5. Mrugeshbhai,

  My suggestion:

  Can we keep the answers hidden / not viewable till sometime? Bcoz the charm is lost once u see the answer.

  I Know – it is not a game for prize – but to keep the senders enthusiasm – i suggest this.

 6. I wanted to answer, but I saw that someone has already put up the answer! Now it is awkward to say that my answer is original & not a copy! I agree that you should not show the answers by others till the time limit!

 7. 1, 1*2, 2*2, 4*2, 8*2,16*2, 32*2, 64*2, 128*2, 258*2… this how the pattern developes but it adds up to 1023 so keeping intial 9 numbers like,
  1
  2
  4
  8
  16
  32
  64
  128
  256 and the final number is 1000-511= 489
  489