ભેજું કસો અને ઉત્તર આપો

[મિત્રો, ચલો આજે રીડગુજરાતી પર થોડી બુદ્ધિની કસરત કરી લઈએ. આ માટે આપને એક વાર્તા આપવામાં આવે છે. તેને ધ્યાનપૂર્વક વાંચો. વાર્તાના અંતે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેનો ઉત્તર આપે વિચારવાનો છે. ખૂબ વિચારને અંતે જો ઉત્તર ન આવડે તો વાર્તાના અંતે આપેલી લીન્ક ક્લીક કરો અને સાચો જવાબ જુઓ. ]

વાર્તાનું નામ : બે ગઠિયા અને ડોશીમાની પોટલી

એક ડોશીમાની દીકરી બાજુના ગામે રહેતી હતી. એક દિવસ ડોશીમા દીકરીને ત્યાં જવા નીકળ્યા. સામાનમાં ડોશીમા પાસે એક લાકડી ઉપરાંત કપડાં વગેરે વાળી એક નાની પોટલી હતી. ડોશીમા ધીમે ધીમે રસ્તે ચાલતાં ચાલતાં જતાં હતાં. ત્યાં બે સારા દેખાતા પરંતુ ખરેખર ગઠિયા એમની સાથે થઈ ગયા. સાથે સાથે ચાલતાં ચાલતાં મીઠું મીઠું બોલીને તેઓએ ડોશીમાનો વિશ્વાસ ઊભો કર્યો. ડોશીમાને થયું કે ચાલો, સારો સંગાથ મળ્યો. સાથે ચાલતાં ચાલતાં ગઠિયાઓએ કહ્યું કે માજી, લાવો તમારી પોટલી લેવા લાગીએ કે જેથી તમને થોડીક રાહત રહે. વિશ્વાસમાં આવેલાં ડોશીમાએ એમાનાં એકને પોટલી ઊંચકવા માટે આપી. ડોશીમાને વાતોએ વળગાડી થોડીવાર પછી ગઠિયાઓએ થોડું થોડું આઘું પાછું થવા માંડ્યું. એમ કરતાં કરતાં લાગ જોઈને ગઠિયાઓ પોટલી લઈને નાસી ગયા. ડોશીમા તો તેઓની પાછળ દોડી શકે તેમ હતાં નહીં. બૂમો પાડતાં રહ્યાં, પરંતુ રસ્તામાં કોઈ દેખાયું નહીં. દરમિયાન આડેઅવડે દોડતા ગઠિયાઓ દેખાતા બંધ થયા.

નાસતાં નાસતાં તેઓ થોડેક દૂર આવેલા એક મંદિર પાસે જઈને બેઠા. મંદિરની પાછળ એક નદી હતી. બન્ને જણે નક્કી કર્યું કે વારાફરતી નદીમાં નાહવા જવું. અને ત્યારબાદ પેલી પોટલી ખોલીને ભાગ પાડી લેવા. પોટલીમાં રૂપિયા રૂપિયાવાળા કેટલાક સિક્કાઓ પણ હતા.

હવે એક ગઠિયો નાહવા ગયો, ત્યારે બીજાની દાનત બગડી. એણે ગુપચુપ પોટલી છોડીને એમાં જે રૂપિયા હતા તેના બે સરખા ભાગ પાડવા જતાં એક રૂપિયો વધ્યો. એક ભાગ છાનોમાનો પોતે લઈ લીધો અને વધેલો રૂપિયો મંદિરમાં મૂકી આવ્યો ને પોટલી પાછી બાંધી દીધી.

હવે જે નાહવા ગયેલો તે નાહીને પાછો આવ્યો ત્યારે બીજો નાહવા ગયો. નાહીને આવેલા ગઠિયાએ પણ એવું જ કર્યું. પોટલી છોડીને હવે જે રૂપિયા હતા તેના બે સરખા ભાગ કરવા જતાં એક રૂપિયો વધ્યો. એક ભાગ છાનોમાનો પોતે લઈ લીધો અને વધેલો રૂપિયો મંદિરમાં મૂકી આવ્યો. પોટલી પાછી હતી તે પ્રમાણે બાંધી દીધી.

હવે જ્યારે બીજો ગઠિયો પણ નાહીને પાછો આવ્યો ત્યારે બન્નેએ સાથે મળીને પોટલી છોડી. એમાં હવે જે રૂપિયા હતા તે બન્નેએ સરખા ભાગે વહેંચી લીધા. આ વખતે કશું વધ્યું નહીં, અને દરેકને ભાગે પાંચ પાંચ રૂપિયા આવ્યા.

તો શરૂઆતમાં ડોશીમાની પોટલીમાં કેટલા રૂપિયા હોવા જોઈએ ?

[સાચો જવાબ જોવા માટે અહીં કલીક કરો. Click Here ]

Advertisements

19 responses to “ભેજું કસો અને ઉત્તર આપો

 1. saruaat ma dosima ni potli ma 43 rupess hova joia .

 2. ans is 47 rs

 3. 43 rs is the right answer

 4. I do not think it is 43. My calculation says that it must be 52.

 5. SUKETU PATEL - MEHSANA

  43 Rs.

 6. Uday Trivedi

  i think it is 43.

 7. 43 Rs. is correct Answer

 8. It seems, it is 46.

 9. ANS : 43 Rs.

 10. Amitkumar Thakkar

  Hi!! i think it is 43.

 11. Rs 43 is Right choice

 12. 43

 13. ans = 46 RUPEES

 14. I think She had Rs.43.

 15. Rajesh Makwana

  The answer is must be 43 Rs.

 16. Rs. 43

 17. Tithi Ajay Patel

  Simple Calculation leads to 43 Rs.
  However – AASHA RAKHU “KOTHADA MAA BILADOO NAHI HOY”

  Tithi (D/o. Ajay Patel)-Valsad

 18. How come it’s 43?? from my calculation it comes 46.
  i don’t know how u got 43.