ના હોય !!

[ સંકલન : alpha-q નામનું એક ગ્રુપ. મોકલનાર : શ્રી દિનુભાઈ પટેલ નો ખૂબ ખૂબ આભાર. ]

 • “RACECAR”, “KAYAK” એવા શબ્દો છે કે જે જમણીથી ડાબી અને ડાબીથી જમણી બાજુ વાંચવાથી સરખા જ રહે છે.
 • “TYPEWRITER” એ કી-બોર્ડ પરની એક જ લાઈનમાં આવેલી ‘કી’ માંથી લીધેલો સહુથી લાંબો શબ્દ છે.
 • સ્ત્રીઓની આંખો પુરુષો કરતાં બે ગણી વધારે પલકારા કરતી હોય છે.
 • જમોડી લોકો ડાબોડી લોકો કરતાં એવરેજ નવ વર્ષ વધારે જીવે છે.
 • જો તમે 8 વર્ષ, 7 મહિના અને 6 દિવસ સુધી બુમો પાડ્યા કરો તો તમે એક કપ કોફી ગરમ થઈ શકે એટલી અવાજ શકિતનું ઉત્પાદન કર્યું છે તેમ કહી શકાય.
 • નોંધાયેલી વિગતો પ્રમાણે, ઈ.સ 1865 નો ફ્રેબુઆરી મહિનો એક માત્ર એવો હતો કે જેમાં પૂનમ નહતી.
 • માનવ શરીરનું સૌથી શક્તિશાળી મસલ્સ છે જીભ.
 • દુનિયાના દરેક ખંડનું નામ તેના જે અંગ્રેજી મુળાક્ષરથી શરૂ થાય છે તે જ મુળાક્ષરથી પૂરું થાય છે.
 • દુનિયાનું સહુથી નાનું યુદ્ધ ઝાંઝીબાર અને ઈંગલેન્ડ સાથે થયું હતું જેમાં ઝાંઝીબાર ફક્ત 38 મિનિટમાં જ શરણે આવી ગયું હતું.
 • વીસ લાખ માણસોમાં કોઈ એક 116 વર્ષ કે તેથી વધુ જીવતો હોય છે.
 • બાળક જન્મે ત્યારે તેને ઘૂંટણની ઢાંકણી હોતી જ નથી. એ 2 થી 6 વર્ષની ઉંમરે આવે છે.
 • અમેરિકા કરતાં ચીનમાં અંગ્રેજી ભાષી લોકો વધારે છે.
 • કવીન એલીઝાબેથ-2 નામનું જહાજ એક ગેલન ડીઝલ બળે ત્યારે ફક્ત 6 ઈંચ જ ખસે છે.
 • ભૂખથી ના મરી જાય ત્યાં સુધી વંદો માથા વગર પૂરાં નવ દિવસ જીવી શકે છે.
 • બિલાડી 100 પ્રકારના જુદા જુદા અવાજો કાઢી શકે છે જ્યારે કૂતરો ફક્ત 10 જ પ્રકારના કાઢી શકે છે.
 • આપણી આંખનું કદ જન્મથી આજ દિન સુધી એક સરખું જ રહે છે પરંતુ નાક અને કાન ના કદમાં સતત વૃદ્ધિ થતી જ રહે છે.
 • વિશ્વમાં દર વર્ષે વિમાન અકસ્માતમાં લોકો મરે એના કરતાં ગધેડા દ્વારા વધારે મરે છે.
 • “I am.” એ અંગ્રેજી ભાષાનું ટુંકામાં ટુંકું વાક્ય છે.
 • ઈલેકટ્રીક ખુરશીની શોધ એક દાંતના ડૉકટરે કરી છે.
Advertisements

2 responses to “ના હોય !!

 1. GOOD OBSERVATION
  CONGRATES

 2. nice and amazing things here thanx to writer