મિત્રની પરિભાષા – અમિત પિસાવાડીયા

[રીડગુજરાતી.કોમને આવી સુંદર કૃતિ લખી મોકલવા બદલ શ્રીઅમિતભાઈ પિસાવાડીયા (ઉપલેટા) નો ખૂબ ખૂબ આભાર]

મિત્રો, આપણે ‘મિત્ર’ શબ્દ થી તો પરિચિત છીએ જ પરંતુ ચાલો આજે આપણે આ શબ્દ વિશે વધુ ઊંડાણમાં જોઈએ. આપણી માતૃભાષામાં એક કહેવત છે કે ‘મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુ:ખમાં આગળ હોય’ જીવનમાં આવો સાચા હૃદયનો મિત્ર મળવો એ તો સૌભાગ્યની વાત છે. મિત્રતાની સાચી કસોટી તો દુ:ખના સમયે થતી હોય છે. મિત્રની કસોટી સુખમાં થઈ શક્તી નથી. જીવનમાં જ્યારે આપત્તિ આવી પડે, દુ:ખના વાદળો ધેરી વળે ત્યારે આપણી સાથે ખભેખભો મેળવી આપણી બાજુમાં ઉભો રહે એ જ સાચો મિત્ર. તમોને પણ મારી જેમ જીવનમાં મિત્રતાના અનુભવો થયા જ હશે ને !

મિત્રતા એટલે ભાઈબંધી એટલે કે ભાઈ જેવું બંધન. સાચી મિત્રતા એ તો એક છોડ જેવી છે જે ધીમેથી વધે છે. પછી વિરાટ વૃક્ષ થઈ જીવનભર તેની શીતળ છાંયા આપે છે. કલાઉટ મેમેટે કહ્યું છે કે ‘મિત્રો તરબૂચ જેવા હોય છે. કારણ શું? કારણકે, ઉત્તમને શોધવા બધાનો સ્વાદ ચાખવો પડે છે.’ મહાન વિચારક સોક્રેટીસે પણ કહ્યું છે કે ‘મિત્ર બનાવતા પહેલા સો વખત વિચારો અને મિત્ર બનાવ્યા પછી તેને કાયમ માટે ટકાવી રાખો.’ ઉત્તમોત્તમ મિત્રમાં પુસ્તકોનો પણ સમાવેશ કરી શકાય છે. માણસના એકાંતને, એના જીવનને જે ક્યારેય દગો દેવાના નથી એવા મિત્રો માત્રને માત્ર પુસ્તકો જ ગણાય છે. ખલિલ જિબ્રાને કહ્યું છે કે, ‘જેની સાથે તમે મોજ માણી હોય તેને તમે કદાચ ભૂલી જાઓ, પણ જેની સાથે તમે આંસુ સાર્યા હોય તેને હરગિજ ના ભૂલતા.’

સંત તુલસીદાસે પણ કહ્યું છે કે, ‘બિપતિકાલ કર સતગુન નેહા, શ્રુતિ કહ સંત મિત્ર ગુન એહા.’ દુ:ખમાં પણ સાથ આપે તે મિત્રનો ગુણ છે. મિત્રતા તો એક રેશમી ઋણાનુંબંધ છે. એક ઉત્તમ અનુભવ છે. મૈત્રી એ તો શીતળ-મધુર છાંયડો છે. જીવનમાં જેમ મા-બાપ અને ભાઈ-બહેનની જરૂર છે તેમ મિત્રની પણ જરૂર છે. મૈત્રી એ તો જીવનની મોટી સૌગાત છે. મિત્રતા કોની સાથે કરવી? ક્યારે કરવી? કેમ કરવી? અને કોની સાથે ન કરવી? મિત્રો, તેનું કોઈ ગણિત નથી હોતું, કે તેની કોઈ વિશિષ્ટ તિથિ નથી હોતી. મિત્રતા તો ક્ષણવારમાં થઈ જાય છે. મિત્રતા તો હૃદયનો સંબંધ છે.

લગ્ન વખતે સપ્તપદીનો, સાત ડગલાં વરવધૂ સાથે ચાલે એનો વિધિ હોય છે તે આ મૈત્રીના ઉદયના પ્રતીક રૂપે હોય છે. લગ્ન અને મિત્રતા – માણસે વિકસાવેલી આ બધી કલાઓ સરખી છે ! શેક્સપિયરે પણ અમસ્તું નથી કહ્યું કે, ‘મૈત્રી એ બે ઉદ્દાત માણસોનું લગ્ન છે !’ કવિવર શ્રી સુરેશ દલાલ કહે છે, ‘મૈત્રી એ તો કળા છે.’ શ્રી રામનારાયણ પાઠક (‘શેષ’)ની એક પ્રચલિત પંક્તિ પણ તમોને અહીં જણાવું.

જી રે પરણામ મારા, ભેરુઓને કહેજો રે,
      જેની સાથે ખેલ્યા જગમાં ખેલજી,
ખાલીમાં રંગ પૂર્યા, જંગમાં સાથ પૂર્યા,
      હસાવી ધોવરાવ્યા અમારા મેલજી.

મિત્ર એટલે મનથી અને હૃદયથી આપણી સાથે હોય. જીવનના તડકાં-છાયાની મોસમ પસાર થયા પછી જે ટકી રહે છે તે મૈત્રીનો વૈભવ છે. સાચી મિત્રતા એ તો જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ છે. વ્યક્તિ જન્મે છે, ત્યારથી તેની આજુબાજુ સંબંધોના સરોવર રચાતા જાય છે. આવા અનેક સંબંધોની વચ્ચે મૈત્રી એક પરમ પવિત્ર વસ્તુ છે. મૈત્રીમાં લોહીનો સંબંધ નથી હોતો છતાં પણ તે લોહીની સગાઈ જેવું જ અતૂટ બંધન છે. જન્મથી માંડી મરણ સુધીની સળંગ યાત્રામાં જો એકાદ વ્યક્તિને તમે મિત્ર ન બનાવી શકો તો તમારે સમજવું કે તમારામાં જ કંઈક ખૂટે છે.

મિત્ર એટલે એવી વ્યક્તિ કે જેની સાથે વાત કરવા વિષય શોધવા ન પડે, વાતવાતમાં કંઈ ખુલાસા ન આપવા પડે, તેમજ જે તમારા પહાડ જેવા દુ:ખને પીંછા જેવું હળવું કરી દે. શિયાળાની ઋતુમાં જેમ અગ્નિ હૂંફ આપે છે તેમ મિત્ર હુંફ આપે. શ્રી સુંદરમ્ ની પંક્તિ મને અહીં યાદ આવે છે.. ‘સ્નેહની સર્વ કડીઓમાં મૈત્રી સર્વની વડી.’

આપણી માતૃભાષામાં બીજી પણ એક કહેવત છે કે, ‘મુર્ખ મિત્ર કરતાં શાણો દુશ્મન સારો.’ એટલે કે મુર્ખ વ્યક્તિની મિત્રતા, ભાઈબંધી કરતાં તો બુદ્ધિવાન, નિપુણ વ્યક્તિની શત્રુતા પણ સારી. પ્રસિધ્ધ ગઝલકાર શ્રીઅમૃત ઘાયલ કહે છે, ‘એટલી નૈતિક હિંમત ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે? ‘ઘાયલ’ મોટેભાગે માનવ મિત્ર બનીને લૂંટે છે.’ મધપૂડામાં રહેલું જીવનને જીવંત બનાવે છે. મૈત્રી એટલે જીવનના આકાશનું મેઘધનુષ. મહાભારતમાં મિત્રતાના સચોટ દષ્ટાંતો છે. એક તો ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામા, બીજુ શ્રીકૃષ્ણ અને અર્જુન અને ત્રીજું દાનવીર કર્ણ અને દુર્યોધન. સુદામાજી જ્યારે શ્રીકૃષ્ણને મળે છે ત્યારે શ્રીકૃષ્ણ ઉંચનીચના સર્વ ભેદભાવ ભુલીને તેમના મિત્ર સુદામાજીને પ્રેમથી ભેટી પડે છે અને તેના સર્વ દુ:ખો દૂર કરે છે. અર્જુન સાથે પણ શ્રીકૃષ્ણ હંમેશા તેના દુ:ખમાં સાથ આપે છે. યુદ્ધમાં જ નહી પરંતુ અર્જુનના જીવનના પણ તેઓ સારથી બની રહે છે અને તેને હંમેશા મદદ કરતા રહે છે. દાનવીર કર્ણ અને દુર્યોધનની મિત્રતા પણ ઉમદા છે. કર્ણને જ્યારે શ્રીકૃષ્ણ તેના જન્મવિશે તેની માતા વિશે જણાવી, તેને સમજાવી તેને જ્યેષ્ઠ કુંતી પુત્ર બનવાની, જ્યેષ્ઠ પાંડવ થવાની, ઈન્દ્રપ્રસ્થના મહારાજ થવાની તેમજ દ્રોપદીના પતિ થવાની વાત કરે છે, ત્યારે કર્ણ એ બધુ છોડી મિત્રતા નિભાવવા દુર્યોધન સાથે જ ઉભો રહે છે. મૈત્રીના તો આવા અનેકરૂપ છે. મિત્ર વર્તુળ ભલે મોટું હોય, પરંતુ એનું કેન્દ્ર તો એક જ હોય છે. બળવંતરાય ઠાકોર કહે છે,

વય વિદ્યા રુચિ વૃતિના નહીં ભાવના સુમેળ,
મનોમેળ તે મૈત્રી, બાકી સૌ ભાગ્યના ખેલ

ફાધર વાલેસ કહે છે કે, ‘મિત્રતા એ સંસાર સાગરની લહરી, બગીચાની સૌરભ અને હૃદયમંદિરનો અખંડ દીપ છે. મિત્ર પ્રેમ એ હૃદયવૃંદાવનનું અમૃત કુળ છે. મિત્રતાનું બીજ એક જ ક્યારમાં એક વેગથી ઉગેને એક જ વસંતમાં ખીલે. મિત્રમાં નાનો કોણ અને મોટો કોણ એ પ્રશ્ન અર્થ વગરનો છે. તોરણના બંને સ્તંભ સરખા હોય તો જ એના પર કમાન બેસે.’

મિત્રો, હવે અંતમાં શ્રી નંદિતા પારેખની પંક્તિઓ મને યાદ આવે છે તો તમને અહીં જણાવીને વિરમું…

મૈત્રી એટલે
મારા જીવનના
આકાશનું મેધધનુષ
મૈત્રી એટલે
મારી ધરતી પર વહેતુ
નિર્મળ, નિખાલસ ઝરણું
મૈત્રી એટલે મારું સર્વસ્વ
મૈત્રી એટલે
ઉનાળાની બપોરનો
કોયલનો ટહૂકો
મૈત્રી વ્યાખ્યામાં બંધાય ખરી?

Advertisements

12 responses to “મિત્રની પરિભાષા – અમિત પિસાવાડીયા

 1. Dear reader,
  Amit write very good artical on friendship . Congrctulation for very beautyfull & informative artical .
  He wrote most of matter & dimantion of friendship So nothing to add further but i wish to add defination of friendship .
  ” Friendship mean good feeling feeling for ever toward others ”
  Thanking You
  Gunjal

 2. Mitrata ni sunder pribhasha

 3. Dear Reader,
  Amit has written wonderful article on FRIENDSHIP. Amit you are great writer. Your views and ideas are very broad. I would only say that I am impress. I believe friendship is the best relation that person can admire. It never matters you have Boy friend or Girl. Friends are friends. It never concerns for any religion, caste, colour. In nutshell on end that is friend.
  Amit thanks for such a good article. Good work.
  I also take a chance to say thanks to Gujarati.com for providing such a good stuff on net. Let me know if you need my support.
  Thanks,
  Mihir VYAS

 4. hi amit,

  bahu saras vyakhya appi chhe mitra ni sachi odakh ma .

  tamara agal pan ava saras lekh ave tevi aasha sathe aavjo.

 5. Amit,
  Mitr ni baar-saakh par mathu namaav.vu artlay koi mandir ma jai ne bhagwaan aagad mathu namaava jewu hoi chae.
  ek ewo vishay jena par jetlu kahiye aetlu oochhu chae. ne na kahine .. faqt hath ma hath aapiye ne laagni ni servaani boli oothae ae maitri.
  saras lekh.

 6. Dear Amit,
  What a beautiful article written by u.Which u hv wrote its old & dreamful.All hv like to read & speak about good article but its very difficult to do for themselves in present,because today all have lose their soul & thinking only about them selves & their family.(Only wife & children)All r mad after money & status.Even they are not ready to hear the problem of their parents.There is a very vast poor/rich line between relation of mens/wemens.If we have some problem,no one is ready to hear & help & we have to accept shameful situation.
  This is a reality of PRESENT.

 7. Amitji,

  Very nice article. I am fortunate enough to have such special friends in my life!!
  For me, મૈત્રી એટલે અનાયાસે સર્જાયેલો સમજણનો સંબંધ!
  અને સમજણના સંબંધની શ્રી ગુણવંતભાઇ શાહની આ વ્યાખ્યા મને ખૂબ જ પસંદ છે:
  “સમજણનો સંબંધ એ જ ખરો સેતુ; બાકીના બધા તો રાહુ અને કેતુ.”

  Urmi Saagar
  http://urmi.wordpress.com

 8. Khubaj saras .. Amit, Really it is nice, Ane Bhavisya ma aap avuj sunder lakhta raho evi mari shubhkamna vo…

  Chalo…Aavjo..Jai Shree Krishna.

 9. Matrubhasha Swabhimani Shri.Mrugesh Shah,

  Ma ri andar ni Ichha to apne Gujrati Bhasha maj maro abhipraya lakhvano hato. Parantu mari agal Gujratima lakhavano koi software nathi aatle mate mare Gujarati pan Guj-English bhasha ma lakhvu pade chhe!!

  Jo aap mane Gujrati lakhvana software babat koi madad karishako to mara oopar bahuj mahaerbani thashe.

  AApe je aa sahash karyu chhe te kharekhar sarahniya to chhej, paruntu teni pachhal no uddeshya chhe te to bemishal chhe.

  Chitralekha saptahik ma aapno lekh vanchi ne janyu ke aapni potani Matrubhasha ni ketali avahelna aapna potanaj balko dwara thai rahi chhe tena ek vichare apne aa website banav vano vichar thayo je darshave ccheke aap swbhimani to chhoj pan ek samvedanshil wyaktittwa pan dharavochho.

  Bhagvan apne aa karyama puro sahakar aapshej ane aapej chhe tevi monobhavana sathe

  Harish Mehta na
  JAI SHREE KRISHNA
  1 Kimbal crt
  Aptmnt # 501,
  Woburn (BOSTON)
  Ma 01801
  USA

 10. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,

  સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

  – મિત્રતા વિશે ગુજરાતી ભાષાના ખ્યાતનામ અને નવા સર્જકો શું કહે છે એ શેરોના સ્વરૂપે અહીં જરૂર માણશો:

  http://layastaro.com/?p=419
  http://layastaro.com/?p=451

 11. I was going through the archives of readgujari and found this article!!. . Awesome!!.

  Many thanks to Amit Pisavadiya

 12. પિંગબેક: મિત્ર એટલે? « સહિયારું સર્જન - પદ્ય