મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કલકોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે !

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂઝતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઉપજતું હોય છે!

Advertisements

One response to “મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

  1. Mann j manushya na bandhan & mokhs nu karan che.
    Aa Ved-wakya kavi a sundar rite kavita maa raju karyun che.Aa prasange hamanaaj Shri shahbudhin Rathod ni pustika “show must go on” maa wchelu ek wakya yad aavi gau.
    “Mann ke hare har hai;Mannn ke gite git.”