કળિયુગના લક્ષણોનું વર્ણન – શ્રીમદ્ ભાગવત મહાપુરાણ

[તંત્રી નોંધ : શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દ્વાદશ (બારમા) સ્કંધમાં શુકદેવજી રાજા પરિક્ષિતને ભગવાનના સ્વધામગમનની કથા કહ્યા પછી આવનારા કળિયુગ વિશેનું વિસ્તૃત વર્ણન કરે છે. આપણે સૌ એ યુગમાં જીવતા હોવાથી, એમાંના ઘણા લક્ષણો આપણને સમાજમાં પ્રત્યક્ષ દેખાય છે. અમુક લક્ષણો આપણને વાંચીને કદાચ માન્યામાં ન આવે પરંતુ તે સમગ્ર કળિયુગની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બોલાયેલા છે, આપણે હજી તો કળિયુગના શરૂઆતના ચરણમાં છીએ. વાચકોને આજે એ પ્રકરણોમાંના કેટલાક શ્લોકોનું અનુવાદ કરીને આપીએ છીએ. આશા છે અધ્યાત્મમાર્ગે ચાલનારા વાચકોની જાગૃતિ માટે તે ઉપયોગી બની રહેશે. પોતપોતાના શાસ્ત્રોનું વાંચન ( બાઈબલ, કુરાન, ગ્રંથ સાહેબ જે વ્યક્તિ જેમાં માનતો હોય તે…) એ તો માતાના દૂધ જેવું છે. એનું પાન (વાંચન-મનન) સાધકની સાધના ને પુષ્ટ કરે છે. ]

[ અધ્યાય – 2 ]

હે પરીક્ષિત ! સમય બહુ બળવાન છે. જેમ જેમ કળિયુગ આવતો જશે તેમ તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા આયુ, બળ અને સ્મરણશક્તિનો અભાવ થતો જશે. ॥ 1 ॥

કળિયુગમાં જેની પાસે ધન હશે, એને જ લોકો સારા કુળવાળા, સદાચારી અને સદગુણી માનશે. જેના હાથમાં શક્તિ હશે એ ધર્મ અને ન્યાયની વ્યવસ્થાને પોતાને ફાવે તેમ કરી દેશે. ॥ 2 ॥

લગ્ન માટે કુળ, ચરિત્ર અને યોગ્યતા આદિ જોવામાં નહિ આવે, છોકરા-છોકરીઓ જાતે પોતપોતાની રૂચી થી જ લગ્ન કરી લેશે. વ્યવહારમાં લોકો સચ્ચાઈ અને ઈમાનદારીથી નહીં વર્તે. જેને જેટલું છલ-કપટ કરતાં આવડશે, એને લોકો એટલો વધારે હોંશિયાર ગણશે. સ્ત્રી અને પુરુષોની શ્રેષ્ઠતાનો માપદંડ શીલ અને સંયમ ન રહેતા કેવળ કામક્રીડા (રતિકૌશલ) બની રહેશે. ॥ 3 ॥

વસ્ત્ર, લાકડી, કમંડળ – જેવા બાહ્ય દેખાવ બધા બ્રહ્મચારી અને સંન્યાસીઓની ઓળખ બની રહેશે. એકબીજાના વેશ અને ચિન્હો બદલવાથી એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જોડાવાની લાયકાત બની રહેશે. જે લાંચ આપવામાં કે પૈસા ખવડાવવામાં અસમર્થ હશે એને કોર્ટ (અદાલત) તરફથી બરાબર ન્યાય નહીં મળે. જે બોલવા-ચાલવામાં જેટલો પાવરધો અને ચાલક હશે એને લોકો એટલો મોટો પંડિત માનશે. ॥ 4 ॥

કળિયુગમાં ગરીબ હોવું એ જ મોટો દોષ ગણાશે. જે જેટલો દંભ-દેખાડો અને પાખંડ કરી શકશે એને લોકો એટલો વિદ્વાન સમજશે. લગ્ન માટે એકબીજાની સંમતિ પર્યાપ્ત રહેશે. શાસ્ત્રવિધિ–વિધાન, સંસ્કાર આદિની લોકોને કોઈ જરૂર નહિ લાગે. વાળ ઓળી લેવા અને સારાં કપડાં પહેરીને તૈયાર થઈ જવું એને જ લોકો સ્નાન થઈ ગયું સમજશે. ॥ 5 ॥

લોકો દૂરના તળાવને પણ તીર્થ માનશે પરંતુ નજીકના તીર્થ જે ગંગા-ગોમતી અને માતા-પિતા (માતા-પિતા તીર્થ સમાન છે.) એની લોકો ઉપેક્ષા કરશે. લાંબા વાળ રાખવા (પુરુષોએ) એને લોકો શારીરિક સૌંદર્યની નિશાની સમજશે ! અને જીવનનું સૌથી મોટું બધાને એક જ કામ લાગશે – એ છે પેટ ભરવાનું. જે જેટલું મોઢું ઠાવકું રાખીને વાત કરી શકશે એટલો લોકો એને સાચો સમજશે. ॥ 6 ॥

યોગ્યતા અને ચતુરાઈનું સૌથી મોટું લક્ષણ કુટુંબનું ભરણ-પોષણ કરવું એ બની રહેશે. ધર્મનું સેવન લોકો પોતાનો યશ વધારવા કરશે. આ પ્રકારે જ્યારે આખી પૃથ્વી પર દુષ્ટો લોકોની વાહવાહ થઈ જશે, ત્યારે રાજા (નેતા) બનવાનો કોઈ નિયમ નહિ રહે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર જેની પાસે તાકાત (સત્તા) વધારે હશે એ રાજા બની બેસશે. એ સમયે નીચ રાજાઓ અત્યંત ક્રુર અને નિર્દય હશે. લોભી તો એટલા હશે કે એમના અને લુટારુઓમાં કોઈ ફર્ક જ નહીં રહે ! એ પ્રજાનું ધન અને સ્ત્રીઓને છીનવી લેશે. લોકો એવા રાજાઓથી ગભરાઈને દૂર દૂર પહાડો અને જંગલોમાં ભાગી જશે. એવા સમયે પ્રજા જુદા-જુદા પ્રકારના શાક, કંદ-મૂળ, માંસ, દારૂ, ફળ-ફુલ અને ગોટલી (કેરી આદિની ગોટલી) વગેરે ખાઈને પોતાનું પેટ ભરશે. ॥ 7-9 ॥

ક્યારેક તો વરસાદ જ નહિ પડે – દુકાળ પડશે; તો ક્યારેક કર પર કર (કર એટલે ટૅક્સ) નાખવામાં આવશે. ક્યારેક ભયંકર ઠંડી પડશે, ક્યારેક આંધી આવશે, ક્યારેક અતિશય ગરમી પડશે તો ક્યારેક પ્રચંડ પૂર આવશે. આ ઉત્પાતો અને અંદર-અંદરના સંધર્ષોથી પ્રજા અત્યંત પીડિત બનશે અને નષ્ટ થઈ જશે. ॥ 10 ॥

લોકો ભુખ-પ્યાસ અને નાની-મોટી અનેક ચિંતાઓથી દુ:ખી રહેશે. રોગોથી તો એમને ક્યારેય છૂટકારો નહિ મળે. ઘોર કળિયુગ આવશે ત્યારે મનુષ્યનું આયુષ્ય માત્ર વીસ થી ત્રીસ વર્ષનું થઈ જશે. ॥ 11 ॥

હે પરીક્ષિત ! કળિયુગના દોષોથી લોકોનું શરીર નાનું-નાનું, ક્ષીણ અને રોગગ્રસ્થ થઈ જશે. વર્ણ અને આશ્રમોનો ધર્મ બતાવવા વાળો વેદમાર્ગ નષ્ટ થઈ જશે. ॥ 12 ॥

ધર્મમાં પાખંડતા વ્યાપી જશે. રાજાઓ ડાકુ અને લુટારૂઓ જેવા થઈ જશે. મનુષ્ય ચોરી, જુઠ અને કારણ વગર હિંસા વગેરે જેવા અનેક કુકર્મો કરીને પોતાનું જીવન ચલાવશે. ॥ 13 ॥

ચારેય વર્ણૉના લોકો શુદ્ર સમાન બની જશે. ગાયો બકરીઓ જેવી નાની અને ઓછું દૂધ આપવાવાળી થઈ જશે. વનમાં રહેનારા અને સંસારનો ત્યાગ કરી ચૂકેલા સંન્યાસીઓ પણ સંસારી લોકોની જેમ ધર આદિ બનાવીને રહેશે અને તેમની જેમ વેપાર પણ કરશે. જેની સાથે લગ્નજીવનનો સંબંધ છે એને જ માત્ર લોકો સંબંધી ગણશે. (અર્થાત્ બહુ નજીકના હોય એ જ સગાં કહેવાશે.) ॥ 14 ॥

ધાન્યો જેવાકે જવ, ઘઉં આદિ અનાજના છોડ નાનાં-નાનાં થઈ જશે. વૃક્ષોમાં પણ લગભગ બધે શમી આદિ જેવા કાંટાવાળા વૃક્ષો જ રહી જશે. વાદળોમા વીજળીઓ તો બહુ થશે પરંતુ વરસાદ ઓછો થશે. લોકોના ઘરો અતિથિઓના સત્કાર અને વેદધ્વનિ વગરના હોવાને કારણે અથવા તો ઘરમાં લોકોની સંખ્યા ઘટવાને કારણે સૂના-સૂના અને ભેંકાર થઈ જશે. ॥ 15 ॥

હે પરિક્ષિત ! વધારે શું કહું? – કળિયુગનો અંત થતા-થતા મનુષ્યોનો સ્વભાવ ગધેડાઓ જેવો દુ:સહ્ય બની જશે, લોકો માંડ-માંડ સંસારનો બોજ વેઠતા હોય એમ જીવશે અને વિષયી (ભોગી) બની જશે. એવા સમયે સત્વગુણને ધારણ કરીને ભગવાન સ્વયં અવતાર લેશે. ॥ 16 ॥

[ અધ્યાય – 3 ના કેટલાક શ્લોકો ]

હે પરિક્ષિત કળિયુગમાં ધર્મના ચારેય ચરણો સત્ય, દયા, તપ અને દાન નષ્ટ થઈ જાય છે અને એના બદલે અસત્ય, હિંસા, અસંતોષ અને કલહ એ એ અત્યંત વધી જાય છે. ॥ 24 ॥

હે રાજા, જીવન દરમિયાન જ્યારે પણ જુઠ-કપટ, તંદ્રા-નિંદ્રા, હિંસા-વિષાદ, શોક-મોહ, ભય અને દીનતાની પ્રધાનતા લાગે ત્યારે તેને તમોગુણ પ્રધાન કળિયુગ સમજવો. ॥ 30 ॥

કળિયુગમાં લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર બની જશે. મોટાભાગના લોકો એવા હશે જે હશે તો નિર્ધન પણ ખાતા બહુ હશે. એમનું ભાગ્ય હશે બહુ મંદ પણ ચિત્તમાં કામનાઓ હશે બહુ મોટી મોટી. સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુલટાપનની વુધ્ધિ થતી જશે. ॥ 31 ॥

કળિયુગ હોય છે ત્યારે આખા દેશમાં, ગામે ગામમાં લુંટેરાઓ (આતંકવાદ) ની પ્રધાનતા અને પ્રચુરતા વધતી જાય છે. પાખંડીલોકો પોત-પોતાના નવા સિધ્ધાંતો બનાવીને મનફાવે એવો વેદોનો અર્થ નીકાળે છે અને એ પ્રકારે એને કલંકિત કરે છે. પોતાને રાજા કહેવડાવનારા પ્રજાની કમાઈ હડપીને એને ચૂસી લે છે. બ્રાહ્મણનું નામ ધારણ કરીને જીવ પેટ ભરવામાં અને જનેન્દ્રીયોના ભોગોને તૃપ્ત કરવામાં લાગેલા રહે છે. ॥ 32 ॥

બ્રહ્મચારી લોકો બ્રહ્મચારીવ્રતથી રહિત અને પવિત્ર રહેવા લાગે છે. ગૃહસ્થ બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં માંગતો ફરે છે. વાનપ્રસ્થી ગામ (કે શહેરો)માં વસે છે અને સંન્યાસી ધનના અત્યંત લોભને લીધે પિશાચ જેવો બની જાય છે. ॥ 33 ॥

સ્ત્રીઓનું કદ (આકાર) નાનો થઈ જાય છે, પરંતુ તેમની ભુખ વધી જાય છે. એમને સંતાનો બહુ થાય છે અને સ્ત્રીઓ પોતાના કુળની મર્યાદાઓનું ઉલ્લંધન કરીને લાજ વગેરેને છોડી દે છે. એ સદા સર્વદા કડવી વાણી બોલે છે અને ચોરી અને કપટ કરવામાં પ્રવીણ હોય છે. સ્ત્રીઓમાં સાહસ પણ ખૂબ વધી જાય છે. ॥ 34 ॥

વેપારીઓનું હ્રદય એકદમ ક્ષુદ્ર જેવું બની જાય છે. એ કોડી-કોડી માટે (પૈસે-પૈસા માટે) લોકો સાથે છલ કરે છે અને કોડીને વળગી રહે છે. બીજું તો શું – આપત્તિનો સમય ન હોવા છતાં અને ધનવાન હોવા છતાં તે નિમ્નકક્ષાના વ્યપારો, કે જેની સજ્જ્ન પુરુષો ના કહે છે, એને ઠીક સમજીને કરવા માંડે છે. ॥ 35 ॥

શેઠ ચાહે બહુ સારો કેમ ન હોય – જ્યારે નોકરો જુએ છે કે શેઠ પાસે ધન-દોલત નથી રહી ત્યારે એને છોડીને ભાગી જાય છે. નોકર ચાહે ગમે એટલો જૂનો કેમ ન હોય, જ્યારે તે મુશ્કેલીમાં હોય છે ત્યારે માલિક તેને છોડી દે છે. અરે બીજું તો શું, ગાયો જ્યારે વસૂકી જાય છે – દૂધ દેવાનું બંધ કરી દે છે – ત્યારે લોકો એને પણ છોડી દે છે. ॥ 36 ॥

પ્રિય પરિક્ષિત, કળિયુગમાં મનુષ્યો બહુ જ લંપટ બની જાય છે. એ પોતાની કામવાસનાઓ તૃપ્ત કરવા માટે જ કોઈક ને પ્રેમ કરે છે. એ વિષયવસાનાઓથી એટલા બધા ધેરાઈ જઈ ને દીન બની જાય છે કે પોતાના માતા-પિતા, ભાઈ-બહેન અને મિત્રોને પણ છોડીને કેવળ પોતાના સાળા અને સાળીઓની સલાહ લે છે. ॥ 37 ॥

ક્ષુદ્ર લોકો તપસ્વીઓ જેવો વેશ બનાવીને પોતાનું પેટ ભરે છે અને દાન સ્વીકારે છે. જેમને ધર્મનું જરા જેટલુંય જ્ઞાન નથી એ લોકો ઊંચા સિંહાસનો પર બેસીને ધર્મનો ઉપદેશ કરે છે. ॥ 38 ॥

પ્રિય પરીક્ષિત ! કળિયુગની પ્રજા દુકાળ પડવાના કારણે અત્યંત ભયભીત અને વ્યાકુળ બની જાય છે. એક તો દુકાળ અને પાછો કર (ટૅકસ)માં વધારો! પ્રજાના શરીર પર કેવળ હાડકાં અને મનમાં કેવળ ઉદ્વેગ રહી જાય છે. જીવન ટકાવવા માટે રોટલીનો ટૂકડો મળવો પણ મુશ્કેલ બની જાય છે. ॥ 39 ॥

કળિયુગમાં પ્રજા શરીર ઢાંકવા માટે વસ્ત્ર અને પેટની ભુખ શાંત કરવા માટે રોટી, પીવા માટે પાણી અને ઊંધવા માટે બે હાથ જમીનથી પણ વંચિત બની જાય છે. એને દાંપત્યજીવન, સ્નાન અને આભુષણ પહેરવાની પણ સુવિધા નથી મળતી. લોકોનો દેખાવ, સ્વભાવ અને વર્તણુંક પિશાચો જેવી બની જાય છે. ॥ 40 ॥

કળિયુગમાં લોકો ધન તો શું, નાની-નાની વાતો માં પણ લોકો સાથે વેર વિરોધ કરવા લાગશે અને બહુ દિવસની મિત્રતા અને સદભાવને તિલાંજલી આપી દેશે. એટલું જ નહિં, તે પૈસે પૈસા માટે પોતાના સગા-સંબંધીઓની હત્યા સુધ્ધાં કરી નાખશે અને પોતાના પ્રાણથી પણ હાથ ખોઈ બેસશે. ॥ 41 ॥

પરીક્ષિત ! કળિયુગમાં ક્ષુદ્ર લોકો કેવળ પોતાની કામવાસના પૂરી કરવા અને પોતાનું પેટ ભરવાની ધૂનમાં જ લાગેલા રહેશે. પુત્ર પોતાના ધરડાં મા-બાપની રક્ષા-પાલન-પોષણ નહીં કરે, એની ઉપેક્ષા કરશે. પિતા પણ એના કુશળ અને બધા કામમાં યોગ્ય એવા પુત્રોની પરવા ન કરતાં એમને અલગ કરી દેશે.

[ કેટલાક અન્ય શ્લોકો………. ]

હે પરિક્ષિત, આમ તો મનુષ્ય મરતી વખતે, પડતી વખતે અથવા લપસી જતી વખતે વિવશ થઈને ભગવાન ના કોઈ એકાદ નામનું પણ ઉચ્ચારણ કરી લે છે તો એના બધાજ કર્મોના બંધન છિન્ન-ભિન્ન થઈ જાય છે અને એને ઉત્તમોત્તમ ગતિ મળે છે. પરંતુ હાય રે કળિયુગ ! કળિયુગના પ્રભાવથી લોકો એ ભગવાનની આરાધનાથી પણ વિમુખ બની જાય છે. હે પરિક્ષિત, કળિયુગમાં આમ તો હજારો દુર્ગુણ છે પરંતુ તેમાં એક ગુણ બહુ જ સુંદર છે. એ ગુણ એ છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું સંકિર્તન કરવા માત્રથી બધી જ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. જે ફળ સત્યયુગમાં ભગવાન ના ધ્યાન કરવાથી, ત્રેતામાં મોટા-મોટા યજ્ઞો કરી એમની આરાધના કરવાથી, દ્વાપરયુગમાં વિધિપૂર્વક એમની સેવા કરવાથી મળે છે, એ કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કિર્તન કરવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે.

હે પરિક્ષિત, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી પર હતા ત્યાં સુધી કળિયુગ પ્રવેશ નહોતો કરી શકતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ ગયા એ દિવસથી કળિયુગનો પ્રારંભ થઈ ગયો. હે પરિક્ષિત, મનુષ્યોની ગણના પ્રમાણે આ કળિયુગનું આયુષ્ય 4,32,000 વર્ષનું હોય છે. (અત્યારે 5,000 વર્ષ પૂરા થયાં છે.) કળિયુગના અંત સમયમાં ભગવાન શમ્ભલ નામના ગામડામાં વિષ્ણુયશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણને ઘરે જન્મ લેશે. એ પરમાત્મા સચરાચરના સ્વામી છે અને જગતા જડ-ચેતન સમગ્રના રક્ષક છે. તે રાજાઓના વેશ માં છુપાયેલા અનેક ડાકુઓનો સંહાર કરશે. ભગવાના શ્રી અંગનો સ્પર્શ પામીને વહેતી પવિત્ર વાયુ લોકોના હૃદય અને સમગ્ર વાતાવરણને પવિત્ર કરી દેશે. જે સમયે કલ્કી ભગવાન આવો અવતાર ધારણ કરશે એ સમયે જ સત્યયુગનો પ્રારંભ થઈ જશે. જે સમયે ચંદ્ર, સુર્ય અને ગુરૂ એક જ સમયે એક જ સાથે પુષ્યનક્ષત્રના પ્રથમ પળમાં પ્રવેશ કરે છે, એક જ રાશિમાં આવે છે, એ સમયે સત્યયુગનો પ્રારંભ થાય છે.

Advertisements

16 responses to “કળિયુગના લક્ષણોનું વર્ણન – શ્રીમદ્ ભાગવત મહાપુરાણ

 1. i liked this article and i want to know the source of these shloka
  how one should calculate the age of yug.

 2. I like this article very much. i want to know more abt bhagwat geeta. Please keep posting such good articles.

 3. wonderfull work on informing people about the KALITUG. yes some of the effects are seen today.thanks you for acknowledging us on the truth.

 4. આ ખૂબ જ સુંદર લેખ છે. શ્રી ભાગવત પુરાણમાંથી આવી સુંદર માહિતી આપવા બદલ ખરેખર અભિનંદન ને પાત્ર છો.

  સિદ્ધાર્થ શાહ્

 5. Wow…
  I am just crying. When I just read the first paragraph and while reading I felt like the way I am leaving right now is also equally to sin. The entire tribulations, which have affirmed in this divine source, are really going on today which is called KALYUG, no wonder that whatever happening is not true.
  This Adhyay gives lots of knowledge that people really should know about this but since they all have Black Curtain front of their eyes, so, even though knowing all this they wouldn’t even try to modify themselves. But guess what? This is today’s generation, and as long as they are getting whatever they want then they have no worry about how they are getting this all stuff.
  Anyways, after reading this article I feel shame on myself first, because I am not a perfect person, but I am trying to be one. Which I know it’s never going to happen but at least I can try.
  This is very valuable portion of our life, if anyone can understand the gist of it. God has also given the solution for us (sinners) that we just have to pray and all our sins will be vanished. This main thing some people understand. And I think the people who pray from their pure heart without hoping to get something back, they are the one who actually pray not the one who pray for them. It has not purpose of praying then, if you just want to do it for yourself. You should pray from the eternal soul, which will give you the right knowledge.
  Thank you so much for providing this portion from Bhagvadji.

 6. This is a very nice article.I suggest that this kind of holy article should be publised on this site so new generation can know about the indian culture and what the way of life.

 7. hello sir,
  i read this artical. its amaizing .i understand the meaning of kalyug with help of this artical. so i m apriciate ur hard workingness .i think u ll gve us nice artical lke this ok
  bye
  jsk

 8. Very nice effort to put these holy shloks over net.
  We all should appriciate this effort.
  parmar jayendrasinh has asked about how one can calculate the years of Yug.
  One can find whole calculation of Yug, how “Pralay” is being done, and after how much time interval etc. These all questions are answered clearly in “Vachanamrut” of Lord Shree Swaminarayan, and one can find this “Vachanamrut” from any Shree Swaminarayan temple all over world.

  Thanks a Lot, keep it up.

 9. This is an excellent social job,I think everybody should read this peace of GEETA’s holy message and mean it.it would bring modesty in the
  society. it should be circulated among all friends,and try to let read.
  please contribute your 5 minutes for human welfare
  thanks buddy
  Anil Shah
  http://www.anilastro.com
  USA/ATLANTA
  404-751-6832

 10. I knew the name of site from Chitalekha today. It’s an excellent work done by you. Heartiest congratulations!

  I liked this article on Kaliyug from Shrimad Bhagwad. I request you also to put articles from Geeta and Mahabharata.

  I again congratulate you for this wonderful attempt to put Gujarati reading on the net.
  J P Thakker

 11. Dear Mrugeshbhai,
  Enlightened !!!???!!!!
  Does this means that The Gita and The Mahapuran both are different from each other in body and spirit ??
  Mahabharat is not a part of Mahapuran, or vise-e-versa, the life of Lord Krishna ?? Please give some idea about where the Gita stands in Lord Krishna’s life from Mahapuran to Mahabharata to Nirvana. I’ve read K.M. Munshi’s “KRISHNA-AVATAR” also, it is good reading. Please, refer some books to me. By, the way, Kindly arrange to enlist KUMAR on Readgujarati.com. I hop I’m not becoming aggressive. Thanks a lot and Regards, hitesh.

 12. dear Mrugeshbhai, iam heresiceone year ,asicome to know this website in Chitralekha i start this website and i verymuch pleased to read Kaliyugna lakshna. i was so bore here in america that this site provideme sweet bhojan .thankyou verymuch.

 13. Really very good article, uttered by Maharshi Shukdevji.
  Each and every person in the world feel the effect of Kaliyug. Bhagwad Puran is the supreme puran in all 18 puranas written by the great Rishi Vedvyas the father of Shukdevji. All puranas are written in symbolic language to creat Bhakti in human beings.

 14. bahuj fine che atyar na samay ne lagtu che ne aajni navi pedhi a amathi potana jeevan ma utar va j vu che 

  please sent this type of various articles n various thing throught my mail address give above.

 15. this artical by maharshi shukhdevji is really good. send any other like this . we enjoyed very .

 16. This is an excellent social job,I think everybody should read this peace of GEETA’s holy message and mean it.it would bring modesty in the
  society. it should be circulated among all friends,and try to let read.
  please contribute your 5 minutes for human welfare
  thanks buddy