અનુકંપા અને ઉદારતા

દુ:ખનો માર્યો એક ગરીબ માણસ રસ્તે ચાલ્યો જતો હતો. એ ત્રણ દિવસનો ભૂખ્યો હતો. રસ્તામાં આંબાવાડિયું આવ્યું. આંબા પર કેરીઓ ઝળૂંબતી હતી. કેરીઓ મન લોભાવે એવી હતી. ભૂખ્યા માણસે એક પથ્થર ઉપાડ્યો ને હતું એટલું જોર કરી પથ્થર કેરીઓના ઝૂમકા પર ફેંક્યો. બે-એક કેરીઓ નીચે પડી. કેરીઓથી તેણે ભૂખ સંતોષી.

બન્યું એવું કે એ પ્રાન્તના રાજા પોતાના દરબારીઓ સાથે આંબાવાડિયામાં ઉજાણી કરવા આવ્યા હતા. ભોજન લીધા પછી આંબાવાડિયાની બીજી બાજુ રાજા ને દરબારીઓ આરામ કરતા હતા. કેરીઓના ઝૂમકાને વાગ્યા પછી પથ્થર બરાબર રાજાના માથા પર પડ્યો. રાજાએ તો ઘટનાને શાંતિથી લીધી, પણ દરબારીઓમાંના કેટલાક ઊકળી ઊઠયા. રાજા કરતાં હજૂરિયાઓ વધારે ઉત્સાહ દેખાડતા હોય છે. તેમણે પેલા ભૂખ્યા માણસને પકડી પાડ્યો અને રાજા પર પથ્થર ફેંકવા માટે સજા કરી.

રાજાએ કહ્યું, “એ માણસને મારી સમક્ષ હાજર કરો.’ રાજા અને તે માણસ વચ્ચે નીચે પ્રમાણે સવાલ-જવાબ થયા.

“ભાઈ, તેં પથ્થર કેમ ફેંક્યો હતો?”
“મહારાજ, હું ત્રણ દિવસનો ભૂખ્યો હતો. મેં કરી પાડવા પથ્થર ફેંક્યો હતો.”
“તેં કોના તરફ પથ્થર ફેંકેલો?”
”વૃક્ષ તરફ.”
“તને કેરી મળી કે?”
“હા. મહારાજ.”
“તેં કેરી ખાધી કે?”
“હા, મહારાજ.”
રાજાએ દરબારીઓને પૂછયું, “એ કરીથી તેની કેટલા દિવસની ભૂખ ભાંગશે?”
“એકાદ દિવસની.” દરબારીઓએ જવાબ આપ્યો.
“તો એમ કરો….રાજખજાનામાંથી આ માણસનું વર્ષાસન બાંધી દો જેથી એને રોજ ખાવાનું મળી રહે.”

રાજાએ ચૂકાદાનો મર્મ સમજાવ્યો, “નિર્જીવ ઝાડ પર આ માણસે પથ્થર ફેંક્યો ત્યારે એને રસ-ભરપૂર કેરીઓ મળી. હું તો જીવંત અને સંવેદનશીલ જીવ છું. મારી ઉપર પથ્થર ફેંકવાથી એને કંઈક વધારે મળવું જોઈએ.”

અકસ્માતથી થયેલી અવહેલના સજાને પાત્ર ન ગણાવી જોઈએ. વળી, પોતાના રાજ્યમાં કોઈ ભૂખ્યો ન રહે તે જોવાની રાજાની ફરજ છે. ઈશ્વર જેવો મહારાજા પણ અકસ્માત કે અહેતુક થયેલી અવજ્ઞા વિશાળ દયાળુ હૃદયથી માફ કરે છે ને કોઈને ભૂખ્યા સુવાડતો નથી.

આવા રાજા હતા ભાવનગર નરેશ.

Advertisements

3 responses to “અનુકંપા અને ઉદારતા

  1. … ANE KYA AAJ NA KAHEWATA NETA (Politicians)

  2. And take look at today’s Politicians….

    The poeple are dying and they are enjoying….

    I hate today’s politicians… even though they have everything, they just cannot provide better to their poeple…

    I feel so bad for today’s politicians..

  3. Everyone should have a feeling of kindness within. It is very much precious. Not for others but also for self satisfaction.