દાદા, મને…. (બાળગીત) – બળવંત પટેલ

દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
     પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
     સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

તમે કહો તો બુટ તમારા
     પાલિશ કરી દઉં
બ્રશ લગાવી, કપડું મારી,
     ચકચક કરી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

તુળસી ફૂદી રસે રસેલી
     ચાય બનાવી દઉં
ખાંડ ખપાવો ખોબો તોયે
     દાદીને ના કહું.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.

દાદા, મને ભણવાનું કહેશો નહીં.
મા’દેવ મંદિર દર્શન જવું તો
     તમારી લાકડી થાઉં
પગ માંડ્યેથી પીડા થાય તો
     કાવડમાં લઈ જાઉં
દાદા, મને ભણવાનું કહેશો નહીં.

Advertisements

6 responses to “દાદા, મને…. (બાળગીત) – બળવંત પટેલ

 1. Very Nice Poem…
  I just miss my Dada so much…
  Really good poem
  Thank You…

 2. બહુ્ સરસ દાદા ની પૌયમ છે

 3. LOL very nice. miss my grandparents so much and all the love they have given me when i was in India.Also miss that lovely, peacefull n wonderfull village were i got enjoy my life THE MOST. wish very dearly they were with me or i was with them.

  thank you very much for such a nice poem.

 4. વાંચન ચોર બાળક છે !!!!!!!!!!