ટોળું – મોહમ્મદઅલી ભૈડુ “વફા”

[રીડગુજરાતી.કોમને આવી સુંદર રચના લખી મોકલવા બદલ શ્રીમોહમ્મદઅલીભાઈનો ખૂબ ખૂબ આભાર]

જુઓ ઉપર ને ઉપર જાયછે આ આભનું ટોળું.
અને એકીટશે નિરખી રહ્યું છે આશનું ટોળું.

હવે હું કઈ રીતે આ ભીડમાં મારો સ્વર શોધું;
ખરે આ માણસો છે કે ખાલી શ્વાસનું ટોળું.

સ્વજન મિત્રો ને સ્નેહીઓ શોધવા ક્યાંથી;
જુઓને આવજોમાં ખદબદે છે હાથનું ટોળું.

તમે મેકઅપ કરો છો કે ઊગાડો રૂપની ખેતી
કહીં ઉગી ન નીકળે ગાલ પર આંખનુ ટોળું.

તમે સાકી પરબ ઝાંઝવાની લઈને કયાં બેઠાં;
તમારા દ્વાર પર ભમ્યા કરે છે પ્યાસનું ટોળું.

ઘણું ઊડવાની હોડોમાં ગયા ચહેરા બધાં ભુલી;
જુઓ આકાશમાં પંખી ઉડે કે પાંખનું ટોળું.

“વફા” ચંપાનાં ફૂલોને તમે વાવીને શું કરશો;
ભ્રમર આવી નહીં શકશે ફરશે નાગનું ટોળું.

Advertisements

2 responses to “ટોળું – મોહમ્મદઅલી ભૈડુ “વફા”

  1. Very good poem meaning of each line is outstanding

  2. Are wah Mohamadalibhai, Kharekhar jordar kavita lakhi chhe, ek ek line ma hajaro ton vajan jetlo arth chhe. Thanks a lot.