બીડી પીવાનો શોખ – ગાંધીજી

ગાંધીજી [ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ પુસ્તકમાંથી સાભાર ]

બાળપણમાં એકવાર મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. અમારી પાસે પૈસા ન મળે. બીડી પીવામાં કંઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો અમને બે માંથી એકેને નહોતું લાગ્યું, પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું લાગેલું. મારા કાકાને બીડી પીવાની ટેવ હતી, ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે, એટલે કાકા બીડીના ઠૂંઠાં ફેંકી દે તે ચોરવાનું અમે શરૂ કર્યું.

પણ ઠૂંઠા કંઈ હરવખતે મળી ન શકે, અને તેમાંથી બહુ ધુમાડોયે ન નીકળે. એટલે ચાકરની ગાંઠે બેચાર દોકડા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ પાડી અને અમે બીડી ખરીદતા થયા. પણ એને સંઘરવી ક્યાં એ સવાલ થઈ પડ્યો. વડીલોના દેખતાં તો બીડી પિવાય જ નહીં એ ખબર હતી. જેમતેમ કરી બેચાર દોકડા ચોરીને થોડાં અઠવાડિયાં ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ (તેનું નામ તો ભૂલી ગયો છું) થાય છે, તેની ડાંખળી બીડીની જેમ સળગે છે, ને તે પી શકાય. અમે તે મેળવીને ફૂંકતા થયા !

પણ અમને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ જ ન થાય એ દુ:ખ થઈ પડ્યું. અમે કંટાળ્યા ને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો !

પણ આપઘાત કઈ રીતે કરવો? ઝેર કોણ આપે? અમે સાંભળ્યું કે ધતૂરાના ડોડવાનાં બી ખાઈએ તો મૃત્યુ નીપજે. અમે વગડામાં જઈ તે મેળવી આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો. કેદારજીને મંદિરે દીપમાળામાં ઘી ચડાવ્યું, દર્શન કર્યાં, ને એકાંત શોધ્યું. પણ ઝેર ખાવાની હિંમત ન ચાલે. તુરંત મૃત્યુ નહીં થાય તો? મરીને શો લાભ? પરાધીનતા કાં ન ભોગવી છૂટવું? છતાં બેચાર બી ખાધાં. બીજાં ખાવાની હિંમત જ ન ચાલી. બંન્ને મોતથી ડર્યાં, અને રામજીને મંદિર જઈ દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવો ઠરાવ કર્યો.

હું સમજ્યો કે આપઘાત કરવાનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવાની ઘમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે, અથવા મુદ્દલ થતી જ નથી એમ કહું તો ચાલે.

આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે અમે બંન્ને એઠી બીડી ચોરીને પીવાની તેમ જ નોકરના દોકડા ચોરવાની ને તેમાંથી બીડી લઈ ફૂંકવાની ટેવ ભૂલી જ ગયા. મોટપણે બીડી પીવાની ઈચ્છા જ મને કઈ નથી થઈ, અને એ ટેવ જંગલી, ગંદી ને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નથી. જે આગગાડીના ડબામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે ને તેના ધુમાડાથી હું ગૂંગળાઈ જાઉં છું.

બીડીઓનાં ઠૂંઠા ચોરવાં ને તેને અંગે ચાકરના દોકડા ચોરવા એ દોષના કરતાં બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર ગણું છું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર બારતેર વર્ષની હશે; કદાચ તેથીયે ઓછી. બીજી ચોરી વેળાએ ઉંમર પંદર વર્ષની હશે. આ ચોરી મારા માંસાહારી ભાઈના સોનાના કડાના કકડાની હતી. તેમણે નાનું સરખું એટલે પચીસેક રૂપિયાનું કરજ કર્યું હતું. એ કેમ પતાવવું એનો અમે બંન્ને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું.

કડું કપાયું. કરજ ફીટયું. પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું. જીભ તો ન જ ઊપડે. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એકે ભાઈને તાડન કર્યું હોય એવું મને સ્મરણ નથી. પણ પોતે દુ:ખી થશે, કદાચ માથું કૂટશે તો? એ જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ, તે વિના શુદ્ધિ ન થાય, એમ લાગ્યું.

છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો ને માફી માંગવી એવો મેં ઠરાવ કર્યો. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી. ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો ને સજા માંગી, પોતે પોતાની ઉપર દુ:ખ ન વહોરી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી, ને ભવિષ્યમાં ફરી એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા કરી.

મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટની સામે બેઠો. આ વેળા તેમને ભગંદરનું દરદ તો હતું જ. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા.

તેમણે ચિઠ્ઠી વાંચી. આંખમાંથી મોતીનાં બિંદુ ટપક્યાં. ચિઠ્ઠી ભીંજાઈ. તેમણે ક્ષણવાર આંખ મીંચી ચિઠ્ઠી ફાડી નાખી, ને પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂતા.

હું પણ રડ્યો. પિતાજીનું દુ:ખ સમજી શક્યો. હું ચિતારો હોઉં તો એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું. એટલું તે આજે પણ મારી આંખ સામે તરી રહ્યું છે.

એ મોતીબિંદુના પ્રેમબાણે મને વીંધ્યો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય એ જ જાણે. રામબાણ વાગ્યાં હોય તે જાણે…..

મારે સારુ આ અહિંસાનો પદાર્થપાઠ હતો. તે વેળા તો મેં એમાં પિતાપ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખે? એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે.

આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે, એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આગળ, સ્વેચ્છાએ, પોતાના દોષનો, નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો, પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એકરારથી પિતાજી મારા વિષે નિર્ભય થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો.

Advertisements

18 responses to “બીડી પીવાનો શોખ – ગાંધીજી

 1. Great Article from the Autobiography of Father of the Nation.

 2. Very Nice. I used to read all this Stories from my Childhood, and also the understand the gist of the story.
  It’s very Inspirational Story…
  Thank You..

 3. To accept your mistakes / fault / crime requires lots of courage. But once u do it / confess it in front of proper person – then the feelings u expeirence is something very special. Just one time u need to confess and for the whole life you will find your self ‘free from that tension.’
  About Smoking : There has to be a stricy law to punish the smokers. They just don’t harm themselves only – but indirect smoking is much more harmful to people around them. I just HATE THE SMOKERS.

 4. nice one
  motivational article from “satya na prayogo’.
  i used to read this from my childhood and i learnt many things.
  good

 5. saras..aajepan gandhiji ni bahu jaroor chhe..
  aapna desh ne ane duniya na darek desh ne..shanti maate..
  ahimsa parmo dharam

 6. The story is inspiring to read the whole, “My Experience with Truth” of Pujya Bapu(Mahatma Gandhi). This story is nothing but one of the simplest example which example which states why he is known as Mahatma

 7. we were also doing same from bajra stem maling hole in it smoking. special word in kathiawadi is ” malokhu”

 8. This is a really very good inspirable article of Mahatma Gandhi. The Father of the Nation is also the best personality in management as well as in inspiring the young generation.

  Mahesh Gohil

 9. My “vandan” to Gandhiji again. I have read “Satya na Prayogo” few years back and I am so much impressed by this great person. There will never be another Gandhiji on this earth. I live in Sydney and I share Gandhiji’s thoughts with my workmates every now and then and they are also very much impressed with Gandhiji and find hard to believe that someone could live life like that.

 10. It was P.Gandhiji.I m so impressed by BAPU.The father of our nation.We are proud to bron in BAPU’s land.Thank u

 11. “Satya na Prayogo” is a great book that everyone should read it and not only read it, should apply to our lives. Gandhiji was a great soul indeed, and yes, we do need him today too. Since he is not present physically, but we can atleast try to apply his message to our lives. That will be his true “Shraddhanjali”.

  Om Shanti, Shanti, Shanti!!!

 12. અહિંસા એક દિવસ આખી દુનિયાનો ધર્મ બનશે.

 13. Really magnificient choice to put the article, hats off to gandhiji and hats off to the maker of this website and the chooser of this article to be published here, i heartily appriciate it, and wish that i would also find a chance to submit something to this site.

  thank you

  Apurva

 14. પિંગબેક: રીડગુજરાતી : પુસ્તક પરિચય » Blog Archive » સત્યના પ્રયોગો

 15. The riality of this book will change the attitude of your childrens please “” aa pustak tamara balko ne khas vanchavjo , pahela tame vanchjo “” aa mano 1 tako pan jivanma utarvo ghanoj aghro che pan koshis karta rahisu to thodu ghunu pan saru tha se.

 16. પિંગબેક: સત્યના પ્રયોગો - ગાંધીજી | pustak

 17. પિંગબેક: Bansinaad

 18. gandhiji was really a great man…he was a angel…whatever he did , he not did for himself but he did for all our country..so we must remember this leader in our heart all time…every one can say that ‘satya’, ‘ahinsa’, is a very easy thing. but when its time to follow it all go back…i really salute him..