સુગંધ બગીચાની – મુનિશ્રી રત્નસુંદરવિજયજી

      અત્યંત ગરીબ બાપના બિમાર પુત્રને તપાસવા ડૉ. રિક્ષામાં આવ્યા. ઘરમાં દાખલ થયા. તપાસવાનું ચાલુ જ હતું ત્યાં છોકરાની આંખ મીંચાઈ ગઈ!
      ડૉ.ની આંખમાં આંસુ આવી ગયાં. ઊભા થઈ ગયા. ધીમે પગલે બહાર નીકળીને રિક્ષામાં બેસી ગયા, પણ ત્યાં તો એ દીકરાનો ગરીબ બાપ પડોશી પાસેથી 25 રૂ. ઉછીના લઈને ડૉ. પાસે આવ્યો…
      ‘ડૉ. સાહેબ! તમારી ફીની રકમ!’
      ડૉ. સ્તબ્ધ થઈ ગયા. ‘ભાઈ! પુત્રવિદાયની તારી વેદનામાં હું બીજું તો શું કરી શકું ? પણ આ ફી મારે ન જોઈએ.’
      રિક્ષા ઊપડી… દવાખાના પાસે રિક્ષા ઊભી રહેતાં ડૉકટરે રિક્ષાવાળાના ભાડાના રૂ. 3॥ ખિસ્સામાંથી કાઢી રિક્ષા ડ્રાઈવરને આપ્યા….
      ‘ડૉ ! તમે તમારી ફીના 25 રૂ. જતા કર્યા તો હું 3॥ જતા નહીં કરી શકું ? મારે રકમ ન જોઈએ…’ એમ કહીને રિક્ષાવાળાએ રિક્ષા ચાલુ કરી દીધી…. ડૉ. એને જોતા જ રહ્યા.
      આ બાજુ પેલો ગરીબ બાપ ઉછીના લીધેલા 25 રૂ. પડોશીને પાછા આપવા ગયો ત્યારે તેણે રૂપિયા રાખવાની ના પાડી…
      ‘ભાઈ તારી પાસે જ રાખ…..જરૂર પડે ત્યાં વાપરજે’

      મારે એટલું કહેવું છે કે જો આ દુનિયામાં ઉકરડાની તાકાત છે તો બગીચાનીય તાકાત છે! એ જો દુર્ગંધ ફેલાવી શકે છે તો આ સુગંધ પણ ફેલાવી શકે છે…
      પણ….
      એ બન્ને વચ્ચે તફાવત એટલો છે કે ઉકરડાને ઊભો કરવામાં કોઈ જ મહેનત પડતી નથી, જ્યારે વગર મહેનતે બગીચો ઊભો થતો જ નથી!
      આવો…. અનંતકાળમાં ઉકરડા (ભોગના જીવન) તો અનંતા ઊભા (પસાર) કર્યા… આ જીવનમાં બગીચો (ત્યાગનું આકર્ષણ) ઊભો (પેદા) કરીને જ રહીએ.

Advertisements

4 responses to “સુગંધ બગીચાની – મુનિશ્રી રત્નસુંદરવિજયજી

 1. Very perspective story, it has told me what is compassion means. It really does reveal the fact about humankind. It was also very heart touching also.
  Thank You.

 2. great theme and great concept.the story enlightens the value of himility and important of living a worth living. i thank you and congratulate you on your achievemt of being able to get the message throuhg at least for some of the people like us.

 3. i read sugand baghichani.story is touching my heart . so i m expecting from u ll also provid this type of nice story .best of luck .
  hve nice day

 4. Pujya swamiji is a writer who have published about 1000 books out of which LAKHI RAKHO AARAS NI TAKTI PAR, ZER JYARE NITRI JAY CHHE AND AMRUT JYARE AANKH MA PRAVESHE CHHE are best of all.
  all gujarati Bahu, Shashu, And Sons must read these book.. I am sure your eyes will not remain dry.
  Journalist.