હાસ્યનું ધીંગાણું

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું કે ‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’
**********
દુનિયા તમારી નોંધ લે, તમને જોઈને ચોંકી ઊઠે એવું ઈચ્છો છો? સહેલું છે યાર ! હાથી પર શીર્ષાસન કરો, ફોટો પડાવો ને પછી ઊંધો લટકાવી દો. પછી જોઈ લો મજા !!
**********
સંતાસિંહ એક મકાનને હોટલ માની અંદર ઘૂસ્યા અને જોરથી બૂમ મારીને ઑર્ડર આપ્યો : ‘એક લસ્સી લાના…’
ત્યાં ટેબલ પાછળ બેઠેલ માણસે કહ્યું : ‘સીસ…. આ લાઈબ્રેરી છે.’
સંતાએ માફી માગી અને ધીમેથી કહ્યું : ‘એક લસ્સી લાના….’
**********
મિશ્રાજી એક જંગલમાંથી જઈ રહ્યા હતા. એક ચુડેલે એમને અટકાવ્યા.
‘હા….હા….હા…હી…હી..હી….મેં ચુડેલ હૂં…હા……હા….હા…’
મિશ્રાજી : ‘અબે ચૂપ બેસ, મેનુ સબ પતા હૈ, તેરી એક બહેન મેરી બીબી હૈ !’
**********
કવિરાજ નિરાશવદને બેઠેલા. ત્યાં એક મિત્રે આવીને પૂછયું: ‘શું થયું?’
‘શું થયું શું? હમણાં જ લખેલી મારી કવિતાઓની નવી ડાયરી મારા બે વરસના બાબાએ સગડીમાં નાખી દીધી.’
મિત્રે કહ્યું: ‘અભિનંદન, તું ઘણો જ નસીબદાર છે કે આટલી નાની ઉંમરે પણ તારા બાબાને વાંચતા આવડી ગયું છે.’
**********
એક વિષાણુએ બીજા વિષાણુંને કહ્યું, ‘પ્લીઝ! મારાથી દૂર રહેજે મને પેનિસિલિનનું ઈન્ફેકશન થઈ ગયું છે!’
**********
‘અરે આ તમારા માથા ઉપર શેનો સોજો આવી ગયો છે?’
‘મારા પગનું ઑપરેશન હતું ને!’
‘અરે પણ, એમાં માથામાં કઈ રીતે વાગે?’
‘એ લોકો મને કલોરોફોર્મ સુંઘાડવાનું ભૂલી ગયા હતા!’
**********
ન્યાયાધીશ : ‘તારી અંતિમ ઈચ્છા શી છે?’
ગુનેગાર : ‘તમારા મોઢામાંથી માત્ર એક જ શબ્દ સાંભળવા ઈચ્છું છું : ‘મુક્તિ’
**********
એક અભણ ભાઈ એક ભણેલી શહેરી છોકરીને પરણ્યા. ગામના તળાવની સુંદરતા જોઈને પેલી બોલી ઊઠી: ‘How Nice!’
ભાઈ બોલ્યા: ‘તું એકલી શું કામ ? તું નાઈસ (ન્હાઈશ) તો હું બી નાઈસ (ન્હાઈશ) !
**********
છોકરાઓ કૉલેજમાં કેમ જાય છે? Brain Development માટે.
ને છોકરીઓ? છોકરાઓ મગજના વિકાસમાં સફળ બને એ પહેલાં એમને પકડી પાડવા માટે.

8 responses to “હાસ્યનું ધીંગાણું

 1. Pingback: Vivek’s Blog » More Gujarati Jokes : હાસ્યનું ધીંગાણું

 2. LOL, i enjoyed all of your jokes…

  very funny…

  thanks for sharing…

 3. ખૂબ જ સુંદર. હાસ્યથી અનેક રોગો ભાગે છે. આજે આ દોડધામની જીદગીમાંથી હાસ્યનું નામોનિશાન નીકળી જવા માડયુ છે લોકો કુદરતી હાસ્ય તરફથી કૃત્રિમ હાસ્ય તરફ વળવા લાગ્યા છે.

 4. Hi!!!
  its very very nice jokes….great jokes…thank u…

 5. Rikin Trivedi

  Many nice jokes…. keep it up.

 6. for you

 7. I have visited this site first time, it is extremly excelent with putting lots of efforts by u. now i will visit regulerely this site. all details are very touchable, it is just excelent…thanks lot to give us gift of our “sachu sahitya”
  thanks again…
  Ashwin gardharia

 8. BOUTEFULA VIRI VERI