કોણ – અઝીઝ કાદરી

[ રીડગુજરાતી.કોમને આવી સુંદર કૃતિ મોકલવા બદલ જાગૃતિબહેન નો ખૂબ ખૂબ આભાર ]

જોવું છે આજે એટલી હિંમત કરે છે કોણ ?
મોજાંથી બાથ ભીડીને સાગર તરે છે કોણ ?

ચિંતા નકામી સાંજ સવારે કરે છે કોણ ?
મરવાનું જો થશે તો મરીશું, ડરે છે કોણ ?

આવે છે યાદ કોણ ? તને સાંભરે છે કોણ ?
સાચું કહી દે, તારી નજરમાં ફરે છે કોણ ?

આંસુ વહી રહ્યાં છે યુવાનીમાં આંખથી,
હમદર્દ કોણ થાય છે ! પાલવ ધરે છે કોણ ?

કોરી રહ્યું છે કોણ કળીઓનાં કાળજાં,
બાગોમાં ભરવસંતે સિતમ આચરે છે કોણ ?

વાગે છે હૈયે હાથનાં કીધાંનું દોસ્તો,
આ ન્યાય કેવો ! કોણ કરે છે ભરે છે કોણ !

લોકોની હું “અઝીઝ” કરું છું ચકાસણી,
મિત્રો રહ્યા છે કેટલાં, શત્રુ ઠરે છે કોણ !

Advertisements

ટિપ્પણીઓ બંધ છે.