મૂઠી ઊંચેરા નાગરિકો – મીરા ભટ્ટ

સદીઓ પહેલાની વાત છે. પૃથ્વી પર યુદ્ધો તો દરેક યુગમાં ખેલાતાં જ રહ્યાં છે. અમેરિકામાં પણ વચ્ચે વચ્ચે યુદ્ધનાં જવાળામુખી ફાટ્યા જ કરતા. મધ્યયુગની આ વાત છે. આવા જ એક યુદ્ધમાં લેસ્ટર શહેર તારાજ થયેલું. તેમાં એક રાજા એટલો બધો સત્તાંધ અને આપખુદ હતો કે આખી પ્રજા એનાથી ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠેલી. પણ કોઈ સહેજ પણ ચૂં કે ચાં કરે તો તરત જ એના પર દમનનો કોરડો વીંઝાતો.

એક વખત આ રાજાને પ્રજા પર એટલા આકરા કરવેરા ઝીંક્યા કે ખુદ રાણી પણ તે હુકમ સાંભળી થથરી ઊઠી. એનું નામ ગોડીવા. હિંમત કરીને એણે પતિ પાસે મમરો મૂક્યો : ‘આટલા બધા કરવેરા ચૂકવવાની લોકોની ત્રેવડ ન હોય ! દયા કરીને થોડા હળવા કરો.’ ત્યારે એ નફ્ફ્ટ દુષ્ટ રાજા કહે છે : ‘ઓહો ! લોકોની આટલી બધી ચિંતા સેવે છે ? તો જા, એક શરતે હું આ કરવેરા ઘટાડી દઈશ. હવે નિર્ણય તારા હાથમાં છે.’
‘શી શરત છે?’ રાણીએ પૂછયું.
‘બસ, નાનકડી શરત છે. તારે આખા નગરમાં ઘોડા પર ફરી આવવાનું, પણ શરત એ કે તારે શરીર પર એકપણ વસ્ત્ર ધારણ નહિ કરવાનું.’
રાણી તો હેબત ખાઈ ગઈ. આવડી ભારે કિંમત ! પોતાની આબરૂ જ કાંટે ચઢાવવાની ? આખી રાત હૈયામાં ઘમસાણ યુદ્ધ ચાલ્યું. એક બાજુ પોતાની ઈજ્જત, તો બીજી બાજુ જનહિત. અંતે, લાખો લોકોનાં હૈયાને ઠારવા પોતાની આબરૂને અગ્નિપરિક્ષામાંથી પસાર કરવાનો સંકલ્પ કર્યો, ત્યારે જ અજંપો શમ્યો.

દુષ્ટ રાજાએ તો બીજા દિવસે નગરઆખામાં ઢંઢેરો પિટાવ્યો કે ‘આજે તમાશો થવાનો છે ! ખુદ રાણીસાહેબા નિર્વસ્ત્ર હાલતમાં આખા નગરમાં ઘોડેસવારી દ્વારા ફરશે. એના બદલામાં લોકો પર લદાયેલા કરવેરા થોડાક હળવા કરવાની શરત મંજૂર કરાઈ છે !

અને કહેવાય છે કે તે દિવસે વસ્ત્રહીન રાણીમાની ઘોડેસવારી નગર આખામાં ફરી, પણ નગરના એકપણ ઘરમાં એક પણ બારી-બારણાં ન ખૂલ્યાં. નગરજનોની આ સ્વૈચ્છિક કેદ હતી. નિરંકુશ રાજા સત્તાના મદમાં નીતિમર્યાદાની માઝા મૂકી દે ત્યારે પ્રજા પોતાના પર પોતે જ વિવેકનો અંકુશ મુકીને ધર્મનું રક્ષણ કરે છે.

આજે પણ એ નગરમાં એ મૂઠીઊંચેરા નાગરિકોની વિવેકબુદ્ધિને બિરદાવતી ભૂરા આરસની એક ઘોડેસવાર મૂર્તિ ચોકમાં મુકાઈ છે, જેના વિશે કવિ ટેનિસને લખ્યું છે – ‘And She wore the clothes of chastity and modesty’ અશ્વારૂઢ એ રાણીએ શીલ અને સદાચારનાં વસ્ત્રો ધારણ કર્યાં હતા !

Advertisements

7 responses to “મૂઠી ઊંચેરા નાગરિકો – મીરા ભટ્ટ

 1. mrugeshbhai its really exilent
  aa vanchi ne thayu ke swu atyare desh na nagarik mate mari fite aeva raja rani ketla
  MANE KAHABAR NATHI KE MARE AA VAT KAI FILD MA MUKVI JOIAE PAN LAKHU CHHU KE
  GONDAL NARESH POTANA PRAJAVATSALATA MATE BAHUJ KALJI LETA
  TYARE TO PHONE SUVIDHAPAN LIMITED HATI PAN JYARE BDHAJ PARAGANA MATHI SUBSALAMAT NO MESS NA AAVE TYA SUDHI SUTA NAHI
  -ALKA

 2. Miraben
  Gonadal Naresh Potana Shashan Ma bhagvodmandal ni rachana karavi hati.
  potana shasan ma Mahila sari rite lakhi vanchi sake te mate darmyan kanaya kelavani farajiyat pan kari hati.
  -ALka

 3. There are absolutely no words to describe this loyal relationship between people and their ruler. I really admire this story, and I would be happy if this loyalty would be still continuing today, but feel culpable when I see that everywhere is prejudice. Anyways, this is a great example for today’s politicians and the public, which are totally blind.
  Thank you, for the great editorial.

 4. People need such human being like Rani Godiva in each century to protect their right to live.

 5. This article is really very good and inspring but this is not true in today’s world. Where people only look forward to their own interest and didnt care for other…. Leaders also first see their profit and their benefit. All the leaders should read this aritcle and do something like this queen has done.

 6. aaje jyare rajkaranio kom kom vachche vikhvad ubha kari temaj bhasha na vikhvad ubha kari praja ne bholvi temni vachche katleaam karave chhe tyare mane ek prasang yaad aave chhe.

  moolee (surendrangar gujarat) na raja lakhdhirji maharaj ni vaat chhe. bahuj roopalee muslim kanya uper jyare sindh na sumare danat bagadi tyare kanya bhagi aasro sodhva nikli farta farta te jhalavad panthank na moolee gam ma aavi ane aasro magyo tyare lakhdhiraji maharaje ashro aapyo ane tethi yuddh thayu aa yuddh ma ghana sainiko shahid thaya karanke sindh na sumara nu senya bal vadhare hatu pan ante moolee gam na soorvero ni jeet thai.